સુષમા સ્વરાજ / શ્રદ્ધાંજલિ સભામાં મોદીએ કહ્યું- કર્મણ્યે વાધિકારસ્તે શું હોય છે તે સુષમાજીએ તેમના જીવનમાં દેખાડ્યું હતું

Modi speaks on the condolence meet for Sushma Swaraj

  • શાહે કહ્યું- સુષમાજીએ વિશ્વભરમાં ભારતીયોની મદદ કરી
  • રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું- તેઓ જન-મનના નેતા હતાં
  • મોદીએ કહ્યું- તેઓ વિચારોના પાકા હતાં

Divyabhaskar.com

Aug 13, 2019, 08:22 PM IST

નવી દિલ્હી: પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને મંગળવારે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સિવાય અન્ય પાર્ટીના વરિષ્ઠ નેતા ઉપસ્થિત હતા. મોદીએ કહ્યું- કર્મણ્યેવાધિકારસ્તે શું હોય છે તે સુષમાજીએ જીવનમાં દેખાડ્યું. તેમના વ્યક્તિત્વના ઘણા પાસા હતા. જીવનના અનેક પડાવ હતા.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- સુષમાજીએ સમગ્ર વિશ્વમાં ભારતીયોની મદદ કરી. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું તેઓ જન મનના નેતા હતાં.


કાર્યકર્તાઓ માટે સૌથી મોટી પ્રેરણા- મોદી

તેમણે કહ્યું- ભાજપના કાર્યકર્તાના રૂપમાં એક અનન્ય નિકટના સાથી રૂપે તેમની સાથે કામ કરતા કરતા અનેક અનુભવો અને ઘટનાઓના અમે સાક્ષી છીએ. વ્યવસ્થા અને અનુશાસન અંતર્ગત જે પણ કામ મળે તેને લગનથી કરવું અને વ્યક્તિગત જીવનમાં ખૂબ મોટી ઉંચાઇ પ્રાપ્ત કર્યા બાદ પણ કરવું એ કાર્યકર્તાઓ માટે સૌથી મોટ પ્રેરણા છે.

મોદીએ કહ્યું- તે વિચારોના મક્કમ હતાં

મોદીએ કહ્યું- આ વખતે સુષમાજીએ લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો, આવો જ નિર્ણય તેમણે પહેલા પણ કર્યો હતો. તેઓ પોતાના વિચારોમાં એકદમ મક્કમ રહેતા હતા. મેં અને વૈંકૈયાજીએ તેમની સાથે મુલાકાત કરી તો તેમણે ના પાડી. અમે તેમને કર્ણાટકની વિપરિત પરિસ્થિતિઓમાં ચૂંટણી લડવાનો આગ્રહ કર્યો હતો. તેઓ પરિણામ જાણતા હોવા છતા પણ તેવું કર્યું. આ વખતે અમે તેમને ખૂબ સમજાવ્યું પરંતુ તેમણે સાર્વજનિક રીતે જાહેરાત કરી દીધી.

સુષમાજીનું ભાષણ પ્રેરક પણ હતું- મોદી

તેમણે કહ્યું- સાર્વજનિક જીવનમાં તેમણે એક ઉદાહરણ પ્રસ્તૂત કર્યું. તેમનું ભાષણ પ્રભાવી રહેતું પરંતુ માત્ર એટલું જ નહીં. તેમનું ભાષણ પ્રેરક પણ રહેતું હતું. તેમના વ્યક્તિત્વમાં વિચારોના ઉંડાણને દરેક વ્યક્તિ અનુભવ કરતો હતો . અભિવ્યક્તિની ઉંચાદી દરેક ક્ષણે નવા માપદંડો પાર કરતી હતી. બન્નેમાંથી એક હોવં તો સ્વભાવિક છે પરંતુ બન્ને હોવું તે એક સાધના બાદ થાય છે. કૃષ્ણભક્તિને તેઓ સમર્પિત હતાં. તેમના મનમંદિરમાં કૃષ્ણ વસેલા રહેતા.

મોદીએ કહ્યું- સુષમાજીને અનુચ્છેદ 370ના મુદ્દાથી લગાવ હતો

મોદીએ કહ્યું- તેઓ મને જય શ્રી કૃષ્ણ કહેતાં અને હું તેમને જય દ્વારકાધીશ કહેતો હતો. કર્મણ્યે વાધિકારસ્તે શું હોય છે, તે સુષમાજીએ તેમના જીવનમાં દેખાડ્યું છે. તેમણે સેંકડો કલાકો સુધી અલગ અલગ ફોરમમાં અનુચ્છેદ 370 અને કાશ્મીર પર બોલ્યું હશે. આ મુદ્દાથી તેમને ખૂબ લગાવ હતો. સુષમાજીના ગયા પછી હું બાંસુરીને મળ્યો. તેમણે કહ્યું કે સુષમાજી એટલી ખુશી સાથે ગયાં છે કે તેની માત્ર કલ્પનાજ કરી શકાય છે. તેમનું મન નાચી રહ્યું હતું.

X
Modi speaks on the condolence meet for Sushma Swaraj
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી