દિલ્હી / સમગ્ર દેશમાં હવામાનના ‘ઇન્દ્રધનુષી’રંગ: ગરમી, તોફાન તો ક્યાંક વરસાદ

Heavy heat wave in north-eastern India including Delhi

  • મુંબઇમાં પ્રી-મોનસૂનથી લોકોને ગરમીમાં રાહત મળી રહી છે

Divyabhaskar.com

Jun 12, 2019, 02:18 AM IST

દિલ્હી, મુંબઇ, બેંગ્લુરુ: સમગ્ર ભારતમાં અત્યારે હવામાનના ‘ઇન્દ્રધનુષી’ રંગ જોવા મળી રહ્યા છે. દિલ્હી સહિત ઉત્તર ભારત પૂર્વોત્તરમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. પશ્ચિમમાં વાવાઝોડું ટકોરા મારી રહ્યું છે તો કર્ણાટક, કેરળમાં ભારે વરસાદે જમાવટ કરી દીધી છે. જ્યારે મુંબઇમાં પ્રી-મોનસૂનથી લોકોને ગરમીમાં રાહત મળી રહી છે. કર્ણાટકના બેંગ્લુરુ અને ગુલબર્ગમાં મંગળવારે ભારે વરસાદ પડ્યો હતો. દિલ્હીમાં સતત બીજા દિવસે પારો 45ને પાર હતો. સોમવારે રેકોર્ડ 48 ડિગ્રી બાદ મંગળવારે પણ પારો 46.9 ડિગ્રી રહેતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી રહ્યા હતા.

ચીની જહાજ ભારતની શરણમાં
ભારે વરસાદ પછી મેંગ્લુરુના ઉલ્લાલ કાંઠે બોલ્ડર લગાવવામાં આવ્યા છે. 250 ઘરોમાં નુકસાન પહોંચ્યું.
વાવાઝોડાથી બચવા ચાઇનીઝ જહાજોએ ભારતમાં આશરો લીધો છે. કોસ્ટગાર્ડે તેને સુરક્ષાના ઘેરામાં રોકાવાની પરવાનગી આપી છે.

ગરમીને કારણે ટ્રેનમાં 4 યાત્રીનાં મોત
ભીષણ ગરમીને કારણે નવી દિલ્હીથી તિરુવનંતપુરમ જઇ રહેલ કેરળ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા 4 વૃદ્ધ યાત્રીનાં મોત થયાં. ઝાંસી સર્કલના પીઆરઓ મનોજકુમારે જણાવ્યું કે સોમવારે મોડી સાંજે કેરળ એક્સપ્રેસના સ્લીપર કોચમાં કેટલાક યાત્રીઓની તબિયત ખરાબ થવાની માહિતી મળી હતી. ઝાંસી પહોંચતા સ્ટેશન પર હાજર ડોક્ટરોએ તપાસ કરી તો ત્રણ વૃદ્ધ પામ્યા હતા તેમાં બાલકૃષણ( 67) અને ધનલક્ષ્મી (74)ને મૃત જાહેર કર્યા હતા. ગંભીર સ્થિતિમાં એક અન્ય યાત્રીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેનું પણ મોત થઇ ગયું હતું. તમિલનાડુનાં 68 વૃદ્ધોનું એક ગ્રૂપ આ ટ્રેનમાં યાત્રા કરી રહ્યું હતું. નોધનીય છે કે દેશમાં પહેલી વાર ગરમીને કારણે એક સાથે આટલા પ્રવાસીના મૃત્યુ થયા છે.

X
Heavy heat wave in north-eastern India including Delhi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી