ભારત અમેરિકા માટે પોલ્ટ્રી-ડેરી બજાર ખોલી શકે છે , 8 કરોડ પરિવારની રોજગારીને અસર થવાની દહેશત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારત પ્રવાસ પર આવી રહ્યા છે - Divya Bhaskar
ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારત પ્રવાસ પર આવી રહ્યા છે
  • સરકારે અમેરિકી ચિકન લેગ પર ટેરિફ 100 ટકાથી ઘટી 25 ટકા કર્યો, ડેરી ઉત્પાદનો પર 5 ટકા ડ્યુટી નક્કી કરી
  • અમેરિકા ચીન બાદ ભારતનો બીજો સૌથી મોટો વ્યાપારી ભાગીદાર દેશ છે

નવી દિલ્હી/વોશિંગ્ટનઃ અમેરિકાની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ મહિને પ્રથમ વખત ભારતના સત્તાવાર પ્રવાસ પર આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન વ્યાપાર સમજૂતી હેઠળ ભારત, અમેરિકા માટે તેના પોલ્ટ્રી-ડેરી બજારને આંશિક સ્વરૂપમાં ખોલવા માટે મંજૂરી આપી શકે છે. ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે અને અત્યાર સુધી તમામ પ્રકારના ડેરી ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ લગાવવામાં આવેલો છે. અલબત, ભારતમાં આશરે 8 કરોડ ગ્રામિણ પરિવાર પ્રત્યક્ષ રોજગારી મેળવે છે. આ સંજોગોમાં ભારતની આ પહેલને લીધે આ સેક્ટરને અસર થાય તેવી શક્યતા છે.
અમેરિકા, ચીન બાદ ભારતનો બીજો સૌથી મોટો વ્યાપારી ભાગીદાર દેશ છે. બન્ને દેશ વચ્ચે વ્યાપાર વર્ષ 2018માં 142.60 અબજ ડોલર (10.12 લાખ કરોડ રૂપિયા) સુધી પહોંચી ગયો હતો. અમેરિકાની ભારત સાથે વર્ષ 2019માં 23.2 અબજ ડોલર (1.65 લાખ કરોડ રૂપિયા)ની વેપારી ખાધ હતી. ત્યારે ભારત અમેરિકાનો 9માં ક્રમનો સૌથી મોટો વ્યાપાર ભાગીદાર દેશ છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતે અમેરિકાના ચિકન લેગ અને તુર્કીથી બ્લૂબેરીઝ તથા ચેરીની આયાત કરવા મંજૂરી આપેલી છે. ચિકન લેગ પર ટેરિફ 100 ટકાથી ઘટાડી 25 ટકા કરવામાં આવેલ છે. જોકે અમેરિકા ટેરિફના આ દર ઘટાડી 10 ટકા કરવામાં આવે તેવું ઈચ્છે છે.

ટ્રમ્પે ભારતને ટેરિફ કિંગ કહ્યું હતું
સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોદી સરકારે અમેરિકાના ડેરી ઉત્પાદનોને પણ મંજૂરી આપી છે, જોકે આ માટે 5 ટકા ટેરિફ અને કારોબારી આબકારી જકાત લાગુ કરી છે. સરકાર અમેરિકી મોટરસાયકલ કંપની હાર્લે-ડેવિડસન પર અગાઉથી 50 ટકા ટેરિફ ઓછા કરેલ છે. આ સંજોગોમાં પણ ટ્રમ્પે નારાજગી દર્શાવી હતી અને ભારતને ટેરિફ કિંગ કહ્યું હતું. જોકે તેનાથી હાર્લેના વેચાણ પર વધારે અસર થઈ ન હતી.
 

અન્ય સમાચારો પણ છે...