તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • IMA's Opposition To The Prime Minister's Statement: If You Really Say So, Prove It Or Apologize

વડાપ્રધાનના વિધાન સામે IMAનો વિરોધઃ જો ખરેખર આવું બોલ્યા છો તો સાબિત કરો અથવા માફી માંગો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાને ડોક્ટરો દ્વારા લાંચ રૂપે છોકરીઓ, મોંઘી ભેટસોગાદો લેવાતી હોવાનો આક્ષેપ કર્યા અંગેના માધ્યમોના અહેવાલ બાદ IMA ઉગ્ર
  • ગત 2 જાન્યુઆરી ફાર્મા કંપનીઓ સાથેની વડાપ્રધાનની બેઠકમાં ઝાયડસ, ટોરન્ટ સહિતની ટોચની કંપનીઓ સામેલ હોવાનો માધ્યમોનો દાવો

નેશનલ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા એક કથિત વિવાદાસ્પદ વિધાન અંગે ઉગ્ર વિરોધ નોંધાવાયો છે. અંગ્રેજી અખબાર હિન્દુ અને ન્યૂઝ પોર્ટલ પ્રિન્ટના અહેવાલ મુજબ, ગત 2 જાન્યુઆરીએ વિવિધ ફાર્માસ્યુટિકલ કંપનીના પ્રતિનિધિમંડળ સાથેની બેઠકમાં વડાપ્રધાને ફાર્મા કંપનીઓ દ્વારા ડોક્ટરોને એસ્કોર્ટ ગર્લ, ફોરેન ટ્રિપ, મોંઘી ભેટસોગાદ જેવી લાંચ અપાતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે મંગળવારે IMA દ્વારા સત્તાવાર રીતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન જો ખરેખર આવું બોલ્યા હોય તો તેઓ આ વિધાન સાબિત કરે, જવાબદારો સામે પગલા લે અથવા તો માફી માંગે એવી માગણી કરવામાં આવી છે. 
વિવિધ માધ્યમોના અહેવાલ મુજબ, ગત 2 જાન્યુઆરીના રોજ નવી દિલ્હી ખાતે દેશની અગ્રણી ફાર્મા કંપનીઓના ઉચ્ચ સ્તરના પ્રતિનિધિઓ સાથે વડાપ્રધાન મોદીની બેઠક થઈ હતી. આરોગ્ય સેવાઓની સુધારણામાં બિન સરકારી સંસ્થાઓના સહયોગનો હેતુ ધરાવતી આ બેઠકમાં ઝાયડસ કેડિલા, ટોરન્ટ, વોકહાર્ટ જેવી અગ્રણી કંપનીઓ પણ સામેલ હોવાનો માધ્યમોમાં દાવો કરવામાં આવ્યો છે. IMA દ્વારા જાહેર કરાયેલ પત્રમાં કહેવાયું છે કે, "એ બેઠકમાં વડાપ્રધાને ફાર્મા કંપનીઓ દ્વારા ડોક્ટરોને મહિલાઓ, મોંઘી ભેટસોગાદો અને વિદેશ પ્રવાસની લાંચ આપવામાં આવે છે એવો આક્ષેપ કર્યો છે. મીડિયા અહેવાલમાં પણ આ વિશે ઉલ્લેખ છે. વડાપ્રધાનના કાર્યાલય દ્વારા આ અહેવાલોનું ખંડન કરવામાં આવ્યું નથી. અહેવાલોમાં કહેવાયા મુજબના વિધાન ખરેખર જો વડાપ્રધાને કર્યા હોય તો તેમણે આ આક્ષેપ સાબિત કરવા જોઈએ અથવા માફી માંગવી જોઈએ.'
IMA દ્વારા એવો સવાલ કરવામાં આવ્યો છે કે, જો ખરેખર આવી લાંચ આપવામાં આવતી હોય તો ફાર્મા કંપનીઓની બેઠક બોલાવવાને બદલે વડાપ્રધાને જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઈએ. લાંચ લેનારા ડોક્ટરોના નામ જાહેર કરીને તેમની સામે ફોજદારી પગલાંઓ લેવા જોઈએ. IMAના નેશનલ પ્રેસિડેન્ટ ડો. રાજન શર્મા અને જનરલ સેક્રેટરી ડો. આર.વી.અશોકનની સહીથી જારી કરાયેલા પત્રમાં IMA દ્વુારા કહેવાયું છે કે, "વડાપ્રધાને કોઈ સરતચૂકથી આવા વિધાન કર્યા હોય તો તેમણે દેશભરના તબીબોની માફી માંગવી જોઈએ.'

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો