એન્કાઉન્ટર / J&Kના સોપોરમાં લશ્કર-એ-તોયબાનો મોસ્ટ વોન્ટેડ આતંકી આસિફ ઠાર મરાયો

indian Army Shoot most wanted Terrorist Asif in J&K Encounter

  • મોસ્ટ વોન્ટેડ આતંકી આસિફે સોપોરમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં ત્રણ લોકો ઘાયલ 
  • વહેલી સવારે આતંકી છુપાયા હોવાની બાતમી મળતા સુરક્ષાબળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું 

Divyabhaskar.com

Sep 11, 2019, 10:47 AM IST

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના સોપોરમાં સુરક્ષાબળોએ આતંકીને ઠાર માર્યો છે. સુરક્ષાબળો આજે સવારે આતંકી છુપાયા હોવાના સમાચાર મળ્યા હતા. ત્યારબાદ સુરક્ષાબળોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન લશ્કર-એ-તોયબાના મોસ્ટ વોન્ટેડ આતંકી આસિફને ઠાર માર્યો હતો. આતંકી આસિફે સોપોરમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં ફળોનો વેપાર કરતા એક વેપારી સહિત તેના પરિવારના ત્રણ સભ્યો ઘાયલ થયા હતા.

આતંકી આસિફ ઘાટીમાં ઘણી ઘટનાઓને અંજામ આપી ચુક્યો હતો. મોટાભાગની આતંકી ઘટનાઓ પાછળ તેનો હાથ હતો. આસિફે સોપોરમાં ગોળીબાર કરી ફળોના વેપારી અને તેના પરિવારજનો સહિત ત્રણ લોકોને ઘાયલ કરી દીધા હતા. સાથે જ તેને સોપોરમાં જ રહેતા શફી આલમ નામના એક મજૂરની પણ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

X
indian Army Shoot most wanted Terrorist Asif in J&K Encounter
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી