તમિલનાડુ / પતિ અને સાસુ સસરાએ મહિલાને ચાલતી કારમાંથી બહાર ફેંકી, CCTVમાં કેદ થઈ દર્દનાક ઘટના

Divyabhaskar.com

Jun 12, 2019, 05:17 PM IST

તમિલનાડુના કોયમ્બતુરમાં એક મહિલાને ચાલતી કારમાંથી બહાર ફેંકી દેવાઈ. મહિલાનો આરોપ છે કે તેનો પતિ અને તેના સાસુ-સસરા તેને મારી નાખવા ઈચ્છતા હતા અને એટલા માટે તેમણે ચાલુ કારમાંથી તેને ધક્કો માર્યો. મહિલાનું નામ આરતી અરૂણ છે. આરતિનો પતિ તેના ગાળાગાળી કરતો હતો. જેના લીધે તે તેના બંને બાળકો સાથે મુંબઈ તેના માતા પિતા સાથે રહેતી હતી. થોડા દિવસ પહેલા જ તે બાળકો સાથે ઘરે પરત આવી હતી. જેથી સંબંધની નવી શરૂઆત કરી શકે. પરંતુ આ ઘટના બાદ આરતીએ તેના પતિ અને સાસુ સસરા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો આરોપ લગાવ્યો છે. આ ત્રણેય આરોપીઓ હજુ ગાયબ છે અને પોલીસની પકડમાં આવ્યા નથી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી