ભાસ્કર વિશેષ / રાજ્યસભાના પ્રશ્નકાળમાં સભ્યો ગેરહાજર, પૂછાતાં જવાબ મળ્યા- ફેક્ટ ચેક કરવા ગયો હતો, ટોઈલેટમાં હતો, વાઈરલ ફીવર છે

વેંકૈયા નાયડુની ફાઇલ તસવીર
વેંકૈયા નાયડુની ફાઇલ તસવીર

  • સાત સાંસદો ગેરહાજર રહેતા સ્પીકર વેંકૈયા નાયડુ નારાજ થયા, કહ્યું- મીડિયા તેમના નામ છાપે

Divyabhaskar.com

Dec 03, 2019, 04:10 AM IST
મુકેશ કોશિક, નવી દિલ્હી: રાજ્યસભામાં પ્રશ્નકાળ સોમવારે એક કલાકથી પાંચ મિનિટ પહેલાં જ પૂરો થઈ ગયો. પ્રશ્નકાળ દરમિયાન પ્રશ્ન પૂછનારા અડધા સભ્યો ગાયબ હતા. તેથી સભાપતિ વેંકૈયા નાયડુ નારાજ થઈ ગયા. તેમણે મીડિયાને પૂછ્યું- તે આવા સભ્યોના નામ પણ જનતાને જણાવો જેથી તેમને ખબર પડે કે આ સાંસદ કોણ છે. સભાપતિએ પાછળથી રાજ્યસભાની પ્રશ્ન બ્રાન્ચને ગાયબ સભ્યોની યાદી માંગી હતી. જાણવા મળ્યું કે સાત સભ્યો ગેરહાજર હતા. સંસદના બંને ગૃહમાં પ્રશ્નકાળ સભ્યો માટે બહુ મહત્ત્વનો હોય છે. સભ્ય જે પ્રશ્ન પૂછે છે બેલેટ દ્વારા તેમાંથી 15 સવાલ પસંદ કરવામાં આવે છે. જેના મંત્રીઓને ગૃહમાં તે સમયે હાજર રહેવું પડે છે.તેઓ સભ્યોના પૂરક પ્રશ્નોનો જવાબ આપે છે. સરકાર જવાબ આપવા માટે એક સપ્તાહથી તૈયારી કરે છે.
સપાના રવિપ્રકાશે કહ્યું- જ્યારે પાછો ફર્યો હતો, સવાલ આવી ગયો હતો; મેં હાથ ઊંચો કર્યો પણ મને જોયો જ નહીં
(વિનય વિશ્વમ, સીપીઆઈ) : જમ્મુ-કાશ્મીર, લદાખમાં કેટલાક જાહેર પ્રોજેક્ટ ચાલુ થયા.
જવાબ : હું એ જ સમયે ટોઈલેટમાં ગયો હતો. સભાપતિની નારાજગીની જાણ થઈ તો તરત જ તેમના ચેમ્બરમાં ગયો. તેઓ મારા જવાબથી સંતુષ્ટ હતા.
(ધર્મપુરી શ્રીનિવાસ) : તેલંગાણામાં હાઈવે બનાવવા સરકાર શું કરી રહી છે.
જવાબ : ભારે અવાજમાં કહ્યું- તબિયત ખરાબ છે, વાઈરલ ફીવર થયો છે.
(રોનાલ્ડ સાપા લાઉ (કોંગ્રેસ)) : લઘુ પ્રોજેક્ટ માટે નવી ટેકનોલોજી લાવવા સરકાર શું કરી રહી છે.
જવાબ : ગેરહાજર. ત્રણે ફોન સ્વિચ ઓફ મળ્યા.
(મોહમ્મદ નદીમુલ, ટીએમસી) : છેલ્લા ત્રણ વર્ષમાં સરકારે અખબારોમાં આપેલી જાહેરાતની વિગત શું.
જવાબ : ગેરહાજર. ફોન આઉટ ઓફ કવરેજ.
(પી ભટ્ટાચાર્ય, કોંગ્રેસ) : શું સરકારની ચરખા અને પ્રોત્સાહન આપવાની કોઈ યોજના છે.
જવાબ : ગેરહાજર, ફોન પર સંપર્ક ના થઈ શક્યો.
(રવિ પ્રકાશ વર્મા, સપા) : છેલ્લા ત્રણ વર્ષમાં હાઈવે માટે કેટલો ખર્ચ થયો.
જવાબ : હું એક મિનિટ માટે ફેક્ટ ચેક કરવા બહાર ગયો તો પરત થયો તો સવાલ આવી ગયો હતો. પછી મેં હાથ ઊંચો કર્યો. સભાપતિએ જોયું જ નહીં.
(શશિકલા પુષ્પા, અન્ના દ્રમુક) : શું મન્નારની ખાડીને સંવેદનશીલ તટક્ષેત્રની શ્રેણીમાં રાખવામાં આવી છે.
X
વેંકૈયા નાયડુની ફાઇલ તસવીરવેંકૈયા નાયડુની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી