રિપોર્ટ / બે વર્ષમાં 2560 વિદ્યાર્થીઓએ IIT-IIM છોડ્યું, જેમાં 1233 અનામત વર્ગના

HRD Report: IITs, IIMs reserved category students drop out college

  • IIT દિલ્હીમાં સૌથી વધારે 782 વિદ્યાર્થીઓએ કોલેજ છોડી, જેમાં 111 એસસી, 84 એસટી અને 161 ઓબીસી વર્ગનાઃ રિપોર્ટ
  • 99 IIM છોડનારા વિદ્યાર્થીઓમાં 14 એસસી, 21 એસટી અને 27 ઓબીસી કેટેગરીના 

Divyabhaskar.com

Aug 13, 2019, 06:27 PM IST

નવી દિલ્હીઃ છેલ્લા 2 વર્ષમાં 2461 વિદ્યાર્થીએ આઈઆઈટી અને 99એ IIM છોડ્યું છે. આઈઆઈટી છોડનારાઓમાં 48% જ્યારે IIM છોડનારાઓમાં 62.2% વિદ્યાર્થી અનામત વર્ગના છે. માનવ સંસાધન વિકાસ (HRD) મંત્રાલયે તાજેતરમાં જ રજુ કરેલા રિપોર્ટમાં આ માહિતી આપી છે. દિલ્હી ખાતેથી 782 વિદ્યાર્થીઓએ આઈઆઈટી છોડ્યું છે. તો બીજી બાજુ 17 વિદ્યાર્થીઓ ઈન્દોરથી આઈઆઈટી છોડ્યું છે.
IIT છોડનારા વિદ્યાર્થીઓઃ 2461

બિનઅનામત વર્ગ 1290
અનામત વર્ગ 1171
એસસી 371
એસટી 199
ઓબીસી 601

આઈઆઈએમ છોડનારા વિદ્ય્રાર્થીઓઃ99

બિનઅનામત વર્ગ 37
અનામત વર્ગ 62
એસસી 14
એસટી 21
ઓબીસી 27

IIT દિલ્હીથી કોલેજ છોડનારા વિદ્યાર્થીઓમાં 111 એસસી, 84 એસટી અને 161 ઓબીસીના વિદ્યાર્થીઓ છે. આ પ્રકારે આઈઆઈએમ ઈન્દોર છોડનારા 17 વિદ્યાર્થીઓમાં રિઝર્વ કેટેગરીના 9 વિદ્યાર્થીઓ હતા. સાથે જ આઈઆઈએમ કાશીપુર(ઉત્તરાખંડ)ના 13 વિદ્યાર્થીઓએ કોલેજ છોડી દીધી છે. જેમાં 11 ઓબીસી અને બે એસટી વિદ્યાર્થીઓ સામેલ છે.

રિપોર્ટ પ્રમાણે, સંસ્થા છોડનારા એસસી, એસટી, અને ઓબીસીના વિદ્યાર્થીઓની ટકાવારી સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓથી ઓછી, સમાન કે પછી તેથી વધારે છે. જો કે, એડમિશન લેવામાં અનામત વર્ગના વિદ્યાર્થીઓની ટકાવારી સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ કરતા ઓછી છે. જે વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ તરફ સીધો ઈશારો કરે છે. સાથે જ જાતિગત અનામત અંગેના પણ સવાલ પેદા કરે છે.

શૈક્ષણિક તણાવ પણ કોલેજ છોડવાનું મુખ્ય કારણઃ અનામત વર્ગના ઉમેદવારો માટે પ્રવેશ પરીક્ષામાં કટ ઓફ ઓછા છે. પરંતુ કોલેજમાં પાસ થવા માટે માર્ક દરેક માટે સરખા છે. નિષ્ણાતો પ્રમાણે , આવા વિદ્યાર્થીઓ સારુ પ્રદર્શન કરી શકતા નથી. તેઓ દબાણમાંથી નીકળવામાં પણ નિષ્ફળ રહે છે. HRD રિપોર્ટ પ્રમાણે, શૈક્ષણિક તણાવ કોલેજ છોડવાનું મુખ્ય કારણ છે.

ઉચ્ચ શૈક્ષણિક ધોરણોના કારણે વિદ્યાર્થીઓ સારુ પ્રદર્શન કરી શકતા નથી- IIM ઈન્દોરના નિયામક હિમાંશુ રાયે કહ્યું કે, સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ પણ કોલેજ છોડી દે છે. ડ્રોપઆઉટ થવાના ઘણા કારણો છે. જે વિદ્યાર્થી પહેલી વખત એકલા રહેવા આવે છે, તેઓ કોર્સ અને ઉચ્ચ શિક્ષણના ધોરણોના કારણે સારો દેખાવ કરી શકતા નથી. રાયે કહ્યું કે, અહીં સૌથી વધારે વિદ્યાર્થીઓ કોલેજ છોડી રહ્યાં હોવાના કારણે IIM ઈન્દોર વધારે વિદ્યાર્થીઓને એડમિશન આપે છે. આ ઉપરાંત નબળા વિદ્યાર્થીઓ માટે એક્સ્ટ્રા ક્લાસની સુવિધા પણ આપવામાં આવે છે.

X
HRD Report: IITs, IIMs reserved category students drop out college
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી