ભરતપુર / બંધ ઘરમાં તડપી રહેલા મા દીકરાનો મૃતદેહ રસોડામાં મળ્યો, આગ ચાંપનારી ડોક્ટરે કહ્યું- હું તો ખાલી ધમકી આપવા આવી હતી

આરોપી ડો. સીમા અને ડો. સુદીપ ગુપ્તા(જમણી બાજુ) , મૃતક દીપા ગુર્જર(ડાબી બાજુ)
આરોપી ડો. સીમા અને ડો. સુદીપ ગુપ્તા(જમણી બાજુ) , મૃતક દીપા ગુર્જર(ડાબી બાજુ)
Husband Girlfriend set on fire by wife case bharatpur rajasthan
Husband Girlfriend set on fire by wife case bharatpur rajasthan
Husband Girlfriend set on fire by wife case bharatpur rajasthan

  • રાજસ્થાનના ભરતપુરની ઘટના, આરોપી મહિલા ડોક્ટરે પતિ સાથેના આડા સંબંધની શંકામાં હત્યાકાંડને અંજામ આપ્યો 
  • આરોપી મહિલાએ કેરોસીન છાંટીને આગ લગાવી, પછી યુવતી અને દીકરાને બહાર નીકળી ન શકે એટલા માટે બહારથી જ લોક કરી દીધું. 

Divyabhaskar.com

Nov 08, 2019, 03:21 PM IST

ભરતપુરઃ અહીંની પોશ કોલોનીમાં ગુરુવારે સાંજે મહિલા ડોક્ટરે ડોક્ટર પતિની પ્રેમિકાના ઘરે આગ ચાંપી દીધી અને બહારથી લોક કરી દીધું. શ્વાસ રુંધાવાના કારણે દીપા ગુર્જર નામની યુવતી અને તેના 6 વર્ષીય દીકરાનું મોત થઈ ગયું હતું. ચોંકાવનારી વાત તો એ છે કે આ હત્યાકાંડ આડા સંબંધોની શંકાને કારણે કરાયો છે. આરોપી મહિલા ડોક્ટર સીમઆએ કહ્યું હતું કે, પતિ ડો. સુદીપના દીપા સાથે આડા સંબંધો હતો. પોલીસે હાલ સીમા ગુપ્તા અને તેમની સાસુની ધરપકડ કરી લીધી છે.

સીમા ગુસ્સામાં દીપાના ઘરે કોલ્ડ ડ્રિંકની બોટલમાં કેરોસીન લઈને પહોંચી હતી. આટલું જ નહીં દીપા અને તેનો દીકરો બચી ન શકે તેના માટે તેને બહારથી જ લોક લગાવી દીધું હતું.

જીવ બચાવવા આમ તેમ ભાગ્યા, રસોડામાં મૃતદેહ મળ્યો
આગ લાગ્યા બાદ દીપા અને તેનો દીકરો આમ તેમ ભાગવા લાગ્યા અને બૂમો પાડતા રહ્યાં હતા. પણ કોઈએ બચાવવાની હિંમત ન કરી. આગ ઓલવાયા બાદ મા દીકરા બન્નેના મૃતદેહ રસોડામાંથી મળી આવ્યા હતા. સીમાના જણાવ્યા પ્રમાણે, તે અને તેની સાસુ માત્ર દીપાને ધમકાવવા માટે આવી હતી. પણ બોલાચાલી થતા તે તેના ગુસ્સા પર કાબુ કરી શકી ન હતી. અને ગુસ્સામાં જ કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી હતી. હું ગભરાઈ ગઈ ત્યાં સુધી તો આગ ચારેય બાજુ ફેલાઈ ગઈ હતી. મને નહોંતી ખબર કે વાત આટલી બધી આગળ વધી જાશે.

દીપા સીમાના ક્લિનીક પર કામ કરતી હતી
દીપા અંદાજે 2 વર્ષ પહેલા ડોક્ટર સીમા ગુપ્તાના કાલીની બગીચી ખાતે આવેલા શ્રીરામ હોસ્પિટલમાં જ રિસેપ્શનીસ્ટનું કામ કરતી હતી. આ દરમિયાન તેની ઓળખાણ સુદીપ સાથે થઈ હતી. અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા. સીમાને વાતની જાણ થતાની સાથે જ તેને નોકરીમાંથી કાઢી મુકી હતી. સુદીપે દીપા 4 વર્ષ પહેલા ખરીદેલો બંગલો રહેવા માટે આપ્યો હતો. સૂર્યા સિટી કોલોનીમાં આવેલું આ મકાન ડો.સુદીપની પત્ની ડો. સીમા ગુપ્તાના નામે છે. જે તેને અંદાજે 4 વર્ષ પહેલા ખરીદ્યો હતો. સુદીપે દીપા ગુર્જરને આ જ મકાનમાં ગેરકાયદેસર રાખી હતી.

X
આરોપી ડો. સીમા અને ડો. સુદીપ ગુપ્તા(જમણી બાજુ) , મૃતક દીપા ગુર્જર(ડાબી બાજુ)આરોપી ડો. સીમા અને ડો. સુદીપ ગુપ્તા(જમણી બાજુ) , મૃતક દીપા ગુર્જર(ડાબી બાજુ)
Husband Girlfriend set on fire by wife case bharatpur rajasthan
Husband Girlfriend set on fire by wife case bharatpur rajasthan
Husband Girlfriend set on fire by wife case bharatpur rajasthan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી