• Home
  • National
  • Honor the court verdict: Satyendra Das; The whole country belongs to the Ganges Jamnah Tejeeb Qazi Mufti

અયોધ્યા કેસ / કોર્ટનો ચુકાદો માનવો બધાની જવાબદારી-સત્યેન્દ્ર દાસ; આખો દેશ ગંગા-જમનાની તહજીબનો છે-કાજી મુફ્તી

રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસ તથા શહેર કાજી મુફ્તી શમશુલ કમર
રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસ તથા શહેર કાજી મુફ્તી શમશુલ કમર

Divyabhaskar.com

Nov 08, 2019, 11:42 PM IST

અયોધ્યા: અયોધ્યા વિવાદ પર સુપ્રીમકોર્ટનો આજે ચુકાદો આવી રહ્યો છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો શાંતિ-વ્યવસ્થા માટે જરૂરી પગલાં લઇ રહી છે. સામાજિક-ધાર્મિક સંગઠનો પણ શાંતિની અપીલ કરી રહ્યાં છે. તેને અનુલક્ષીને ભાસ્કરે રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી અને શહેર કાજી દ્વારા શાંતિનો સંદેશ આપવાની પહેલ કરી છે. વાંચો વિજય ઉપાધ્યાયની વાતચીત.
સવાલ- તમે અયોધ્યાનો આટલો ઇતિહાસ જોયો છે, સુપ્રીમકોર્ટના ચુકાદાને કેવી રીતે જોશો?
જવાબ- કોર્ટના આદેશનું પાલન કરવું સૌની જવાબદારી છે. કોર્ટનો જે ચુકાદો આવશે તે માન્ય હશે. મને પણ માન્ય હશે.
સવાલ- મસ્જિદ પક્ષના અમુક લોકો કહે છે કે ચુકાદો તરફેણમાં આવે તોપણ જમીન મંદિર માટે દાનમાં આપી દેવી જોઇએ.
જવાબ-આવું પહેલાં કેમ ન કહ્યું? મસ્જિદ માટે મઠ અને અખાડા જમીન આપતા હતા ત્યારે તો કહેતા હતા કે એક ઇંચ નહીં છોડીએ. હવે કોર્ટ જે કહેશે તે જ થશે.
સવાલ- સ્થળની ઘેરાબંધી ક્યારે થઇ?
જવાબ- 9 ડિસેમ્બરે વહેલી પરોઢે 3 વાગ્યે સીઆરપીએફના જવાનોએ ઘેરાબંધી કરી લીધી. બે પૂજારી સહિત ત્યાંથી બધાને હટાવી દેવાયા. કર્ફ્યૂ પડી ગયો. મેં ક્ષેત્રના અધિકારીઓ સાથે વાત કરી, તેમણે બે સિપાહી સાથે મને અસ્થાયી મંદિર સુધી પહોંચાડ્યો. સીઆરપીએફના જવાનોએ તેમની રીતે આરતી કરી લીધી હતી. મેં રામલલ્લાના શણગાર, પૂજન બાદ ફરી આરતી કરી.
સવાલ- મસ્જિદની તરફેણમાં ચુકાદો આવવાથી તમને તકલીફ નથી, જે મંદિરમાં રામલલ્લાની પૂજા થાય છે તે હટશે?
જવાબ-કેમ હટશે? આ પછી તો સરકારની ભૂમિકા શરૂ થશે, સરકારે કહ્યું છે કે ચુકાદો જોઇ લઇએ, પછી અમે કરીશું.
સવાલ- ચુકાદો વિરુદ્ધમાં આવે તો તમે ઇચ્છો છો કે કેન્દ્ર કાયદો ઘડીને મંદિર બનાવે?
જવાબ- બિલકુલ. આ વાત સરકાર તરફથી જ આવી હતી.
સવાલ- 1992માં રામલલ્લાનું સિંહાસન ક્યાં હતું, પહેલી પૂજા કેવી રીતે કરી?
જવાબ- રામલલ્લાની પૂજા 1949થી ત્યાં જ થતી હતી. પૂજા વચ્ચેના ગુંબજ નીચે થતી હતી. ઘટનાવાળા દિવસે કારસેવકો અને પૂજારીઓ સાથે અમે રામલલ્લાનું સિંહાસન બહાર કાઢી દીધું. 7 વાગ્યા સુધી કાટમાળ હટાવાયો, ચબૂતરો પણ બની ગયો. 8 વાગ્યે રામલલ્લા તેમના સ્થાન પર પાછા આવી ગયા. મેં રામલલ્લાનો અભિષેક કર્યા બાદ આરતી કરી.


આખો દેશ ગંગા-જમનાની તહજીબનો છે, તેમાં જ શાંતિ છે, આ જ સંદેશ છે: કાજી મુફ્તી: શહેર કાજી મુફ્તી શમશુલ કમર
સવાલ- સુપ્રીમકોર્ટના ચુકાદા પર સદભાવ જળવાય તેવું બધા ઇચ્છે છે. તમે આને કેવી રીતે જોઇ રહ્યા છો?

કાજી મુફ્તી- આ મામલો ખાલી અયોધ્યા કે ફૈજાબાદનો નહીં, આખા દેશનો છે. દેશની સૌથી મોટી કોર્ટમાં ચાલી રહ્યો છે. અદાલતની આબરૂનો સવાલ છે. તેની આબરૂ ત્યારે જ જળવાય કે જ્યારે તેના ચુકાદાનું પાલન થાય. આપણું વતન ગંગા-જમુનાની તહજીબનું છે, તેમાં જ શાંતિ છે.
સવાલ- ચુકાદા બાદ બધું બરાબર હશે?
કાજી મુફ્તી- પ્રયાસ કરવો સૌની જવાબદારી છે. તે ઘટનાથી તકલીફ થઇ. હવે આપણે અદાલતના ચુકાદાની રાહ જોવાની છે.
સવાલ- ચુકાદા બાદ ભાઇચારાની વાત આગળ વધશે?
કાજી મુફ્તી- પ્રયાસ એ જ છે કે ભાઇચારો ખરાબ ન થાય. તંત્ર સાથે અમારી વાત થઇ. શાંતિ જળવાશે.
સવાલ- શુક્રવારની નમાજ બાદ કોઇ સંદેશ અપાયો?
કાજી મુફ્તી- આ ધરતી આપણી છે, તેને ખૂબસૂરત બનાવવાની આપણી જવાબદારી છે. ધર્મના દાયરામાં રહીને જે કરી શકીએ છીએ તે કરીશું.
સવાલ- તમને લાગે છે કે રાજકારણ અટકી જશે?
કાજી મુફ્તી- રાજકારણ કરનારા રાજકારણ રમવા માટે ઘણા દાવપેચ કરતા રહે છે. આ મામલો ખતમ થશે તો કોઇ બીજો ઊઠાવશે. મારે રાજકીય વાત
નથી કરવી.
સવાલ- ચુકાદા બાદ દેશને કેવી રીતે આગળ લઇ જવા માગો છો?
કાજી મુફ્તી- રાજકીય લોકોને એટલું જ કહેવું છે કે ધાર્મિક સ્થળને રાજકારણનો હિસ્સો ન બનાવો.
સવાલ- રાજકીય સ્થિતિ બદલાઇ, ધર્મગુરુ તરીકે તમે તેને કેવી રીતે જુઓ છો?
કાજી મુફ્તી- મેં પહેલાં જ કહ્યું કે કોઇની પણ કંઇ ચીજ જશે તો તે ગયાની કસક અને આરઝૂ રહી જશે. ઘટનાને તો ભૂલાવી શકાય નહીં પણ હવે કોર્ટનો ચુકાદો આવી ગયા બાદ આપણે વતનની સુરક્ષા અને પ્રગતિ માટે ધ્યાન રાખવું પડશે કે કોઇ પણ સ્થિતિમાં દુનિયામાં આપણા દેશની છબિ ખરાબ ન થાય.

X
રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસ તથા શહેર કાજી મુફ્તી શમશુલ કમરરામ જન્મભૂમિના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસ તથા શહેર કાજી મુફ્તી શમશુલ કમર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી