તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • In The Current Lok Sabha 135 Percent Work Was Done, 37 Seats Were Held In 51 Days Session

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

17મી લોકસભા 67 વર્ષની સૌથી વધુ પ્રોડક્ટિવ, 33 બિલ રજૂ કર્યાં, તમામ પસાર, 280 કલાક કામ થયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ફાઇલ તસવીર
  • વર્તમાન લોકસભામાં 135 ટકા કામ થયું, 51 દિવસના સત્રમાં 37 બેઠક યોજાઈ

નવી દિલ્હી: ચાલુ વર્ષની એટલે કે 17મી લોકસભાનું પહેલું સત્ર 67 વર્ષમાં સૌથી વધુ પ્રોડક્ટિવ રહ્યું. સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે સત્ર ખતમ થતા પહેલા કહ્યું કે, આ 1952 પછીનું સૌથી પ્રોડક્ટિવ સત્ર છે. 51 દિવસના સત્રમાં 37 બેઠક યોજાઈ અને કુલ 280 કલાક કામ થયું. તેમાં 71 કલાક એવા છે, જેમાં સાંજે છ વાગ્યા પછી પણ કામ થયું. એક દિવસ તો ગૃહનું કામ રાત્રે 12 વાગ્યા સુધી ચાલ્યું હતું. આ દરમિયાન વિરોધને પગલે ગૃહ એક પણ મિનિટ માટે સ્થગિત ના થયું. લોકસભામાં કુલ 36 બિલ રજૂ કરાયા, જે તમામ પસાર થઈ ગયા. ત્રણ યથાપારિત બિલ રાજ્યસભાથી આવ્યા હતા. આમ, લોકસભામાં 135% કામ થયું. પહેલા સત્રમાં 265 નવા સભ્યોએ વાત કરવાની તક મળી. સામાન્ય રીતે, પહેલીવાર પસંદ થયેલા તમામ સાંસદોને ગૃહમાં પહેલીવાર બોલવાની તક એકથી દોઢ વર્ષ પછી મળતો હતો. 

શૂન્યકાળમાં સભ્યોએ 1086 મુદ્દા ઉઠાવ્યા 

  • શૂન્યકાળમાં સભ્યોએ 1086 મુદ્દા ઉઠાવ્યા. પહેલીવાર પસંદ કરેલા 265 સભ્યમાંથી 229ને પોતાના ક્ષેત્રના મામલા ઉઠાવ્યા. પહેલીવાર ચૂંટાયેલી 46 મહિલા સાંસદમાંથી 42ને મુદ્દા ઉઠાવવાની તક મળી.
  • 18 જુલાઈએ શૂન્યકાળ ચાર કલાક, 48 મિનિટ ચાલ્યો. આ દરમિયાન 161 સભ્યે પોતાની વાત મૂકી. એ પહેલા આ સત્રમાં 26 જૂને 84 સભ્યે શૂન્યકાળમાં હિસ્સો લઈને રેકોર્ડ બનાવ્યો હતો, જે 22 દિવસ પછી આ સત્રમાં તૂટી ગયો.
  • પ્રશ્નકાળમાં 183 તારાંકિત સવાલોના જવાબ આપ્યા. સરેરાશ 7.6 પ્રશ્નોનો જવાબ અપાયા, જ્યારે પાછલી લોકસભા સુધી સરેરાશ 3.35 પ્રશ્નોના જવાબ હતા.
  • નિયમ 377 હેઠળ 488 લોક મહત્ત્વના મામલા ઉઠાવાયા, જે કોઈ એક સત્રમાં ઉઠાવેલા મામલાનો રેકોર્ડ છે.
  • ગૃહમાં 118 બિન સરકારી સંકલ્પ રજૂ કર્યા, ગૃહનું કામકાજ સતત ચલાવવા પાંચ બેઠકમાં લંચ બ્રેક પણ ના લેવાયો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો