Viral Video / હાથમાં ફરસી લઈને પોતાના જ નેતાને ખટ્ટરે કહ્યું - ‘ગળુ કાપી દઈશ તારુ’

  • કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલાએ સીએમ પર પ્રહાર કરતા કહ્યું કે, ગુસ્સો અને અહંકાર સ્વાસ્થય માટે સારુ નહીં

Divyabhaskar.com

Sep 11, 2019, 05:42 PM IST

નેશનલ ડેસ્ક: હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તેઓ હાથમાં એક ફરસી લઈને ઉભા છે. ફરસી લઈને તેઓ દુશમનોને કહી રહ્યા છે કે, ફરસી દુશમનોનો નાશ કરવા માટે છે. આ દરમિયાન પાછળ ઉભેલા બીજેપીના એક નેતા તેમને પારંપારિક ટોપી પહેરાવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ સીએમને આ વાત પસંદ ન આવી. બીજેપી નેતાએ જેવી મનોહરલાલ ખટ્ટરને ટોપી પહેરાવી ત્યારે સીએમએ ગુસ્સામાં પાછળ ફરીને બીજેપી નેતાને તેમની ગરદન કાપવાની ધમકી આપી હતી.

જન આશીર્વાદ રેલી દરમિયાન ધમકી આપી
હરિયાણામાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મનોહરલાલ ખટ્ટરે એક ચૂંટણી સભા અને રેલી કરી હતી. રેલી દરમિયાન જ તેમણે જનતાની સામે તેમના નેતાને ગળુ કાપી દેવાની ધમકી આપી હતી.

વાયરલ વીડિયોમાં સીએમ ખટ્ટર કહી રહ્યા છે કે, શું કરી રહ્યા છો? ગર્દન કાપી દઈશ તારી, ખસો એક બાજુ. આ દરમિયાન બીજેપી નેતાએ સીએમની બે હાથ જોડીને માફી પણ માંગી. આ વીડિયો કોંગ્રેસના પ્રવક્તા અને સીનિયર નેતા રણદીપ સુરજેવાલાએ શેર કર્યો છે.

કોંગ્રેસ પ્રવક્તાએ સીએમ પર આકરા પ્રહાર કરતાં કહ્યું છે કે, ગુસ્સો અને અહંકાર સ્વાસ્થય માટે ખરાબ છે. ખટ્ટર સાહેબને આટલો ગુસ્સો કેમ આવે છે. ફરસી લઈને તેમના નેતાને જ કહે છે કે, ગળુ કાપી દઈશ તારું, તો પછી જનતા સાથે તો શું કરશે?

જોકે આવું પહેલીવાર નથી કે મનોહરલાલ ખટ્ટરને ગુસ્સો આવ્યો છે. આ પહેલાં પણ કરનાલના એક કાર્યક્રમમાં ખટ્ટર જનતા પર ફુલ વરસાવી રહ્યા હતા. આ દરમિયાન તેમની સાથે ઉભેલા યુવકે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરતાં તેમણે તે યુવકને ધક્કો માર્યો હતો. ફેબ્રુઆરીમાં એક વૃદ્ધ દંપતિ પર ગુસ્સો કર્યો હતો. દંપતિ 19 લાખની દગાખોરી મામલે એક ફરિયાદ લઈને મુખ્યમંત્રી પાસે પહોંચ્યા હતા.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી