તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • India Will Also Invite Pakistani Prime Minister Imran Foreign Ministry Said What Will Happen Next

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનને પણ આમંત્રણ આપશે ભારત, વિદેશ મંત્રાલયે કહ્યું- આગળ શું થશે, અત્યારે કહેવું મુશ્કેલ

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારત વર્ષના અંતે SCOની યજમાની કરશે, પાકિસ્તાન 2017માં SCOનું પૂર્ણકાલિન સભ્ય બન્યુ હતુ
  • વિદેશ મંત્રાલયે કહ્યું- શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનના તમામ 8 સભ્ય દેશને આમંત્રણ અપાશે

નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે ગુરુવારે સ્પષ્ટતા કરી છે કે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)  સમિટને લઈ આઠ સભ્ય દેશના વડાઓને આમંત્રણ પાઠવશે. તેમા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનો પણ સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું છે કે અમે સભ્ય દેશના તમામ વડાઓને આમંત્રણ પાઠવશું. આગળ શું થશે એ તો સમય જ નક્કી કરશે. SCO  સમિટ આ વર્ષના અંત ભાગમાં ભારતમાં યોજાનાર છે.છેલ્લા બે વર્ષથી પુલવામા હુમલો, સર્જીકલ સ્ટ્રાઈક અને કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવવાને લઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરીની સ્થિતિ છે.

4 ઓબ્ઝર્વર અને આંતરરાષ્ટ્રીય સહયોગીઓને પણ આમંત્રણ આપવામાં આવશે
રવીશ કુમારે કહ્યું છે કે હવે આ સૌની જાણકારીમાં છે કે ભારત આ વર્ષ યોજાનારી SCO સમીટની યજમાની કરશે. પ્રધાનમંત્રી સ્તર પર આ મુદ્દે બેઠક કરવામાં આવી છે. જેમાં વિવિધ મુદ્દે SCO પ્રોગ્રામ પર ચર્ચા કરવામાં આવી છે. નિર્ધારિત પ્રક્રિયા અંતર્ગત SCOના 8 સભ્ય દેશો, ચાર ઓબ્ઝર્વર અને અન્ય આંતરરાષ્ટ્રીય સહયોગીઓને આમંત્રણ આપવામાં આવશે.

ભારત વર્ષ 2017માં SCOનું પૂર્ણકાલિન સભ્ય બન્યુ હતુ
ભારત અને પાકિસ્તાનનો SCOના પૂર્ણકાલિન સભ્યો તરીકે SCOમાં વર્ષ 2017માં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પછી ભારતમાં યોજાનારી આ પ્રથમ 8 સભ્યની ઉચ્ચસ્તરીય બેઠક છે. ભારત અને પાકિસ્તાન ઉપરાંત SCOમાં ચીન, કઝાકિસ્તાન, રશિયા, તાજીકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો