તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુલ્તાન કાબૂસના નિધને ભારતનો ખાડીમાં એક મહત્વનો સહયોગી ગુમાવ્યો, સરકારે એક દિવસના રાજકીય શોકની જાહેરાત કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓમાનના સુલ્તાન કાબૂસ બિન સઈદ (ફાઈલ ફોટો) - Divya Bhaskar
ઓમાનના સુલ્તાન કાબૂસ બિન સઈદ (ફાઈલ ફોટો)

નવી દિલ્હીઃ ઓમાનના સુલ્તાનનું અવસાન થતા ભારતે એક દિવસ માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. સરકારે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે સોમવારે એટલે કે 13મી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવશે અને તે દિવસે રાષ્ટ્રીય શોક રહેશે.આધુનિક અરબમાં લાંબા સમય સુધી શાસન કરનારા સુલ્તાન કાબૂસ બિન સઈદ(Sultan Qaboos bin Said)નું 79 વર્ષની વયે શુક્રવારે અવસાન થયું હતું. તેમના અવસાન બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો.  
મળેલી માહિતી પ્રમાણે સુલ્તાન છેલ્લા કેટલાક સમયથી કેન્સરથી પિડીત હતા. વર્ષ 1970માં તેઓ સુલ્તાન બન્યા હતા. કાબૂસ કોઈ વારસ ધરાવતા નથી. પરંતુ ઓમાનના બંધારણ પ્રમાણે સિંહાસન ખાલી થાય તેના ત્રણ દિવસમાં શાહી પરિવારે તેમના ઉત્તરાધિકારીની જાહેરાત કરવાની હોય છે. ઓમાનના સાંસ્કૃતિક બાબતના પ્રધાન અને કાબૂસના પિત્રાઈ ભાઈ હૈસમ બિન તારિકે નવા સુલ્તાન તરીકે શપથ લીધા છે. ઓમાન સરકારે શનિવારે ટ્વિટ કરી હૈસમ બિન તારિકને દેશના નવા સુલ્તાન તરીકે શપથ લીધા હોવાની જાહેરાત કરી હતી. સુલ્તાનના અવસાન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

વર્ષ 1970માં ફક્ત 30 વર્ષની ઉંમરે ઓમાનની ગાદી પર બેઠા હતા
તેમનો જન્મ 18મી નવેમ્બર,1940ના રોજ સલાલાહમાં થયો હતો. તેઓ અલ બુ સઈદ વંશના વંશજ હતા. સુલ્તાન કાબૂસનો અભ્યાસ ભારત અને સેન્ડહર્સ્ટની રોયલ મિલિટ્રી એકેડમીમાં થયો હતો. સઈદે 30 વર્ષની વયે પિતા સઈદ બિન તૈમૂરને સત્તા પરથી હટાવી ઓમાનની ગાદી પર બેઠા હતા. પાંચ વર્ષના શાસનમાં જ સઈદે ઓમાનને ગરીબીમાંથી બહાર કાઢી વિકાસની નવી ઉંચાઈ પર લાવી દીધુ હતું. સઈદે ઓઈલ ભંડારો મારફતે ખાડી દેશોમાં ઓમાનને એક મજબૂત સ્થાન અપાવ્યું હતું. આ ઉપરાંત તેમણે વિશ્વભરના દેશો સાથેના સંબંધોને મજબૂત કર્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો