ચૂંટણી પ્રચાર / હરિયાણાથી અવાજ નિકળ્યો ‘મ્હારી છોરી છોરો સે કમ હૈ કે’, દુનિયા બોલી- હિન્દુસ્તાનની દીકરીઓ ધાકડ છે- મોદી

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું- હરિયાણા જ નહીં પણ સમગ્ર દેશના ગામોએ ખુલ્લામાં શૌચથી મુક્તિનો સંકલ્પ સિદ્ધ કરી બતાવ્યો
  • મોદીએ ચરખી દાદરીમાં રેસલર બબીતા ફોગાટના સમર્થનમાં ચૂંટણીસભાને સંબોધિત કરી
  • ‘જે દીકરીઓ લક્ષ્મી બનીને આપણા સમાજને ગૌરવ આપી રહી છે તેમની ઉપલબ્ધિઓનું પૂજન થવું જોઇએ’

Divyabhaskar.com

Oct 15, 2019, 04:05 PM IST

પાનીપત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારના હરિયાણાના ચરખી દાદરીમાં ચૂંટણીસભાને સંબોધિત કરી હતી. અહીં તેમણે કુશ્તીમાંથી રાજકારણમાં પ્રવેશ કરનાર રેસલર બબીતા ફોગાટના સમર્થનમાં મત માંગ્યા. તેમણે કહ્યું કે હરિયાણામાં ‘મ્હારી છોરી છોરો સે કમ હૈ કે’નો નારો એક અભિયાન બની ગયું છે. આવો અવાજ જ્યારે આંદોલન બને ત્યારે દુનિયા કહેવા માટે મજબૂર થાય છે કે હિન્દુસ્તાનની દીકરીઓ ધાકડ છે. બપોરે મોદી કુરુક્ષેત્ર પહોંચશે. અહીં જીટી રોડ બેલ્ટના 17 ઉમેદવારનો સમર્થનમાં સભાને સંબોધિત કરશે.

શાહ, ખટ્ટર, નિરહુઆની રેલી આજે, કાલે માયાવતી આવશે

હરિયાણામાં મંગળવારે ગૃહમંત્રી અમિત શાહ ગુરુગ્રામના માનેસરમાં ચૂંટણીસભાને સંબોધિત કરશે. બીજી તરફ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સાથે ભોજપુરી કલાકાર દિનેશ યાદવ ઉર્ફે નિરહુઆ પણ સભા કરશે. તેમના સિવાય સૂફી ગાયક અને સાંસદ હંસરાજ હંસ કરનાલમાં સભા કરશે. 16 ઓક્ટોબરના રાદૌર શહેરમાં બસપા પ્રમુખ માયાવતી ચૂંટણી જનસભાને સંબોધન કરશે.

મોદીની હરિયાણામાં 4 રેલી

મોદીની હરિયાણામાં ચાર રેલી પ્રસ્તાવિત છે. પહેલી રેલી બલ્લભગઢમાં 14 ઓક્ટોબરના હતી. અહીંથી દક્ષિણ હરિયાણા મતલબ પલવલ, ફરીદાબાદ, મેવાત અને ગુરુગ્રામને કવર કર્યા હતા. મંગળવારે બે રેલી છે. ચોથી રેલી 18 ઓક્ટોબરના હિસારમાં થશે.

કુરુક્ષેત્રમાં પ્રધાનમંત્રી તરીકે ચોથી વખત આવી રહ્યા છે

દાદરી બાદ મોદીની સભા કુરુક્ષેત્રમાં થશે. 2014માં વડાપ્રધાન બન્યા બાદ તેઓ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે અહીં આવ્યા હતા. ગત વર્ષે ફેબ્રુઆરીમાં મોદી અહીં સ્વચ્છતા કાર્યક્રમમાં સામેલ થયા હતા. પ્રધાનમંત્રી તરીકે ત્રીજી વખત લોકસભા ચૂંટણી સમયે અહીં સભા કરી હતી. હવે તેઓ ચોથી વખત અહી સભાને સંબોધિત કરશે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી