વિશ્વ વસ્તીદિન / ભારતમાં હિન્દુઓ લઘુમતિ બની જશે? વસ્તીવધારા અંગે કેટલી વાયકા, કેટલી વાસ્તવિકતા?

Hindus in India will become minority? How much of the population growth, how much reality?

  • 2001માં ભારતમાં 13.8 કરોડ મુસ્લિમો હતાં, જ્યારે 2011માં હિન્દુઓની સંખ્યામાં 13.8 કરોડનો વધારો થયો હતો
  •  હિન્દુઓનો વસ્તીવૃદ્ધિનો દર અંકુશિત છે, મુસ્લિમોનો વૃદ્ધિદર પણ ઝડપભેર ઘટી રહ્યો છે, 3 દાયકા પછી બંનેના વૃદ્ધિદર સમાન હશે
  • હિન્દુ-મુસ્લિમોની સંખ્યાનો તફાવત અને વૃદ્ધિદર જોતાં આગામી 100 વર્ષ પછી પણ ભારતમાં હિન્દુ લઘુમતિ બનવાના નથી

Divyabhaskar.com

Jul 11, 2019, 03:20 PM IST

નેશનલ ડેસ્કઃ જનસંખ્યાની વાત આવે ત્યારે ભારત જ નહિ, હવે તો યુરોપના કહેવાતા પ્રગતિશીલ દેશો પણ મુસ્લિમોની સતત વધતી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરવા લાગે છે. વસ્તીવધારાના આંકડા મુજબ એવું તારણ છે કે આગામી વર્ષ 2050 સુધીમાં દુનિયાભરમાં સૌથી વધુ મુસ્લિમો ભારતમાં હશે. તો શું ભારતમાં હિન્દુઓ લઘુમતિમાં મૂકાઈ જશે? મુસ્લિમોની વસ્તી, દાવો કરવામાં આવે છે એટલી ભયજનક રીતે વધી રહી છે?

શું છે જનસંખ્યાનો વૈશ્વિક નકશો?

ગીચ વસ્તીથી ખદબદતા દેશોમાં ચીન પ્રથમ નંબરે અને ભારત બીજા નંબરે છે એ તો જાણીતી બાબત છે. પરંતુ ભારત ઉપરાંત યુરોપ અને અમેરિકામાં પણ હવે જમણેરી વિચારધારા પ્રબળ બનતી જાય છે એ જોતાં ધાર્મિક આધાર પર વસ્તીની ગણતરી પણ મહત્વપૂર્ણ બને છે. એ મુજબ, ખ્રિસ્તિ ધર્મ આજે પણ દુનિયામાં સૌથી વધુ પળાતો ધર્મ છે. જગતમાં આશરે 2.40 અબજ લોકો એટલે કે જગતની કુલ વસ્તીના 33 ટકા લોકો ખ્રિસ્તિ ધર્મ પાળે છે.

ઈસ્લામ નં. 1 ધર્મ બનવા તરફ


* હાલ 1.8 અબજની સંખ્યા સાથે ઈસ્લામ ધર્મના અનુયાયીઓ બીજા નંબર પર છે, જે વિશ્વની કુલ વસ્તીના 24 ટકા છે.
* ઈસ્લામના અનુયાયીઓનો વૃદ્ધિદર જોતાં તેની સંખ્યા ઝડપભેર વધી રહી છે અને આગામી વર્ષ 2070 સુધીમાં ઈસ્લામ અને ખ્રિસ્તિ ધર્મ પાળનારાની સંખ્યા લગભગ એકસરખી થઈ જશે. એ પછી બીજા એક દાયકા સુધીમાં ઈસ્લામ ધર્મ સંખ્યાની દૃષ્ટિએ સૌથી મોટો ધર્મ બની જશે.

ભારતમાં મુસ્લિમોની સંખ્યા હિન્દુઓથી વધી જશે?

* 2011માં થયેલ વસ્તી ગણતરી મુજબ, ભારતની કુલ જનસંખ્યા 121 કરોડ હતી, જેમાં હિન્દુઓની સંખ્યા 96.63 કરોડ (કુલ વસ્તીના 79.8 ટકા) હતી અને મુસ્લિમો 17.22 કરોડ (કુલ વસ્તીના 14.2 ટકા) હતી.
* 10 વર્ષ પહેલાં એટલે કે 2001માં હિન્દુઓ 82.75 કરોડ (80.45 ટકા) અને મુસ્લિમો 13.8 કરોડ (13.4 ટકા) હતા.
* આ તુલના દર્શાવે છે કે એક દાયકામાં ભારતમાં કુલ વસ્તીમાં 19 કરોડનો વધારો થયો છે, જેમાં હિન્દુઓ 13.8 કરોડ વધ્યા છે જ્યારે મુસ્લિમોની સંખ્યામાં 3.4 કરોડનો વધારો થયો છે.
* આ તુલનાનો બીજો અર્થ એવો થયો કે, મુસ્લિમોની સરખામણીએ હિન્દુઓની જનસંખ્યા વધવાનું પ્રમાણ લગભગ 4 ગણું વધારે છે. બીજા શબ્દોમાં કહીએ તો, 2001માં સમગ્ર દેશમાં મુસ્લિમોની જેટલી વસ્તી હતી એટલાં હિન્દુ તો છેલ્લાં એક દાયકામાં વધી ગયા છે.

વસ્તીની સંખ્યા કરતાં ય વૃદ્ધિદર વધુ મહત્વનો

* વસ્તીની વાત આવે ત્યારે સગવડતા મુજબ આંકડાઓ ફેંકવાનો અને એ રીતે નાહકનો ભય ઊભો કરવાનો પ્રયાસ થતો હોય છે પરંતુ જનસંખ્યાને તેના વૃદ્ધિદર સાથે સમજવી પડે.
* છેલ્લાં ત્રણ દાયકાના આંકડાઓના આધારે સમજી શકાય છે કે ભારતમાં હિન્દુઓને વસ્તીવૃદ્ધિનો દર ઘટ્યો છે, તેની સમાંતરે મુસ્લિમોનો વૃદ્ધિદર પણ ઘટ્યો જ છે.
* 2001ની સરખામણીએ 2011માં હિન્દુઓનો વસ્તીવૃદ્ધિનો દર 0.7 ટકા જેટલો ઘટ્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો, 2001ના આધારે હિન્દુઓની વસ્તી 2011માં જેટલી હોવી જોઈએ તેનાં કરતાં 0.7 ટકા જેટલી ઓછી છે. એ જ રીતે, મુસ્લિમોની વસ્તીનો વૃદ્ધિદર પણ 0.8 ટકા જેટલો ઘટ્યો છે.

હિન્દુઓમાં વસ્તીવધારાનું પ્રમાણ અંકુશિત


* 1971માં ભારતમાં હિન્દુઓની જનસંખ્યા વધવાનો દર 25.2 ટકા હતો, જે ઘટીને 1981માં 22.8 ટકા થયો.
* 1991માં 20 ટકા અને 2011માં ઘટીને છેક 16.8 ટકા પર આવી ગયો.
* વસ્તીવૃદ્ધિનો દર સતત ઘટી રહ્યો છે મતલબ કે ભારતમાં હિન્દુઓના વસ્તીવધારાનું પ્રમાણ ખાસ્સું અંકુશિત છે.

મુસ્લિમોનો વૃદ્ધિદર હવે ઝડપથી ઘટી રહ્યો છે


* મુસ્લિમોનો વસ્તીવૃદ્ધિનો દર હિન્દુઓની સરખામણીએ ઘણો ઊંચો છે એ સાવ સાચું, પરંતુ તેમાં ય હવે ઝડપ ઘટી રહી છે.
* 1971માં મુસ્લિમ વસ્તીનો વૃદ્ધિદર 35.4 ટકા હતો એ 1991માં ઘટીને 32.9 ટકા થયો. 2001માં દર 29.3 ટકા અને 2011માં 24.6 ટકા થયો.
* આ આંકડાને હવે હિન્દુઓના વૃદ્ધિદર સાથે સરખાવી જુઓ. 1981માં હિન્દુઓના 25.2 ટકાના વૃદ્ધિદર સામે મુસ્લિમોનો વૃદ્ધિદર 35.4 ટકાનો હતો. એટલે કે 10.2 ટકા જેટલો વધારે હતો.
* 2011માં આ તફાવત ઘટીને 7.8 ટકા થઈ ગયો છે. શિક્ષણ, જાગૃતિ અને રોજગારીની તકો વધવાની સાથે આ તફાવત પણ ઝડપભેર ઘટતો જશે.
* આ આંકડાઓ દર્શાવે છે કે મુસ્લિમોમાં પણ હવે જનસંખ્યા ઘટાડવાનું વલણ વધી રહ્યું છે અને આગામી 3 દાયકામાં હિન્દુ અને મુસ્લિમ બંનેનો વૃદ્ધિદર લગભગ એકસરખો થઈ જશે.

ટોટલ ફર્ટિલિટી રેટ એટલે શું? મુસ્લિમોની વસ્તીનો TFR શું છે?


* ટોટલ ફર્ટિલિટી રેટ (TFR) એ જનસંખ્યાને સમજવાની વૈજ્ઞાનિક આંકડાશાસ્ત્રિય પદ્ધતિ છે. આ પદ્ધતિ વિવિધ ધર્મ, જાતિ, ભૂગોળ અને પરંપરાના આધારે એક મહિલા પોતાના જીવનકાળમાં કેટલાં બાળકોને જન્મ આપી શકે તેનો અંદાજ બાંધે છે. આથી આ પદ્ધથિ કુલ પ્રજનન દર અથવા ટોટલ ફર્ટિલિટી રેટ કહેવાય છે.
* વર્ષ 2005-06માં મુસ્લિમ સમુદાયનો TFR 3.4 હતો. સરળ શબ્દોમાં સમજીએ તો એક મહિલા પોતાના જીવનકળા દરમિયાન સરેરાશ 3.4 બાળકોને જન્મ આપતી હતી. આ દર 2011માં ઘટીને 2.7 થયો છે અને આગામી બે દાયકા પછી તેમાં વધુ ઘટાડો થઈને 2.1 થઈ શકે છે.
* એ જોતાં બે દાયકા પછી હિન્દુઓની માફક મુસ્લિમોની વસ્તીવૃદ્ધિ પણ સ્થિર થઈ શકે છે.

X
Hindus in India will become minority? How much of the population growth, how much reality?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી