ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ / દિલ્હીના શાહીનબાગમાં દેખાવોને કારણે ફક્ત અડધા કિમીનો રસ્તો બંધ પણ રોજ 4 લાખ લોકો હેરાન

દિલ્હીના શાહીનબાગમાં દેખાવકારો રાત્રે પણ માર્ગો પર અડગ રહે છે.
દિલ્હીના શાહીનબાગમાં દેખાવકારો રાત્રે પણ માર્ગો પર અડગ રહે છે.

  • CAA વિરુદ્ધ શાહીન બાગમાં વિરોધ-દેખાવોને એક મહિનો પૂરો
  • 10 મિનિટનું અંતર કાપવામાં દોઢ કલાક થઈ જાય છે, બજાર પર પણ અસર

Divyabhaskar.com

Jan 14, 2020, 02:10 AM IST
નવી દિલ્હી: નાગરિકતા સુધારા કાયદા અને એનઆરસી વિરુદ્ધ દિલ્હીના શાહીનબાગમાં સ્થાનિકોના દેખાવોને સોમવારે એક મહિનો થઈ ગયો. દેખાવોમાં મહિલાઓ અને બાળકો જોડાયાં છે. દેખાવોનું નેતૃત્વ કોઈ મોટો નેતા નથી કરી રહ્યો. દેખાવ કરી રહેલા લોકો કહે છે કે તે બધા જ નેતા છે અને સીએએ વિરુદ્ધ એકજૂથ છે. દેખાવોને લીધે શાહીનબાગ-કાલિન્દી કુંજ રોડ બંધ છે. તે ફક્ત અડધા કિમીનો છે. તે નોઈડાના માધ્યમથી ફરિદાબાદને દક્ષિણ દિલ્હી સાથે જોડે છે. આશરે ચાર લાખ લોકો તેનો દરરોજ ઉપયોગ કરે છે. ચક્કાજામને લીધે 10 મિનિટનું અંતર કાપવામાં હવે દોઢ કલાકનો સમય લાગી રહ્યો છે.
29 દિવસ પછી કુલપતિએ કહ્યું - FIR નહીં નોંધો તો હાઈકોર્ટ જઇશું
જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સોમવારે કુલપતિ નજમા અખ્તરની ઓફિસ ઘેરી લીધી. વિદ્યાર્થી સવારથી કેમ્પસમાં દેખાવો કરી રહ્યા હતા. તેમની માગ હતી કે કેમ્પસમાં પોલીસ લાઠીચાર્જ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવે. કુલપતિએ કહ્યું કે પોલીસ મંજૂરી વિના કેમ્પસમાં દાખલ થઈ. વિદ્યાર્થીઓને માર્યા. અમારી એફઆઈઆર પણ ન નોંધી. અમે સરકારને ફરિયાદ કરી છે. જરૂર પડશે તો હાઈકોર્ટ જઈશું.
હાઈકોર્ટ રોડ ખોલાવવા માટેની અરજી પર આજે સુનાવણી કરાશે
શાહીનબાગ-કાલિન્દી કુંજ રોડ ખોલાવવા દાખલ અરજી પર સુનાવણી માટે દિલ્હી હાઈકોર્ટ સોમવારે મંજૂરી આપી હતી. કોર્ટે કહ્યું કે તે આ મામલે મંગળવારે સુનાવણી કરશે. અરજી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી.એન. પટેલ અને જસ્ટિસ સી. હરિશંકરની બેન્ચ સામે આવી હતી. એડવોકેટ અને સામાજિક કાર્યકર અમિત સાહનીએ આ અરજી દાખલ કરી છે.
X
દિલ્હીના શાહીનબાગમાં દેખાવકારો રાત્રે પણ માર્ગો પર અડગ રહે છે.દિલ્હીના શાહીનબાગમાં દેખાવકારો રાત્રે પણ માર્ગો પર અડગ રહે છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી