રાજકારણ / આજે અમને બહારના શત્રુઓની જરૂર નથી, ઘરને ઘરના ચિરાગથી જ આગ લાગી ગઈ: કોંગ્રેસ નેતા અલ્વી

રાશીદ અલ્વીની ફાઇલ તસવીર
રાશીદ અલ્વીની ફાઇલ તસવીર

  • ખુરશીદના નિવેદન પછી બીજા નેતાઓ પણ બોલ્યા
  • ખડગેએ કહ્યું- સત્તા જતા જ બધા બોલવા માંડ્યા છે 
  • સિંધિયા બોલ્યા- પક્ષ આત્મનિરીક્ષણ કરે

Divyabhaskar.com

Oct 10, 2019, 01:25 AM IST
નવી દિલ્હી: મહારાષ્ટ્ર-હરિયાણા વિધાનસભા ચૂંટણીથી ઠીક પહેલા નેતાઓના બળવાથી પરેશાન કોંગ્રેસમાં હવે પાર્ટી નેતા અને પૂર્વ મંત્રી સલમાન ખુરશીદ દ્વારા રાહુલ ગાંધી મુદ્દે અપાયેલા નિવેદન પછી ખેંચતાણ વધી ગઈ છે. રાશીદ અલ્વી એટલા નારાજ છે કે તેમણે ઈશારામાં જ ખુરશીદને ઘરમાં(કોંગ્રેસમાં) આગ લગાવનારા ગણાવી દીધા. ખરેખર સલમાન ખુરશીદે મંગળવારે એક અખબારને કહ્યું હતું કે રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામાને લીધે કોંગ્રેસ પાર્ટીની મુશ્કેલી વધી ગઈ છે.
ઘરને ઘરના ચિરાગથી જ આગ લાગી ગઈ
આ નિવેદન પર અલ્વીએ કહ્યું કે જ્યારે ભાજપ સાથે મુકાબલા માટે કોંગ્રેસે એકજૂથ થવાની જરૂર છે ત્યારે દરેક જગ્યાએ અલગ અલગ સૂર સંભળાય છે. એવું લાગે છે કે આજે અમને બહારના શત્રુઓની જરૂર નથી રહી. ઘરને ઘરના ચિરાગથી જ આગ લાગી ગઈ. બીજી બાજુ મલ્લિકાઅર્જુન ખડગેએ કહ્યું કે ભાજપના ઈશારે અમુક લોકો આડી અવળી વાતો કરે છે. પાર્ટી જ્યારે સત્તામાં હોય તો કોઇ કાંઈ બોલતું નથી અને સત્તા જાય ત્યાં બધા બોલનારા લોકો ઉમટી પડે છે. જોકે ખુરશીદે કહ્યું ક પાર્ટીની સ્થિતિથી દુ:ખી છું. આશા છે કે પાર્ટી વાપસી કરશે.
પક્ષે આત્મનિરીક્ષણ કરવાની જરૂર
જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે પક્ષે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. આ તમામ નિવેદનો પછી ડેમેજ કન્ટ્રોલ કરવા પક્ષના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે પક્ષના નેતાઓએ નિવેદનબાજીના બદલે ભાજપની ખામીને ઊઘાડી પાડવી જોઈએ.
રાહુલ ગાંધીએ અધ્યક્ષપદ છોડીને બધાને મુશ્કેલીમાં મૂકી દીધા
ભૂતપૂર્વ વિદેશમંત્રી સલમાન ખુરશીદે મંગળવારે કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં હાર પછી રાહુલ ગાંધીએ અધ્યક્ષપદ છોડીને બધાને મુશ્કેલીમાં મૂકી દીધા છે. કોંગ્રેસ કેમ હારી તેનું અમે વિશ્લેષણ જ કરી શક્યા નથી. અમારી સમસ્યા એ છે કે અમારા નેતા દૂર જતા રહ્યાં છે. બહુ નાજુક પરિસ્થિતિ છે.
X
રાશીદ અલ્વીની ફાઇલ તસવીરરાશીદ અલ્વીની ફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી