તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • In 2019, The Internet Closed 4,196 Hours In The Country, Of Which 3,692 Hours In Kashmir Alone

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્ષ 2019માં દેશમાં 4,196 કલાક ઈન્ટરનેટ બંધ રહ્યું, જે પૈકી 3,692 કલાક એકલા કાશ્મીરમાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સૌથી વધુ કલાક સુધી ઈન્ટરનેટ બંધ કરવાની બાબતમાં મ્યાનમાર, ચાડ જેવા દેશો બાદ ભારત ત્રીજા નંબર પર
 • ઈન્ટરનેટ શટડાઉનને લીધે સૌથી વધારે નુકસાન ઈરાક અને સુદાનને થયું, ત્રીજા નંબર પર ભારત રહ્યું
 • ગત વર્ષ વિશ્વના 21 દેશમાં 18,225 કલાક ઈન્ટરનેટ બંધ રહ્યું, તેને લીધે રૂા.57 હજાર કરોડથી વધુ નુકસાન થયું

નવી દિલ્હીઃ અનુચ્છેદ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધને લઈ શુક્રવારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ઈન્ટરનેટ એક્સેસ આપવું તે બંધારણની કલમ-19 અંતર્ગત લોકોનો મૂળભૂત અધિકાર છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે ઈન્ટરનેટ અનિશ્ચિત સમય સુધી બંધ કરી શકાય નહીં, પરંતુ ડિજીટલ પ્રાઈવર્સિ અને સાઈબર સિક્યોરિટી અંગે કામ કરનારી મોખરાની 10 VPN વેબસાઈટના અહેવાલ પ્રમાણે 2019માં ભારતના વિવિધ ભાગોમાં 4,196 વખત ઈન્ટરનેટ બંધ રહ્યું હતું. તેને લીધે રૂપિયા 9,300 કરોડ કરતા વધારે નુકસાન થયું છે. સૌથી વધારે કલાક સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધની બાબતમાં મ્યાનમાર અને ચાડ દેશ બાદ ભારત ત્રીજા ક્રમ પર આવે છે. મ્યાનમારમાં 4,880 અને ચાડમાં 4,728 કલાક ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.


અહેવાલ પ્રમાણે 2019માં વિશ્વના 21 દેશમાં 18225 કલાક ઇન્ટરનેટ બંધ રહ્યું. તે પૈકી 11857 કલાક ઈન્ટરનેટ અને 6,368 કલાક સોશિયલ મીડિયા પર પ્રતિબંધ રહ્યો. તેને લીધે વિશ્વના અર્થતંત્રને 57,324 કરોડ કરતા વધારે નુકસાન થયું હતુ.

કાશ્મીરમાં સૌથી લાંબા સમય સુધી ઈન્ટરનેટ બંધ, જેથી રાજ્યને 7 હજાર કરોડ કરતા વધારે નુકસાન થયું
અહેવાલ પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં 1લી જાન્યુઆરીથી 31મી ડિસેમ્બર,2019 સુધી 3,692 કલાક ઈન્ટરનેટ બંધ રહ્યું. તેનાથી રાજ્યને 2019માં 7,600 કરોડ કરતા વધારે નુકસાન થયું. ઈન્ટરનેટ શટડાઉન વેબસાઈટ પ્રમાણે કાશ્મીરમાં ગત 159 દિવસથી ઈન્ટરનેટ પર પ્રતિબંધ રહ્યો છે, જે 4 ઓગસ્ટ 2019થી લાગુ થયો હતો. તે અત્યાર સુધી સૌથી વધારે દિવસો સુધી લગાવવામાં આવેલો પ્રતિબંધ છે.  આ અગાઉ 2016માં 133 દિવસ સુધી કાશ્મીરમાં ઈન્ટરનેટ બંધ રહ્યું હતું. તે સમયે બુરહાન વાનીના મોત બાદ 8 જુલાઈથી 19 નવેમ્બર,2016 સુધી બંધ રહ્યું હતું.

મ્યાનમાર, ચાડમાં સૌથી વધારે સમય સુધી ઈન્ટરનેટ બંધ, પણ ભારતનું નુકસાન વધારે
આ અહેવાલ પ્રમાણે સૌથી વધારે કલાકો સુધી મ્યાનમાર અને ત્યારબાદ ચાડમાં ઈન્ટરનેટ બંધ રહ્યું. તેમા મ્યાનમારને 535 કરોડ રૂપિયા અને ચાડને રૂપિયા 900 કરોડનું નુકસાન થયું છે. જ્યારે ભારતને મ્યાનમારની તુલનામં 18 ગણુ અને ચાડની તુલનામાં 11 ગણું નુકસાન થયું. સૌથી વધારે કલાકો સુધી ઈન્ટનેટ બંધ રાખવાની બાબતમાં ચોથા ક્રમ પર સુદાન છે, જ્યાં 1,560 કલાક સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ હતો. જોકે, 456 કલાક પ્રતિબંધ સાથે કોંગો 5માં નંબર પર રહ્યું છે.

વિરોધ પ્રદર્શન અટકાવવા માટે સૌથી વધારે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લાગ્યો
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2019માં સરકારોએ તેમની વિરુદ્ધ પ્રદર્શનને અટકાવવા માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવ્યો હતો. સામાન્ય રીતે તે ચૂંટણી સમયે થાય છે, જેથી સરકાર તેની પકડને મજબૂત રાખી શકે. ઈન્ટરનેટ પર પ્રતિબંધથી અર્થતંત્રને સૌથી વધારે નુકસાન ઓછા વિકસિત દેશોમાં થાય છે, કારણ કે તેનાથી રોકાણકારોનો વિશ્વાસ ઉઠી જાય છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવાથી નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકાર ઉપરાંત તે લોકશાહી પ્રક્રિયા માટે પણ જોખમી છે. વારંવાર ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકવાથી હિંસા ભડકવાનું જોખમ રહે છે.

ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવાની બાબતમાં ભારત સૌથી આગળ
સ્ટેટ ઓફ ઈન્ટરનેટ શટડાઉનના વર્ષ 2018ના અહેવાલમાં જણાવવામાં આવ્યા પ્રમાણે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવાની બાબતમાં ભારત વિશ્વમાં સૌથી આગળ છે. વર્ષ 2018માં ભારતમાં 134 વખત ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ પૈકી 65 વખત જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું. ઈન્ટરનેટ બંધ કરવાની બાબતમાં પાકિસ્તાન બીજા ક્રમ પર હતું, જ્યા 2018માં ફક્ત 12 વખત જ ઈન્ટરનેટ પર પ્રતિબંધ લાગ્યો હતો.

ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવા અંગે શું કહે છે ભારતનું બંધારણ
CRPC 973 અને ઈન્ડિયન ટેલિગ્રાફ એક્ટ, 1885 અંતર્ગત સરકારી એજન્સીઓને ભારતના રાજ્યો અથવા જિલ્લામાં ઈન્ટરનેટ બંધ કરવાનો અધિકાર છે. આ ઉપરાંત ટેમ્પરરી સસ્પેન્શન ઓફ ટેલિકોમ સર્વિસિસ (પબ્લિક ઈમર્જન્સી અથવા જાહેર સુરક્ષા) નિયમ 2017ને આધારે પણ સરકાર ટેલિકોમ કંપનીઓને તેની સેવાઓ બંધ કરવા કહી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો