ફેસ્ટિવ સિઝન / ઓટો સેક્ટર 40 ટકા સુધી ‌‌‌‌વધશે, ટીવી-ફ્રિઝ જેવાં સાધનોનું વેચાણ 15 ટકા સુધી વધશે

In festival season auto sector to grow by 40 percent

  • રક્ષાબંધનથી ફેસ્ટિવ સિઝન, સારા ચોમાસાના કારણે બજારમાં તેજી આવશે
  • ગોલ્ડ માર્કેટ: મંદી રહેશે, પરંતુ લગ્નગાળામાં આશા

Divyabhaskar.com

Aug 11, 2019, 01:20 AM IST

વિનોદ યાદવ, મુંબઈ: આવતા અઠવાડિયે રક્ષાબંધન સાથે જ દેશમાં તહેવારોની સીઝન ચાલુ થશે. લાંબા સમયથી મંદીમાં ફસાયેલું ઓટો સેક્ટર આ સીઝનમાં ગતિ પકડે એવી આશા છે. નિષ્ણાતો કહે છે કે, આ વખતે આ ક્ષેત્રમાં 40% સુધીનો વિકાસ જોવા મળશે. જોકે, સોનાનો ભાવ સતત વધવાથી મુખ્ય બજારોમાં સન્નાટો છે, પરંતુ જ્વેલર્સને નવેમ્બરથી શરૂ થતા લગ્નગાળામાં વેચાણની આશા છે. શુગર મિલ્સ એસોસિયેશનના ડિરેક્ટર સંજય બેનરજી કહે છે કે, આ વખતે ખાંડના ભાવ વધવાની આશા નહીં બરાબર છે કારણ કે, દેશમાં ખાંડનો સ્ટોક ભરપૂર છે. હવે આવતા વર્ષે ખાંડનું ઉત્પાદન ઓછું થશે તો પણ તેની પૂર્તિ થઈ જશે.

કેવાં રહેશે આ મુખ્ય ક્ષેત્રના બજારો? નવેમ્બરના પહેલા મુહૂર્તમાં 31 હજાર લગ્નોની આશા

હોમ એપ્લાયન્સીસ ક્ષેત્ર: 10 હજાર કરોડનો બિઝનેસ થશે
કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સીસ મેન્યુફેક્ચરર્સ એસો.ના ચેરમેન કમલ નંદી કહે છે કે, આ બજાર રૂ. 35 હજાર કરોડનું છે. આશા છે કે, આ સીઝનમાં રૂ. 10 હજાર કરોડનો બિઝનેસ થશે. અમને 15% સુધીના ગ્રોથની આશા છે, જેનું કારણ હવામાન વિભાગના અહેવાલ છે. ગયા વર્ષે ફેસ્ટિવ સીઝનનો ગ્રોથ માંડ 6% હતો. જોકે, આ વખતે રેપો રેટ અને બેંકો દ્વારા દર ઘટાડાયા તેની પણ પોઝિટિવ અસર જોવા મળશે.

ગોલ્ડ માર્કેટ: મંદી રહેશે, પરંતુ લગ્નગાળામાં આશા
મુંબઈ જ્વેલર્સ એસો.ના કુમાર જૈન કહે છે કે, અત્યારે 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 38 હજાર છે. ગયા વર્ષે રક્ષાબંધને આ ભાવ રૂ. 27-28 હજાર હતો. ગયા વર્ષે લગ્નના 62 મુહુર્ત હતા, પરંતુ આ વખતે 78 છે. નવેમ્બરમાં લગ્નના પહેલા મુહુર્તમાં દેશમાં 31 હજાર જેટલા લગ્ન છે. અમને આ ગાળામાં વેચાણની આશા છે.

ઓટો મોબાઈલ સેક્ટર: છ મહિના પછી વાહન મોંઘાં થશે
ફેડરેશન ઓફ ઓટો મોબાઈલ ડીલર્સ એસોસિયેશનના ચેરમેન આશિષ કાલે કહે છે કે, આ વખતે આરબીઆઈએ ફેસ્ટિવ સીઝન પહેલા ચોથી વાર રેપો રેટ ઘટાડ્યો છે. બેંકો પણ ઈન્ટરેસ્ટ રેટ ઘટાડી રહી છે અને વરસાદ પણ સારો છે. આ કારણસર ગ્રાહકોને સારી એવી ખરીદીની તક મળશે. છ મહિના પછી બીએસ-6 એન્જિન આવવાના છે, જેના કારણે વાહનોના ભાવ વધશે. એટલે હાલ વેચાણ વધી શકે છે.

X
In festival season auto sector to grow by 40 percent
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી