મોસમ / મધ્ય પ્રદેશ સહિત 23 રાજ્યોમાં આજે ભારે વરસાદની શકયતા, કેરળ અને કર્ણાટકમાં 5 દિવસમાં 145ના મોત

Heavy rains likely today in 23 states, including Madhya Pradesh, Kerala and Karnataka 145 deaths in 5 days

  • કર્ણાટકમાં વાયુસેનાએ પુરમાં ફસાયેલા 500 લોકોને એરલિફટ કરી બચાવ્યા
  • અરબ સાગરમાં 55 કિમીની ઝડપથી પવન ફૂંકાવવાનું અનુમાન

Divyabhaskar.com

Aug 14, 2019, 12:14 PM IST

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશ, કેરળ અને મહારાષ્ટ્ર સહિત 23 રાજ્યોમાં બુધવારે ભારે વરસાદનું અનુમાન છે. મોસમ વિભાગે વરસાદને લઈને ચેતવણી આપી છે. ભોપાલમાં સવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે ઓડિશામાં 6, ઉતર પ્રદેશમાં 4 અને હિમાચલમાં 2-2 લોકોના મોત થયા છે. જ્યારે પાંચ દિવસમાં કેરળમાં 95, કર્ણાટકમાં 50 લોકોના મોત થયા છે.

તમિલનાડુંના નીલગીરી જિલ્લામાં મંગળવારે 140 જગ્યાએ ભૂસખ્લન થયું છે. જોકે તેનાથી કોઈ જાનહાનિ થઈ નથી. મૌસમ વિભાગે કેરળ, કર્ણાટક, તમિલનાડું અને મહારાષ્ટ્ર સહિત સમુદ્રના તટીય વિસ્તારોને એલર્ટ કર્યા છે. અરબ સાગર ક્ષેત્રમાં 55 કિમીની ઝડપથી પવન ફૂંકાવવાની શકયતા છે. માછીમારોને સમુદ્રમાં ન જવાની પણ સલાહ આપવામાં આવી છે.

કર્ણાટક-કેરળમાં 6 લાખથી વધુ લોકો ઘર વિહોણા

કેરળ-કર્ણાટકમાં 6 લાખથી વધુ લોકો ઘર વિહોણા બન્યા છે. જ્યારે 2 હજાર લોકો રાહત શિબિરમા પહોંચ્યા છે. વાયુસેનાએ કર્ણાટકમાં 25 પર્યટક સહિત 500 લોકોને એરલિફ્ટ કરી બચાવ્યા. છતીસગઢના રાયગઢમાં કેલો નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. જિલ્લામાં ભારે વરસાદને કારણે સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી છે. મધ્યપ્રદેશના મંદસૌરમાં ઘરમાં પાણી ભરાઈ ગયું છે. હિમાચલ પ્રદેશના કુલ્લૂ જિલ્લામાં પુર આવવાને કારણે હાઈવે પરના ટ્રાફિકને અસર થઈ છે.

કેરળના વાયનાડમાં ભૂસખ્લનથી 12ના મોત

કેરળના વાયનાડ જિલ્લામાં ભૂસખ્લનથી 12 લોકોના મોત થયા છે, જયારે 7 અત્યારે પણ ગૂમ છે. મુખ્યમંત્રી પિનરઈ વિજયને કહ્યું કે મુલપ્પુરમ અને વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસખ્લનમાં અત્યાર સુધીમાં 43 લોકોના મોત થયા છે. સાંસદ રાહુલ ગાંધી તેમના લોકસભા ક્ષેત્ર વાયનાડમાં પહોંચીને અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અસરગ્રસ્ત લોકોને મદદ કરવા જણાવ્યું હતું.

મહારાષ્ટ્રના પુના ડિવિઝનમાં 48 લોકોના મોત

મહારાષ્ટ્રમાં પુના ડિવિઝનમાં ભારે વરસાદ અને પુરના કારણે અત્યાર સુધીમાં 48 લોકોના મોત થયા છે. પુના, સાંગલી, કોલ્હાપુર, સતારા અને સોલાપુર જિલ્લાના 584 ગામોમાંથી 4,74,226 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. તેમના માટે 596 રાહત છાવણીઓ બનાવવામાં આવી હતી. વરસાદને કારણે પુના જિલ્લાના 46 ગામોનું કનેક્્શન તૂટી ચૂક્યું છે. મોસમ વિભાગના જણાવ્યા પ્રમાણે પાંચ જિલ્લા પુના, સાંગલી, કોલ્હાપુર, સતારા અને સોલાપુરમાં અગામી 24 કલાકમાં વરસાદ થવાની શકયતા છે.

X
Heavy rains likely today in 23 states, including Madhya Pradesh, Kerala and Karnataka 145 deaths in 5 days
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી