તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીને UNમાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો તો ભારતે વિરોધ નોંધાવી કહ્યું- POKમાં ગેરકાયદે CPEC તાત્કાલિક બંધ કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીનના વિદેશમંત્રી વાંગ ઇ - Divya Bhaskar
ચીનના વિદેશમંત્રી વાંગ ઇ
  • ચીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં કહ્યું- કાશ્મીર વિવાદિત મુદ્દો, શાંતિપૂર્વક સમાધાન થાય
  • ભારતના વિદેશ મંત્રાલયની સલાહ- બીજા દેશ ભારતની સંપ્રભુતા અને અખંડતાનું સન્માન કરે

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ચીને જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના પર ભારતે શનિવારે આકરી પ્રતિક્રિયા આપી હતી. નિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું, અમે બીજા દેશોથી આશા રાખીએ છીએ કે તેઓ ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન કરશે. આશા છે કે ચીન પીઓકેમાં ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરના ગેરકાયદે નિર્માણને સંપૂર્ણ રીતે રોકવાની દિશામાં કામ કરશે. 
ચીનના વિદેશ મંત્રી વાંગ ઈએ શુક્રવારે યૂએનમાં કહ્યું હતું કે કાશ્મીર એક વિવાદીત મુદ્દો છે અને તેનું સમાધાન શાંતિપૂર્વક, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના નિયમો , સુરક્ષા પરિષદના સંકલ્પો અને દ્વીપક્ષીય કરારો અંતર્ગત થવું જોઇએ. તેમણે કહ્યું, એકપક્ષીય રીતે કરવામાં આવેલી કોઇ પણ કાર્યવાહી યથાસ્થિતિ ને બદલી ન શકે. આશા છે કે પડોસી દેશ ભારત અને પાકિસ્તાન પ્રભાવી રૂપથી આ વિવાદને ખતમ કરશે અને તેમના સંબંધોમાં સ્થિરતા આવશે.

ચીન ભારતની સ્થિતિ વિશે જાણે છે- રવીશ કુમાર
રવીશ કુમારે કહ્યું- ચીની પક્ષ જમ્મૂ કાશ્મીરને લઇને ભારતની સ્થિતિથી અવગત છે. જમ્મૂ કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે અને તાજેતરમાં જ જે ઘટનાક્રમ થયો છે તે દેશનો આંતરિક મામલો છે. અમને આશા છે કે ચીન તેને સમજશે અને પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીરમાં જે ગતિવિધી ચલાવી રહ્યું છે તેના પર તાત્કાલિક રોક લગાવશે.