કડક વલણ / કાશ્મીર અંગે ભારતે કહ્યું - કાશ્મીર અમારું, તૂર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાન તેમનું જ્ઞાન વધારે

India on Turkish President's statement on Kashmir, Do not interfere with our internal matter, increase your understanding

  • વિદેશ મંત્રાલયે બેજવાબદાર નિવેદનોને વખોડ્યા 
  • સલાહ આપી કે, પાક. પોષિત આતંકવાદના ખતરાને સમજો 
  • ભારત, પાકિસ્તાન સાથે તૂર્કીના રાજકીય-વેપારી સંબંધ રહ્યા છે 

Divyabhaskar.com

Feb 16, 2020, 04:49 AM IST

નવી દિલ્હીઃ ભારતે કાશ્મીર પર તૂર્કીના રાષ્ટ્રપતિ રેસપ એદોર્ગનના બેજવાબદાર નિવેદનનો આક્રમક વિરોધ કર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે શનિવારે મીડિયાને કહ્યું કે, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. તેથી યોગ્ય રહેશે કે, તૂર્કીના રાષ્ટ્રપતિ ભારતના આંતરિક મામલામાં દખલગીરી ના કરે. તેઓ તેમના જ્ઞાનમાં વધારો કરે. તેમણે પાકિસ્તાનમાં ચાલતી ભારત વિરોધી આતંકી ગતિવિધિથી ભારત સહિતના દેશો પર વધતા ખતરા વિશે વિચારવું જોઈએ. ભારત કાશ્મીર અંગેનું તૂર્કીનું નિવેદન વખોડી કાઢે છે. ભારત અને તૂર્કી મિત્ર દેશો છે, પરંતુ તૂર્કીએ આ પહેલાં પણ ભારતની આંતરિક બાબતો અંગે નિવેદન કર્યા છે. તે તથ્યાત્મક રીતે ખોટા અને પૂર્વગ્રહયુક્ત છે. એદોર્ગને પાકિસ્તાન સંસદના સંયુક્ત સત્રને સંબોધતા કહ્યું હતું કે, કાશ્મીર પાકિસ્તાન માટે જેટલું મહત્ત્વનું છે, એટલું જ તૂર્કી માટે છે.

ભારત: તૂર્કી આપણને નિકાસ ઓછી કરે છે, પરંતુ આયાત તેનાથી 10 ગણી વધુ
તૂર્કી ભારતને નિકાસ ઓછી કરે છે, પરંતુ ભારતમાંથી તેની આયાત નિકાસથી દસ ગણી વધુ છે. ભારતને તૂર્કી સોનું, સંગેમરમર, કાચી ધાતુ અને તલની નિકાસ કરે છે. ભારતથી તે પેટ્રોલિયમ અને દોરા મંગાવે છે.

પાકિસ્તાન: 3 વર્ષમાં તૂર્કીએ પાકિસ્તાનમાં રૂપિયા 7,153 કરોડનું રોકાણ કર્યું

  • પાકિસ્તાન અને તૂર્કી ઈસ્લામિક દુનિયાના સુન્ની બહુમતી ધરાવતા દેશો છે. પાકે. 2016માં એદોર્ગન વિરુદ્ધ સેનાએ શાસન ઉથલાવવા કાવતરું ઘડ્યું હતું, તેનો વિરોધ કર્યો હતો.
  • તૂર્કી 2017થી અત્યાર સુધી પાકિસ્તાનાં રૂ. 7,153 કરોડ રોકાણ કરી ચૂક્યું છે. તૂર્કી પાકિસ્તાનને મેટ્રો બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ પણ આપે છે.
  • બંને વચ્ચે મુક્ત વેપાર સમજૂતિ પણ થવાની છે. તેનાથી તેમનો દ્વિપક્ષીય વેપાર રૂ. 6,438 કરોડથી વધીને રૂ. 71,527 કરોડે પહોંચશે. મલેશિયા કાશ્મીર મુદ્દે પાક.નું સમર્થન કરે છે.

મ્યુનિક સંમેલન : જયશંકરનો અમેરિકાને જવાબ- કાશ્મીરની ચિંતા ના કરો
મ્યુનિક: જર્મનીમાં ચાલતા મ્યુનિક સુરક્ષા સંમેલનમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાને આકરો જવાબ આપ્યો છે. અમેરિકન સેનેટર લિન્ડસે ગ્રાહમે પૂછ્યું કે, કાશ્મીરમાં લોકડાઉન ક્યાં સુધી ચાલશે. ભારત-પાકિસ્તાને એ આશ્વસ્ત કરવું પડશે કે, આ મુદ્દો ઝડપથી સુલઝાવી દેવામાં આવે. આ મુદ્દે જયશંકરે કહ્યું કે, ચિંતા ના કરો. એક લોકતંત્ર (ભારત) તેનો ઉકેલ લાવી દેશે અને તમે જાણો છો કે, તે કયો દેશ છે. યુએન પર ઈતિહાસની તુલનામાં અત્યારે વિશ્વાસ ઘટ્યો છે. હવે યુએનમાં એ બાબત નથી રહી, જે 75 વર્ષ પહેલા હતી. યુએન ઘણાં ફેરફારો માંગે છે. એવા અનેક દેશ છે, જે રાષ્ટ્રવાદને લઈને વધુ આક્રમક છે. અમેરિકા-ચીન સહિત દુનિયાના અનેક દેશોનું તેના પર જોર છે.
તુર્કીએ સંયુક્ત રાષ્ટ્રમાં પણ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો
અર્દોઆને સપ્ટેમ્બરમાં સંયુકત રાષ્ટ્રમાં પણ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કાશ્મીરમાં સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવોનું ઉલ્લંઘન કરવાનો દાવો કર્યો હતો. અર્દોઆને કહ્યું હતું કે, ભારતીય કાશ્મીરમાં 80 લાખ લોકો ફસાયેલા છે. દક્ષિણ એશિયાની સ્થિરતાને કાશ્મીરમાંથી અલગ ન કરી શકાય. તેમણે કહ્યું હતું કે, કાશ્મીરનો મુદ્દો 72 વર્ષ જૂનો છે. તેનો ન્યાય અને નિષ્પક્ષતાના આધારે વાતચીત દ્વારા નિવેડો લાવવો જોઈએ. તેમણે કાશ્મીર સંઘર્ષ અંગે ધ્યાન આપવામાં નિષ્ફળ રહેવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયની ટિકા કરી હતી.

X
India on Turkish President's statement on Kashmir, Do not interfere with our internal matter, increase your understanding
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી