તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉતર પ્રદેશ-ત્રિપુરામાં ભાજપ અને કેરળમાં લેફ્ટની જીત, છત્તીસગઢમાં કોંગ્રેસ આગળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 4 રાજ્યોની ચાર વિધાનસભા સીટો પર 23 સપ્ટેમ્બરે પેટા ચૂંટણી માટે વોટિંગ થયું હતું
  • કેરળમાં સતાધારી એલડીએફના મણિ સી કપ્પને યુડીએફના જોસ ટોમ પુલીક્કુનેલને હરાવ્યા
  • ઉપ્રના હમીરપુરમાં ભાજપના યુવરાજ સિંહ જીત્યા, છત્તીસગઢના દંતેવાડા સીટ પર કોંગ્રેસની દેવતી કર્મા આગળ

નવી દિલ્હી: ચાર રાજ્યોમાં 4 વિધાનસભા સીટો પર પેટા ચૂંટણીના પરિણામો શુક્રવારે જાહેર કરવામાં આવ્યા છે. હમીસપુર સીટ પર ભાજપના યુવરાજ સિંહ વિજયી થયા છે. પાલા સીટ પર લેફ્ટ સતાધારી એલડીએફના મણિ સી કપ્પનને યુડીએફના જોસ ટોમ પુલીક્કુનેલને હરાવ્યા. બાધરઘાટ સીટ પરથી ભાજપની મિની મજૂમદારની જીતી થઈ છે. દંતેવાડાથી કોંગ્રેસની દેવતી કર્મા આગળ ચાલી રહી છે. 23 સપ્ટેમ્બરે ઉતર પ્રદેશ(હમીરપુર), છત્તીસગઢ(દંતેવાડા), કેરળ(પાલા) અને ત્રિપુરા(બાધરઘાટ) સીટ પર પેટા ચૂંટણી થઈ હતી.    

હમીરપુર: હમીરપુર સીટ પર ભાજપના યુવરાજ સિંહ અને સપાના મનોજ પ્રજાપતિ વચ્ચે ટક્કર છે. કોંગ્રેસે અહીં દિપક નિષાદ અને બસપાના નૈશાદ અલીને મેદાનમાં ઉતાર્યા હતા. હમીરપુર સીટથી ભાજપ ધારાસભ્ય અશોક કુમાર સિંહ ચંદેલને હત્યાના મામલે કોર્ટ દ્વારા સજા સંભળાવ્યા પછી આ સીટ ખાલી થઈ હતી.

દંતેવાડા: 23 સપ્ટેમ્બરે થયેલી પેટા ચૂંટણીમાં અહીં 60.21 ટકા મતદાન થયું હતું. પેટા ચૂંટણીમાં કુલ 9 ઉમેદવાર મેદાનમાં હતા પરંતુ સીધી ટક્કર ભાજપના ઉમેદવાર ઓજસ્વી મંડાવી અને કોંગ્રેસના ઉમેદવાર દેવતી કર્મા વચ્ચે હતી.

પાલા: કેરલની પાલા વિધાનસભા સીટ પર 71.48 ટકા મતદાન થયું હતું. પૂર્વ નાણામંત્રી અને કેરળ કોંગ્રેસ (એમ)ના નેતા કે.એમ. મણિના નિધનના કારણે અહીં પેટા ચૂંટણી કરવામાં આવી હતી.

બાધરઘાટ: ત્રિપુરાની બાધરઘાટ સીટ ભાજપના ધારાસભ્ય દિલીપ સરકારના નિધનના કારણે ખાલી થઈ હતી. આ સીટ પર કુલ 79 ટકા વોટ પડ્યા હતા.