જમ્મુ-કાશ્મીર / અનંતનાગમાં સીઆરપીએફ અને પોલીસ ટીમ પર આતંકી હુમલો, પાંચ જવાન શહીદ

  • મોડી સાંજ સુધી ઘટનાસ્થળ પર સલામતી દળો અને આતંકીઓ વચ્ચે ગોળીબાર ચાલુ હતો
  • અનંતનાગમાં કેપી રોડ પર બે આતંકીઓએ સીઆરપીએફ પોલીસ પેટ્રોલ પાર્ટી પર ગ્રેનેડથી હુમલો કર્યો 

Divyabhaskar.com

Jun 13, 2019, 01:10 AM IST

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓએ સીઆરપીએફની પેટ્રોલિંગ ટુકડી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના 5 જવાન શહીદ થઈ ગયા છે, જ્યારે ત્રણ જવાનોને ઈજા પહોંચી છે. જવાબી કાર્યવાહીમાં સલામતી દળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. સલામતી દળોએ આ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.

આતંકીઓ અને સલામતી દળો વચ્ચે મોડી સાંજ સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. અનંતનાગના વ્યસ્ત કે.પી. માર્ગ પર બે આતંકીઓએ સીઆરપીએફની પેટ્રોલિંગ ટુકડી પર ઓટોમેટિક રાઈફલથી હુમલો કર્યો હતો. આતંકીઓએ ગ્રેનેડ પણ ફેંક્યાં હતાં. આતંકીઓના આ હુમલામાં અનંતનાગ પોલીસ સ્ટેશનના એસએચઓ અરશદ અહેમદને પણ ઈજા થઈ હતી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી