વેપાર / અમેરિકા માટે ભારત પોલ્ટ્રી-ડેરી બજાર ખોલી શકે છે, 8 કરોડ પરિવારોના ગુજરાન પર અસરની આશંકા

India may open poultry-dairy market for US

  •  સરકારે અમેરિકન ચિકન લેગ પર ભાડું 100%થી ઘટાડીને 25% કર્યું, ડેરી ઉત્પાદન પર 5% કિંમતની મર્યાદા નક્કી 
  • ટ્રમ્પ પહેલી વખત ભારત પ્રવાસે આવી રહ્યા છે, ભારતની પહલ પછી GSPનો દરજ્જો પાછો મળવાની આશા વધી  ગઈ  છે.

Divyabhaskar.com

Feb 14, 2020, 03:55 PM IST

નવી દિલ્હી/ વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ મહિને પહેલી વખત ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યાં છે. આ દરમિયાન સિમિત વેપાર કરાર હેઠળ ભારત અમેરિકા માટે પોતાનું પોલ્ટ્રી અને ડેરી બજાર આંશિક રીતે ખોલવાની મંજૂરી આપી શકે છે. ભારત દુનિયાનું સૌથી મોટું દુધ ઉત્પાદક દેશ છે અને અત્યાર સુધી તમામ પ્રકારના ડેરી ઉત્પાદકોની આયાત પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે.કારણ કે ભારતમાં આની સાથે સીધા 8 કરોડ ગ્રામીણ પરિવારની આજીવિકા જોડાયેલી છે.એવામાં ભારતની રજુઆતથી આ સેક્ટર પર અસર પડવાની શક્યતા છે.

અમેરિકા, ચીન બાદ ભારતનો બીજો સૌથી મોટા વેપાર સહયોગી છે. બન્ને દેશ વચ્ચે વેપાર 2018માં 142.6 બિલીયન ડોલર(10.12 લાખ કરોડ રૂપિયા) સુધી પહોંચી ગયો હતો. અમેરિકાનું ભારત સાથે 2019માં 23.2 બિલિયન ડોલર(1.56 લાખ કરોડ રૂપિયા)નું વેપાર નુકસાન થયું હતું. સાથે જ ભારત, અમેરિકાનું 9મું સૌથી મોટો વેપાર સહયોગી દેશ છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભારતે અમેરિકન ચિકન લેગ અને તુર્કીથી બ્લૂબેરી અને ચેરીને આયાત કરવાની મંજૂરી આપી દીધી છે. ચિકન લેગ પર ભાડું 100%થી ઘટાડીને 25% કરી દેવાયું છે, પરંતુ અમેરિકન વર્તાકાર આ ભાડાને 10% પર લાવવા માંગે છે.

ટ્રમ્પે ભારતને ટેરિફ કિંગ કહ્યું હતું
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોદી સરકારે અમેરિકન ડેરી ઉત્પાદનને પણ મંજૂરી આપી છે, પરંતુ આના માટે 5% ટેરિફ અને વેપારી સીમા લાગું કરવામા આવી છે. સરકાર અમેરિકન મોટરસાઈકલ કંપની હાર્લે-ડેવિડસન પર પહેલા જ 50% ટેરિફ ઓછો કરી ચુકી છે. ત્યારે પણ ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરી હતી અને ભારતને ટેરિફ કિંગ કહ્યો હતો. જો કે, આનાથી હાર્લેના વેચાણ પર વધારે અસર નહોતી પડી.

અમેરિકાએ 2019માં ભારત પાસેથી GSPનો દરજ્જો પાછો લીધો હતો
રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2019માં ભારતે જનરલાઈજ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરેન્સેન્જ(GSP)નો દરજ્જો છીનવી લીધો હતો. અમેરિકાએ 1970ના દાયકામાં આ દરજ્જો ભારત સહિત અન્ય દેશોને આપી દીધો હતો. જ્યારે વડાપ્રધાન મોદીએ આયાત કરવાની તમામ મેડિકલ ડિવાઈસ, કાર્ડિયાક સ્ટેટ અને ક્ની ટ્રાન્સપ્લાન્ટ જેવા ઉપકરણો પર ટેરિફ વધારી દીધો હતો ત્યારે અમેરિકાએ આ પગલું ભર્યું હતું. ભારતે ઈ-કોમર્સ કંપનીઓ પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. ટ્રમ્પની આ મહિને થનારી યાત્રાથી એ આશા જાગી છે કે ભારત તરફતી ટેરિફમાં થોડો ઘટાડો કર્યા બાદ GSP દરજ્જો પાછો મળી શકે છે.

ટ્રમ્પ આ મહિને 24-25 ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ગુજરાતના અહેમદાવાદમાં કેમ છો ટ્રમ્પ કાર્યક્રમને સંબોધિત કરશે અને ત્યારબાદ દિલ્હીમાં મોદી સાથે વાતચીત કરશે. બન્ને દેશો વચ્ચે વેપાર સમજૂતી પર હસ્તાક્ષર થવાની આશા છે. મોદીએ કહ્યું હતું કે, ભારતે તેમના વિશેષ મહેમાનનું યાદગાર સ્વાગત કરશે. ટ્રમ્પ પહેલા છેલ્લી વખત પૂર્વ રાષ્ટ્રપતિ બરાર ઓબામા 2015માં ભારતની મુલાકાતે આવ્યા હતા.

X
India may open poultry-dairy market for US

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી