પાકિસ્તાન BATની ઘુસણખોરીનો પ્રયાસ ફરી નિષ્ફળ, ભારતીય સેનાએ POKમાં બોમ્બ ફેંકીને ઠાર માર્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમના સૈનિકોએ 12-13 સપ્ટેમ્બરે ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો
  • સેનાએ ઓગસ્ટમાં LOC પર પાકિસ્તાની સૈનિકો અને આતંકીઓની ઘુસણખોરીના 15 પ્રયાસોને નિષ્ફળ કર્યા હ

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવાયા બાદથી જ પાકિસ્તાન સતત પોતાના સૈનિકો અને આતંકીઓને કાશ્મીરમાં ઘુસણખોરી કરાવવાના પ્રયાસમા લાગી ગયું છે. બુધવારે સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 12-13 સપ્ટેમ્બરે પાકિસ્તાનની બેટ(બોર્ડર એક્શન ટીમ) POKમાંથી કાશ્મીરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, LOC પર તહેનાત ભારતીય જવાનોએ તેમને જોતાની સાથે બૈરેલ ગ્રેનેડ લોન્ચરથી બોમ્બ ફેંકીને માર્યા હતા. 
ન્યૂઝ એજન્સીએ પોસ્ટ કરેલા એક વીડિયોમાં સેનાના જવાનો આતંકીઓ પર બોમ્બ ફેંકતા જોવા મળી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે સ્પેશ્યલ સર્વિસ ગ્રુપના આતંકીઓને મારવા માટે સેનાએ POKમાં હાજીપીર સેક્ટરમાં બોમ્બ મારો કર્યો હતો. 

ગત મહિને પણ બૈટના કમાન્ડો માર્યા ગયા હતા- ભારતીય સેના ઓગસ્ટમાં પાકિસ્તાની સૈનિકો અને આતંકીઓની ઘુસણખોરીના 15 પ્રયાસોને નિષ્ફળ કરી ચુકી છે. જો કે, ભારતની જવાબી કાર્યવાહી દરમિયાન 5થી 7 આતંકીઓ ઠાર મરાયા છે. 

POK દ્વારા ઘુસણખોરીના પ્રયાસમાં પાકિસ્તાની આતંકી- કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો પરત લીધા બાદ જાહરે કરાયેલા ગુપ્ત રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જૈશના આતંકીઓને પાકિસ્તાનની એસએસજી કમાન્ડો ફોર્સ સમર્થન કરી રહી છે. આતંકી અને પાકિસ્તાની સેના મળીને LOC પર ઘુસણખોરી માટે BAT ઓપરેશન ચલાવી રહી છે. જૈશના આતંકી કાશ્મીરમાં મોટા વિસ્ફોટે અંજામ આપવાનું ષડયંત્ર રચી રહ્યા છે. જેના માટે POK ખાતે આવેલા પોતાના ઘણા ટ્રેનિંગ કેમ્પ ફરીથી સક્રિય કરી લીધા છે.