ટ્રેનિંગ / છેલ્લા એક વર્ષમાં ટાટા પાવર સ્કિલ ડેવલોપમેન્ટ ઈન્સ્ટિટ્યુટે ગુજરાતના મુન્દ્રામાં 3,372 લોકોને તાલીમ આપી

In the last one year Tata Power School Development Institute trained 3,372 people in Mundra, Gujarat.
X
In the last one year Tata Power School Development Institute trained 3,372 people in Mundra, Gujarat.

  • ભારત સરકારે પણ વર્ષ 2022 સુધીમાં સોલરમાંથી 100 ગીગાવોટ ક્ષમતા સ્થાપિત કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે
  • ભારતમાં વર્ષ 2040 સુધીમાં વીજળીની માંગ વધીને હાલ કરતાં ત્રણ ગણી થઈ જશે 

Divyabhaskar.com

Jun 10, 2019, 05:28 PM IST

અમદાવાદ: ટાટા પાવર સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ(TPSDI) ટાટા પાવરની કામગીરીનાં ક્ષેત્રોમાં અને એની આસપાસ વસતાં સમુદાયોમાં વસતાં લોકોને ઉદ્યોગ માટે, ખાસ કરીને વીજ અને આનુષંગિક ક્ષેત્રોમાં જરૂરી કુશળતા સાથે લોકોને સક્ષમ બનાવવા અને રોજગાર દક્ષતા વધારવા પ્રયાસરત છે. TPSDIએ ભારતભરમાં પાંચ સ્કિલિંગ હબ ધરાવે છે. એનું એક કેન્દ્ર ગુજરાતમાં મુન્દ્રામાં છે, જેમાં ગયા નાણાકીય વર્ષમાં એપ્રિલ, 2018થી માર્ચ 2019 સુધીમાં 3,372 લોકોને તાલીમ આપવામાં આવી હતી.

2018થી માર્ચ 2019 સુધીમાં 3,372 લોકોને તાલીમ આપવામાં આવી

ભારતની વસતિ અને એની આકાંક્ષાઓ વિશાળ છે. ભારતમાં ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે અને એની સાથે વીજળી માટેની માગમાં વધારો થઈ રહ્યો છે. એક ધારણા મુજબ, ભારતમાં વર્ષ 2040 સુધીમાં વીજળીની માંગ વધીને હાલ કરતાં ત્રણ ગણી થઈ જશે. આ ઝડપી વૃદ્ધિનું વ્યવસ્થાપન કરવા અને એને ઝડપથી પૂર્ણ કરવા વીજળી અને આનુષંગિક ક્ષેત્રોને તૈયાર ઉપલબ્ધ કુશળ વર્કફોર્સની જરૂર પડશે. TPSDIની કૌશલ્ય આધારિત તાલીમનો ઉદ્દેશ આ માંગ પૂર્ણ કરવાનો છે. ભારત સરકારે પણ વર્ષ 2022 સુધીમાં સોલરમાંથી 100 ગીગાવોટ અને પવન ઊર્જામાં 60 ગીગાવોટની ક્ષમતા સ્થાપિત કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. પર્યાવરણને અનુકૂળ અને નવીનીકરણ ઊર્જા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ભારતને સૌર અને પવન ઊર્જાનાં ક્ષેત્રોમાં સારી રીતે તાલીમબદ્ધ વર્કફોર્સની જરૂર પડશે. સંસ્થા સૌર અને પવન ઊર્જામાં વિવિધ અભ્યાસક્રમો પણ ઓફર કરે છે, જે લોકોને રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં કામ કરવામાં કુશળ હશે.

TPSDIની ભૂમિકા અને વિઝન પર તેના ચીફ જયવદન મિસ્ત્રીએ કહ્યું હતું કે, ભારતની આર્થિક વૃદ્ધિ વીજ ક્ષેત્રની સતત વૃદ્ધિ સાથે સીધી જોડાયેલી છે. TPSDI દ્વારા ટાટા પાવર વ્યક્તિઓને બજાર માટે જરૂરી અને રોજગારલક્ષી કુશળતાઓની સરળતાપૂર્વક સુલભ કરાવી સમુદાયમાં પોતાનું પ્રદાન કરવા ઇચ્છે છે. અમને વર્ષોથી TPSDIની પ્રગતિને લઈને ખુશી છે તથા અમે અમારાં પ્રયાસો જાળવી રાખીશું અને ભારતીય વીજ ક્ષેત્રમાં નોંધપાત્ર સારી કુશળતા ધરાવતી વર્કફોર્સને સુનિશ્ચિત કરવાનાં વિઝનને આગળ વધારીશું.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી