• Home
  • National
  • Hair loss is now starting at the age of 25, Hair transplant market is 22 thousand crore

હેલ્થ / હવે 25ની ઉંમરથી જ ટાલિયાપણું શરૂ થઇ રહ્યું છે, 22 હજાર કરોડનું બજાર

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા 5 વર્ષમાં 10 ગણા વધ્યા, વિદેશીઓ પણ આવે છે
  • બૉલિવૂડ ફિલ્મોના કારણે ટાલિયાપણું ચર્ચામાં
  • સુંદર દેખાવા માટે વાળ જ મહિલા-પુરુષની પ્રાથમિકતા

Divyabhaskar.com

Nov 03, 2019, 12:40 AM IST

ધર્મેન્દ્ર સિંહ ભદૌરિયા, નવી દિલ્હી: બૉલિવૂડ ફિલ્મોના કારણે ટાલિયાપણું ફરી એક વાર ચર્ચામાં આવી ગયું છે. આનુવંશિકતા, ડેન્ડ્રફ, ખારા પાણી અને ઝડપથી બદલાતી દિનચર્ચાના કારણે ટાલિયાપણું ઝડપથી વધી રહ્યું છે. નિષ્ણાતોના કહેવા મુજબ દેશમાં લગભગ દરેક વ્યક્તિ વાળની સમસ્યાનો સામનો કરે છે. જોકે, મોટા ભાગના લોકો તેને અવગણે છે. હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવનારાની સંખ્યા છેલ્લા 5 વર્ષમાં 10 ગણી વધી છે. હાલ તે 20 ટકાની ઝડપે વધી રહ્યું છે. ભારતમાં હેર ટ્રાન્સપ્લાન્ટની ફોલિકલ યુનિટ એક્સટ્રેક્શન (એફયુઇ) કે સ્ટ્રિપ પદ્ધતિ સૌથી લોકપ્રિય છે.
દેશમાં હેરકેર માર્કેટ હાલ 22 હજાર કરોડ રૂપિયાનું
વીએલસીસીના ડાયરેક્ટર સંદીપ આહૂજાએ જણાવ્યું કે દેશમાં હેરકેર માર્કેટ હાલ 22 હજાર કરોડ રૂપિયાનું છે, જે વાર્ષિક 8-10 ટકાના દરે વધી રહ્યું છે. આ માર્કેટમાં 40થી 50 ટકા હિસ્સો તેલનો જ છે. આ માર્કેટમાં શેમ્પૂ અને હેર વિગ પણ સામેલ છે. હેર ટ્રાન્સપ્લાન્ટ કે વાળ લગાવડાવવાનો ગ્રોથ રેટ વાર્ષિક 20 ટકા વધી રહ્યો છે. હેર ટ્રાન્સપ્લાન્ટ 40 હજારથી માંડીને 3.5 લાખ રૂ. સુધીના થાય છે. આપણે ત્યાં ટ્રીટમેન્ટ કરાવવા મિડલ-ઇસ્ટ, સાઉથ-ઇસ્ટ એશિયામાંથી પણ લોકો આવે છે. વાળ ખરવાનું મુખ્ય કારણ આનુવંશિક છે. માતા-પિતામાં આ સમસ્યા હોય તો સંતાનના વાળ પણ વારસાગત ખરતા હોય છે. જ્યાં પાણીમાં ખારાશ હોય તેવા પ્રદેશોમાં પણ વાળ ખરવાની સમસ્યા જોવા મળે છે.
હવે 25 વર્ષની ઉંમરથી જ વાળ ખરવાનું શરૂ થઇ જાય છે
ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલ્સના પ્લાસ્ટિક, કોસ્મેટિક એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીના વરિષ્ઠ સલાહકાર ડૉ. કુલદીપ સિંહે કહ્યું કે અન્ય કારણો ઉપરાંત વધુ તણાવ, ઓછી શારીરિક પ્રવૃત્તિ અને ભોજનમાં ઘટતા પોષણને કારણે પણ વાળ ખરવાનું વધ્યું છે. પહેલાં 25થી 40 વર્ષની ઉંમર બાદ વાળ ખરવાનું શરૂ થતું હતું પણ હવે 25 વર્ષની ઉંમરથી જ વાળ ખરવાનું શરૂ થઇ જાય છે. ટ્રીટમેન્ટ જોખમરહિત અને પ્રમાણમાં સસ્તી થઇ જવાના કારણે લોકો હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે. જે લોકોમાં સર્જરી માટે ડોનર હેર (કાનની પાછળના ભાગે માથાના વાળ) ઓછા હોય તેમણે વિગ જ પહેરવી પડે છે. અમારા દર્દીઓમાં એશિયાઇ દેશો ઉપરાંત આફ્રિકાથી પણ લોકો હેર ટ્રાન્સપ્લાન્ટ માટે આવે છે.
22 ટકા મહિલાઓ માટે સુંદર દેખાવવા વાળ મહત્ત્વપૂર્ણ
નીલસનના રિપોર્ટ ‘ધ બ્યુટી માર્કેટ ઇઝ લેટિંગ ઇટ્સ હેર ડાઉન’ મુજબ પુરુષો માટે સુંદર દેખાવવા વાળ સૌથી મહત્ત્વપૂર્ણ થઇ ગયા છે. 13 ટકા લોકોએ સુંદર દેખાવવા ફિઝિકને મહત્ત્વપૂર્ણ ગણાવ્યું જ્યારે તેનાથી બમણાથી પણ વધુ 30 ટકા પુરુષોએ વાળને મહત્ત્વપૂર્ણ ગણાવ્યા. સર્વાધિક 22 ટકા મહિલાઓ માટે સુંદર દેખાવવા વાળ મહત્ત્વપૂર્ણ હતા. ગ્રામીણ ક્ષેત્રની તુલનામાં શહેરી લોકો હેર કેર પાછળ ત્રણ ગણો ખર્ચ કરે છે. પ્લાસ્ટિક, કોસ્મેટિક એન્ડ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન અને તજજ્ઞ ડૉ. ડીજેએસ તુલ્લાએ કહ્યું કે લગભગ દરેક વ્યક્તિના જીવનમાં વાળની સમસ્યા આવે છે પણ મોટા ભાગના તેની ઉપેક્ષા કરે છે.
દેશમાં હેર ટ્રાન્સપ્લાન્ટ માટે એફયુઇ લોકપ્રિય
પ્લાસ્ટિક, કોસ્મેટિક એન્ડ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન અને તજજ્ઞ ડૉ. ડીજેએસ તુલ્લાના જણાવ્યાનુસાર હેર ટ્રાન્સપ્લાન્ટની બે પદ્ધતિ પ્રચલિત છે. પહેલી ફોલિકલ યુનિટ ટ્રાન્સપ્લાન્ટ (એફયુટી) કે સ્ટ્રિપ મેથડ છે, જેમાં સર્જરી થાય છે. માઇક્રોસ્કોપ દ્વારા એક-એક વાળ લગાવાય છે. બીજી મેથડ ફોલિકલ યુનિટ એક્સટ્રેક્શન (એફયુઇ) છે, જેમાં ટાંકા કે ચીરા વગર માથામાં વાળ લગાવાય છે. હવે તો રોબોટિક ટ્રાન્સપ્લાન્ટ પણ થવા લાગ્યું છે. રોબોટિક સર્જરી થોડી મોંઘી હોય છે. ટ્રાન્સપ્લાન્ટ ઉપરાંત લોકો હેર વિગ, પેચ અને વિવિંગ પણ કરાવે છે.
સૌંદર્યના આ 5 માપદંડને મહિલા-પુરુષોએ આ પ્રકારે પ્રાથમિકતા આપી

પુરુષ મહિલા
વાળ 30% 22%
શરીર 13% 21%
ચહેરો 10% 14%
ત્વચા 8% 9%
હાવ-ભાવ 7% 8%

સ્ત્રોત: નીલસન સ્ટડી (એચ 2 2017)

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી