તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીઆરપીએફની સુરક્ષા વ્યવસ્થામાં ગ્રીન કોરિડોર બનાવી કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને લવાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બેંગ્લુરુ ગયેલા ધારાસભ્ય એરપોર્ટ સુધી આવી ગયા હતા, પણ છેલ્લી ઘડીએ ભોપાલ આવવાનું રદ્દ થયું - Divya Bhaskar
બેંગ્લુરુ ગયેલા ધારાસભ્ય એરપોર્ટ સુધી આવી ગયા હતા, પણ છેલ્લી ઘડીએ ભોપાલ આવવાનું રદ્દ થયું
 • કમલનાથ સરકારનો 16 માર્ચે ફ્લોર ટેસ્ટ થશે,શનિવાર રાત્રે રાજ્યપાલે આ અંગે આદેશ કર્યો છે
 • ભાજપ કર્ણાટક પેટર્નથી ઓપરેશન લોટસને આખરી અંજામ આપી રહ્યું છે, પોતાના ધારાસભ્યો બચાવવા કોંગ્રેસ પ્રયત્નશીલ

બેંગ્લુરુ/ગુડગાંવ (સુમિત પાંડે, શૈલેન્દ્ર સિંહ, ચૌહાણ અને ઉમાશંકર) :મધ્ય પ્રદેશમાં જારી રાજકીય ઉથલ પાથલમાં સત્તાનું કેન્દ્ર બનેલા બેંગ્લુરુમાં શનિવારે વિચિત્ર રાજકીય સન્નાટો ફેલાઈ ગયો. કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય દિવસભર ગોલ્ફસાયર રિસોર્ટમાં રહ્યા. કોંગ્રેસના બે પ્રધાન પણ જતા રહ્યા. કોઈ જ મેદાની હિલચાલ જોવા મળી નહીં, પણ જમીની રણનીતિ બનતી હોય તેમ લાગ્યું. કર્ણાટક પેટર્નથી ભાજપ બળવાખોર ધારાસભ્યોના સીઆરપીએફની સુરક્ષા સાથે નિકળશે. ગ્રીન કોરિડોર બનશે. એરપોર્ટ સુધી કાફલામાં કોઈ જ ઘુસી શકશે નહીં. તમામ વાહનો અટકાવવામાં આવશે. કોંગ્રેસ સુરક્ષા કવચને તોડવા માટે શક્ય તમામ પ્રયાસ કરશે. કમલનાથ સરકારને 16 માર્ચના રોજ ફ્લોર ટેસ્ટમાં બહુમતી સાબિત કરવાની રહેશે.

કોંગ્રેસની થિંક ટેકની હિલચાલ
કર્ણાટક ફોર્મ્યુલામાં અત્યાર સુધી ચાલી રહેલી સરકાર તોડવાના ઘટનાક્રમ પર કોંગ્રેસની નજર ટકેલી છે. અત્યાર સુધી 6 ધારાસભ્યોના રાજીનામા મંજૂર કરવા સુધી બધુ જ એક જેવુ ચાલી રહ્યું છે. કુમારસ્વામીના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર છેવટે પેટાચૂંટણીમાં જવા સુધીના દાવમાં ચુકી ગઈ હતી. હવે માર્ગ એવો નિકળી રહ્યો છે કે ગમે તેમ કરીને ધારસાભ્ય ભાજપમાં ન જોડાય. ફ્લોર ટેસ્ટમાં સરકાર સાથે તેઓ રહે.

હવે ભાજપ તૈયાર કરી રહ્યું છે કે એ અને બી પ્લાન
ભાજપ નક્કી કરેલી નીતિ પ્રમાણે એ અને બી પ્લાન તૈયાર કરી રહ્યું છે. કોંગ્રેસને હાથતાળી આપીને ધારાસભ્યોને અલગ-અલગ રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. આ સંજોગોમાં એરપોર્ટથી પરત આવ્યા બાદ બે દિવસ માટે ચાર્ટર્ડ બુક છે. ફ્લોર ટેસ્ટ માટે સંકેત મળતા જ સૌ પહોંચશે. 15 અને 16 માર્ચ બે દિવસ ઉડાનની તૈયારી છે.

રિસોર્ટ સુધી પહોંચે કોંગ્રેસ નેતા, પણ અંદર જવા ન દેવાયા
કોંગ્રેસના ભૂતપુર્વ સીએમ સિદ્ધારમૈયા સરકારમાં કેબિનેટ પ્રધાન રહેલા યુએસ ઉગરપ્પા અચાનક બપોરે રિસોર્ટ પહોંચ્યા. તેઓ અંદર જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ પોલીસે તેમને અંદર જવા દીધા ન હતા. વિવાદની સ્થિતિ પણ સર્જાઈ હતી. તેમણે કહ્યું કે હું ધારાસભ્યોને મળવા માટે નહીં, તેમના પરિચિતના આયોજનમાં સામેલ થવા માટે આવ્યો છું.

અમે તેમનાથી નવ ચાલ આગળનું વિચારી છીએ
બેંગ્લુરુથી એક ધારાસભ્યએ કહ્યું કે સ્પીકર એનપી પ્રજાપતિએ અમે જે દિવસે નોટિસ જારી કરી હતી તે દિવસે અમે તેમને અને રાજ્યપાલને મળવા માટે કેન્દ્રીય સુરક્ષા માંગી હતી. સ્પીકરે અમને 11મી તારીખે નોટિસ આપી હતી કે તમે લોકો આવો અને તમારા રાજીનામાને પ્રમાણિત કરાવો. ત્યારબાદ અમે તેમને મેઈલ કરી રાજ્યપાલ મહોદય પાસે સુરક્ષા માંગી હતી. પણ તેમણે આ અંગે કોઈ જ કાર્યવાહી કરી ન હતી. 
વિશ્વનાથન આનંદ શતરંજના વિશ્વ ચેમ્પિયન એટલા માટે હતા કારણ કે તેઓ સામેની વ્યક્તિથી નવ ચાલનું આગળનો વિચાર કરતા હતા. આ સંજોગોમાં અમે તેમની (કોંગ્રેસ) પહેલા જ ચાલ અંગે વિચારી લઈ છીએ. અમે આટલા વર્ષો સુધી તેમની સાથે જ રહી છીએ. તેઓ જે વિચારે છે તે અમે અગાઉથી જ સમજી જઈ છીએ.

બ્રેકફાસ્ટ કરશે અને 1.45 વાગ્યા સુધીમાં પહોંચી જશે
ભાજપે 16 માર્ચના રોજ ફ્લોર ટેસ્ટની માંગ કરી છે. આ અંગે એક વિધાયકને પૂછવામાં આવતા કહ્યું હતું કે અમે જ્યાં પણ છીએ ત્યાંથી ભોપાલ પહોંચવામાં એક કલાક 45 મિનિટ સમય લાગે છે. અમે બ્રેકફાસ્ટ કરશું, 9.30 વાગે જશું અને 11 વાગે ફ્લોર ટેસ્ટ માટે પહોંચી જશું અથવા તે જે પણ સમય આપશે તે સમયે પહોંચી જશું.

ગુડગાંવથી રિપોર્ટ

4 દિવસથી હોટેલમાં રોકાયેલા ભાજપના ધારાસભ્યો પરેશાન
ગુડગાંવ સ્થિત આઈટીસી ગ્રાન્ડ ભારત હોટેલમાં રહેલા મધ્ય પ્રદેશના ભાજપના ધારાસભ્યોને મળવા માટે શનિવાર સાંજ સુધી કોઈ જ નેતા હોટેલ ન પહોંચ્યા. હોટેલમાં 10 માર્ચની રાતથી રોકાયેલા 106 ધારાસભ્ય હવે પરેશાન છે. તેમણે પરિવાર સાથે વાત કરવાની પણ અનુમતિ નથી. માટે વિશેષ આગ્રહ પર વ્યવસ્થા કરવામાં આવે છે. હોટેલમાં કેટલાક દિવસ વધુ રોકાવાની સૂચનાથી ધારાસભ્યોની બેચેની વધી ગઈ છે. કેટલાક ધારાસભ્યો દ્વારા હોટેલના સ્ટાફ સાથે અયોગ્ય વર્તણુક કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. શુક્રવારે સાંજે હોટેલથી પરત ફરતી વખતે સાંસદ રાકેશ સિંહે શનિવાર સાંજે તેમના ધારાસભ્યોને વિશ્વાસ અપાવ્યો હતો. તેઓ મોડી સાંજ સુધી તેમના આવવાની પ્રતિક્ષા કરી રહ્યા હતા. વ્યવસ્થામાં લાગેલા પોલીસ અધિકારી પણ તૈયાર હતા કે મોડી સાંજે સિંહ આવી શકે છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય પણ તેમને મળવા માટે બે દિવસથી આવ્યા નથી. ધારાસભ્યો પણ હોટલ મેનેજમેન્ટને પૂછી રહ્યા છે કે કોઈને આવવાની સૂચના છે કે નહીં.

 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો