આતંકવાદ / સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતની ચેતવણીઃ દાઉદની ડી કંપની હવે ગુનાખોરીમાંથી આતંકના કારોબાર તરફ વળી હોવાથી વધુ ભયજનક

India said that Dawood's D Company has now transferred from criminal to terrorist network, this is a big threat

  • યુએનમાં ભારતના રાજદૂત સૈયદ અકબરુદ્દીને કહ્યું- દાઉદ અમારા વિસ્તારમાં સોનાની દાણચોરી, હથિયાર અને ડ્રગ્સની તસ્કરી જેવા ગેરકાયદેસર કામ કરે છે
  • 'આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ પર કાર્યવાહી થવી જોઇએ'

Divyabhaskar.com

Jul 10, 2019, 02:38 PM IST

ન્યૂયોર્ક: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં ભારતીય રાજદૂત સૈયદ અકબરુદ્દીને દાઉદ ઈબ્રાહીમનો મુદ્દો ઉઠાવ્યો. અકબરુદ્દીને મંગળવારે યુએનએસસીમાં કહ્યું, ''દાઉદની ડી કંપનીની ગુનાખોરીનું નેટવર્ક હવે સંપૂર્ણ રીતે આતંકી નેટવર્કમાં બદલાઇ ગયું છે. આજે અમારા ક્ષેત્રમાં આ સૌથી મોટો ખતરો છે.'' તેમણે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનો પર પણ કડ કાર્યવાહીની વાત કહી.

યુએનએસસીમાં મંગળવારે આંતરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ખતરા પર સ્પષ્ટ રીતે વિચાર રાખવામાં આવ્યા. આ દરમિયાન આંતરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અને ગુનેગારો સંગઠનો વચ્ચે શું સંબંધ છે તેના પર વાત કરવામાં આવી. 1993ના મુંબઇ બોંબ ધડાકામાં દાઉદ ભારતનો વોન્ટેડ અપરાધી છે.

'ડી કંપનીનો ભારતમાં વેપાર વધારે': અકબરુદ્દીને કહ્યું, 'ડી કંપની ગેરકાયદેસર આર્થિક પ્રવૃતિઓ બીજી જગ્યાએ ભલે ઘણી ઓછી હોય પરંતુ અમારા વિસ્તારમાં તે મોટા સ્તરે છે. તે અમારા દેશમાં સોનાની દાણચોરી, ફેક કરન્સી અને હથિયાર તેમજ ડ્રગ્સની તસ્કરી જેવા ગેરકાયદેસર કામ કરે છે. આ વાસ્તવિક અને વર્તમાનનો ખતરો છે. '

તેમણે કહ્યું, 'ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધ સફળતા સાબિત કરે છે જો આપણે સાથે મળીને કાર્યવાહી કરીએ તો સારા પરિણામ મળે છે. અલ-કાયદાના સહયોગી લશ્કર અને જૈશની જેમ દાઉદની ડી કંપની પણ મોટો ખતરો છે.'

X
India said that Dawood's D Company has now transferred from criminal to terrorist network, this is a big threat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી