કાશ્મીર / શાહની 15 ઓગસ્ટે શ્રીનગરમાં ત્રિરંગો લહેરાવાની ઈચ્છા, ઓફિસર્સને ગૃહમંત્રીના આવવાથી સ્થિતિ બગડવાની શંકા

home minister Amit Shah wants to hoist the tricolor in Srinagar on August 15

  • ખીણમાં કર્ફ્યુ જેવી સ્થિતિના કારણે ઈદની રોનક ન દેખાઈ
  • એનએસએ અજીત ડોભાલે શ્રીનગર અને દક્ષિણ કાશ્મીરમાં હવાઈ મુસાફરી કરી

Divyabhaskar.com

Aug 13, 2019, 11:30 AM IST

શ્રીનગર: કાશ્મીરમાં સોમવારે બકરીઈદની શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી છે. અમુક વિસ્તારોમાં પ્રદર્શન અને પથ્થરમારાની અમુક ઘટનાઓ થઈ હતી. જોકે કર્ફ્યું જેવી સ્થિતિના કારણે અહીં તહેવારની રોનક જોવા નહતી મળી. ગૃહમંત્રાલયે કહ્યું કે, અહીંની બારામૂલા જામા મસ્જિદમાં 10 હજાર લોકો પહોંચ્યા હતા. હવે 15 ઓગસ્ટનું આયોજન સેના માટે પડાકર છે. માનવામાં આવે છે કે, ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગરના લાલચોકમાં ત્રિરંગો લહેરાવા માંગે છે. તેમની આ વિશે અજીત ડોભાલ સાથે બેઠક પણ થઈ છે. જોકે આ વિશે સ્થાનિક ઓફિસર્સનું માનવું છે કે, આ 15 ઓગસ્ટે અમિત શાહે અહીં ન આવવું જોઈએ.

કાશ્મીરમાં લાલચોક સુનો પડ્યો છે, સીઆરપીએફ તહેનાત
દર 15 ઓગસ્ટે ચર્ચામાં રહેતો કાશ્મીરનો લાલ ચોક હાલ ખાલી-ખાલી પડ્યો છે. કર્ફ્યુના કારણે આજુ-બાજુના બજારો પણ શરૂ થયા નથી. આ સંવેદનશીલ વિસ્તારમાં 24 કલાક જવાનોને તહેનાત રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. 500 મીટરના અંતરથી જ સમગ્ર વિસ્તાર ઘેરી લેવામાં આવ્યો છે. આ સુરક્ષા વ્યવસથાને પાર કરવી અને અહીંની તસવીર લેવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. આમ તો દર 15 ઓગસ્ટે લાલ ચોક પર કડક સુરક્ષા રાખવામાં આવે છે પરંતુ જો આ 15 ઓગસ્ટે અમિત શાહ અહીં ત્રિરંગો લહેરાવા આવશે તો અહીં ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવી પડશે.

યુપી-બિહારના 50 હજાર કરતા વધારે મજૂરો પલાયન
સ્થાનિક લોકોને ડર છે કે, કલમ 370 ખતમ થવાથી તેમની પરંપરાઓ અને માહોલ પર અસર થશે. આ ડરના કારણે બહારથી આવેલા લોકો પલાયન કરી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં બહારના લોકો અને ખાસ કરીને યુપી-બિહારથી કાશ્મીરમાં આવેલા 50 હજાર લોકો પાછા જઈ ચૂક્યા છે. પ્રશાસને તેમના માટે ટીઆરસી બહાર તેમના માટે એક રિલીફ કેમ્પ પણ બનાવ્યો છે. જે અમુક2-4 લોકો કાશ્મીરમાં રહી ગયા છે તે લોકો પણ કાશ્મીર છોડવાની વ્યવસ્થા કરી રહ્યા છે.

X
home minister Amit Shah wants to hoist the tricolor in Srinagar on August 15
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી