• Home
  • Db Original
  • Hemraj Meena: Even after 5 months, family of Pulwama martyr Hemraj got neither Rs 50 lakh nor 25 bigha land

વંચિત / પુલવામા શહીદ હેમરાજનો પરિવાર હજુ પણ સરકારની સહાયથી વંચિત

Hemraj Meena: Even after 5 months, family of Pulwama martyr Hemraj got neither Rs 50 lakh nor 25 bigha land
Hemraj Meena: Even after 5 months, family of Pulwama martyr Hemraj got neither Rs 50 lakh nor 25 bigha land

  • પુલવામા શહીદનો પરિવાર છેલ્લા ઘણા મહિનાથી મદદની રાહ જોઈ રહ્યો છે
  • ભાસ્કરે પુલવામા આતંકી હુમલામાં શહીદ હેમરાજના પરિવાર સાથે ખાસ વાતચીત કરી

Divyabhaskar.com

Aug 23, 2019, 03:51 PM IST

જયપુર(બાબુલાલ શર્મા) કોન્સ્ટેબલ હેમરાજ મીણા 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર આતંકી હુમલા દરમિયાન શહીદ થયા હતા. તેમ છતા 70 વર્ષીય પિતા જેટલા દીકરાના જવાથી હિંમત નથી હાર્યા, તેટલા સરકારી તંત્રના ખોટા વાયદાઓથી હારી ગયા છે. તેમના જણાવ્યા પ્રમાણે, હેમરાજ જ્યારે શહીદ થયા ત્યારે મોટા મોટા સરકારી અધિકારીઓ અને તમામ નેતાઓ અમારા ઘરે આવ્યા હતા. એ દરેકે કહ્યું હતું કે, અમે તમારી સાથે છીએ, ચિંતા ન કરશો. સાથે જ એ લોકોએ એવું પણ કહ્યું હતું કે, હેમરાજ તો દેશ માટે શહીદ થઈ ગયા પણ અમને તમારા દીકરા જેવા જ સમજજો. અમે તમારા પરિવારનું ધ્યાન રાખીશું, પરંતુ ધ્યાન રાખવાનું તો દુરની વાત છે કોઈ ડોકિયું કરવા પણ આવ્યું નથી.

દેશ માટે બલિદાન આપનારા શહીદોના પરિવારજનોને તેમનો હક મળતા આટલો સમય કેમ લાગે છે? જાણો ભાસ્કરની પહેલી કડીમાં પુલવામા હુમલાના શહીદ હેમરાજના પરિવારના સંઘર્ષની કહાણી..

સરકારે અને મંત્રીઓ ફક્ત પોકળ વાયદાઓ કર્યા
હરદયાલ મીણાએ કહ્યું કે, દીકરાની શહીદીના દિવસે વસુંધરા રાજેથી માંડી સાંગોદ ધારાસભ્ય ભરતસિંહ, સાંસદ ઓમ બિરલા , મંત્રી શાંતિ ધારીવાલ, રમેશ મીણા, પ્રતાપ સિંહ ખાચરિયાવાસ જેવા દરેક નેતાએ આવીને કહ્યું, સરકારે નક્કી કરેલું પેકેજ તો તમને મળશે જ પણ સાથે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય અથવા કામ હોય તો કહેજો અમે પુરેપુરી મદદ કરીશું. ત્યારે મેં મારી સમસ્યા તેમને કહી હતી કે મારા ભાઈના ત્રણ બાળકો શાળાએ જાય છે. ચોમાસામાં પાણી ભરાઈ જવાના કારણે શાળાએ જવામાં મુશ્કેલી પડે છે. તમે પાકા રસ્તાઓ બનાવી આપો. આ વાતને પાંચ મહિના થયા પણ પરિસ્થિતી એ જ છે જે પહેલા હતી. હાલ પણ બાળકો કીચડમાંથી શાળાએ જવા માટે મજબૂર છે.

દીકરાની વિરહમાં માંની આંખો હજુ ભીંજાઈ જાય છેઃ

દીકરાની વાત થતા જ માતા રતનબાઈની આંખો ભીની થઈ જાય છે. રતનબાઈના કહ્યાં પ્રમાણે, શહીદ થયાના ત્રણ દિવસ પહેલા ઘરે આવ્યો હતો. મંગળવારે ઘરેથી ગયો અને ગુરુવારે શહીદ થઈ ગયો. તે જ દિવસે બપોરે ત્રણ વાગ્યે ફોન રણક્યો અને દીકરા કહ્યું- હું પહોંચી ગયો છું. તેની થોડીક મિનીટો બાદ ટીવી પર તેના શહીદ થયાના સમાચાર આવી ગયા, મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

જ્યાં અંતિમવિધી કરાઈ, ત્યાં સ્ટેચ્યુ બનાવી દો
શહીદના પત્નીના કહ્યાં પ્રમાણે, સરકારે જાહેર કરેલું પેકેજ હજુ સુધી અમારી પાસે પહોંચ્યું જ નથી. સ્મારક માટે પંચાયત પાસે પૈસા નથી. પંચાયતે જમીન તો આપી દીધી પણ બાઉન્ડ્રીવાલ અને પાણી વ્યવસ્થા પૈસા વગર શક્ય નથી. 1લી જુલાઈએ હું તેમના જન્મદિવસે અંતિમવિધી સ્થળ પર ગઈ હતી, ત્યાં તેમના સ્મારકની જગ્યાને ખાલી જોઈને ઘણું દુઃખ થયું. મારી ઈચ્છા છે કે જ્યાં તેમની અંતિમ વિધી કરાઈ ત્યાં જ તેમનું સ્મારક બનાવી દો.

પરિવાર સહારા, સન્માન, શિક્ષણ , સુવિધાઓ તમામની રાહ જોઈ રહ્યો છે
સહારોઃપત્નીને
50 લાખ રૂપિયા રોકડા અથવા 25 લાખ રૂપિયા અને પચ્ચીસ વિઘા જમીન અથવા 25 લાખ રૂપિયા રોકડા અને MIG મકાન
શહીદના પત્ની અથવા તેમના પુત્ર-પુત્રીને ફક્ત 10માં ધોરણ સુધીની કોઈ પણ પોસ્ટ પર સરકારી નોકરી

માતા-પિતાને
આર્થિક સહાય તરીકે બચત યોજનાની માસિક યોજનામાં માતા-પિતાના નામે ત્રણ લાખ રૂપિયા જમા કરવામાં આવે

શિક્ષણઃ બાળકોને મેડિકલ-એન્જિનીયરીંગ સુધી વિનામૂલ્યે
શહીદના બાળકોને સરકારે શાળા, કોલેજ, ટેકનિકલ શિક્ષણ, મેડિકલ, એન્જિનીયરીંગમાં વિનામૂલ્યે શિક્ષણ. ભણતા બાળકો માટેને દર વર્ષે 1800 અને કોલેજ અથવા ઉચ્ચ અભ્યાસ કરતા બાળકો માટે 3600 રૂપિયા પ્રતિવર્ષ શિષ્યવૃત્તિ.

સન્માનઃ શહીદોના નામે કોલેજ-શાળા અથવા હોસ્પિટલ

શાળા, કોલેજ, હોસ્પિટલ, પંચાયત ભવન, માર્ગ , પાર્ક અથવા અન્ય કોઈ સાર્વજનિક સ્થળને શહીદનું નામ આપવામાં આવે.

સુવિધાઓઃપરિવારજનોને વિનામૂલ્યે વીજ કનેક્શન, ફ્રી બસ યાત્રા
શહીદ પરિવારના નામે કરાયેલી ખેતી લાયક જમીન પર નિશુલ્ક વીજ કનેક્શન. રોડવેઝની તરફથી શહીદના પત્ની, તેમના બાળકો તથા માતા પિતાને ડીલક્સ તથા સામાન્ય બસ માટે વિનામૂલ્યે સેવા આપવામાં આવે. હેમરાજના પરિવારને શહીદીના દિવસે 5 લાખની તાત્કાલિક સહાય રકમ સિવાય હજુ સુધી કંઈ જ મળ્યું નથી.

X
Hemraj Meena: Even after 5 months, family of Pulwama martyr Hemraj got neither Rs 50 lakh nor 25 bigha land
Hemraj Meena: Even after 5 months, family of Pulwama martyr Hemraj got neither Rs 50 lakh nor 25 bigha land
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી