ઓસ્ટ્રેલિયા / ગ્લોબલ વોર્મિંગ અને સમુદ્રનું તાપમાન વધવાથી ગ્રેટ બેરિયર રીફની સ્થિતિ ખૂબ ખરાઈ થઈઃ રિપોર્ટ

  • ઓસ્ટ્રેલિયન સરકાર દર પાંચ વર્ષે ગ્રેટ બેરિયર રીફની સ્થિતિ અંગે રિપોર્ટ બહાર પાડે છે
  • રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, 2014 બાદ રીફની સ્થિતિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે

Divyabhaskar.com

Sep 10, 2019, 02:55 PM IST

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના ગ્રેટ બેરિયર રીફની સ્થિત ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે. પર્યાવરણમાં ફેરફાર, વધુ માત્રામાં માછલી પકડવા અને માટીના ધોવાણથી આવી સ્થિતિ સર્જાઈ છે. સરકારી એજન્સીના જણાવ્યા પ્રમાણે રીફની સ્થિતિ સૌથી ન્યુનતમ સ્તરે પહોંચી ગઈ છે. જો તેને બચાવવા માટે પુરતા ઉપાય ન કરવામાં આવ્યા તો વિશ્વ વિરાસત માટે ખતરો સર્જાઈ શકે છે.

ગ્રેટ બેરિયર રીફને લઈને 2009માં પ્રથમ રિપોર્ટ આવ્યો હતો

ઓસ્ટ્રેલિયાના કાનૂન અંતર્ગત ગ્રેટ બેરિયર રીફ મરીન પાર્ક ઓથોરિટી(જીબીઆરએમપીએ)એ રીફની સ્થિતિને લઈને દર પાંચ વર્ષમાં રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે. 2009ના પ્રથમ રિપોર્ટમાં વેૈજ્ઞાનિકોએ રીફની સ્થિતિ સારી બતાવી હતી. જયારે 2014ના બીજા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે રીફને પ્રભાવિત કરનારા પરિબળો સામે લડવા અને તેની પર લગામ લગાડવાની જરૂરિયાત છે.

વિશ્વનો સૌથી મોટો ખડક

ગ્રેટ બેરિયર રીફ વિશ્વનો સૌથી મોટો ખડક છે. તે લગભગ 2,300 કિમીમાં ફેલાઈ છે. જીબીઆરએમપીએ કહ્યું કે ક્વીંસલેન્ડમાં સ્થિત ખડકની સ્થિતિ 2014 બાદ ફરીથી ખરાબ થઈ રહી છે. ખડકને 1981માં વૈજ્ઞાનિક અને આંતરિક મહત્વ માટે વિશ્વ વિરાસતમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જોકે છેલ્લા થોડા વર્ષોમાં વધી રહેલા તાપમાને કોરલ ખડકને ઝડપથી નુકસાન પહોંચાડ્યું છે.

નવા કોરલની સંખ્યા 89% સુધી ઘટી

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બ્લીચિંગના કારણે 89% સુધી નવા કોરલની સંખ્યા ઘટી ગઈ છે. તેનાથી 1,500 કિમીનો વિસ્તાર પ્રભાવિત થયો છે. ઓસ્ટ્રેલિયાઈ સરકારે ગત વર્ષે રીફને બચાવવા માટે 500 મિલિયન ડોલર(3,586 કરોડ રૂપિયા) ખર્ચ કરવાની વાત કહી હતી. સમુદ્રનું પાણી વધુ ગરમ થવાથી પ્રવાલ તેના ઉત્તકોને ત્યાગે છે, તેનાથી તે સંપૂર્ણ રીતે સફેદ થઈ જાય છે, તેને જ કોરલ બ્લીચિંગ કહે છે.

ઓસ્ટ્રેલિયન મરીન કન્ઝર્વેશન સોસાયટીના રણનીતિ નિર્દેશક ઈમોજેન જેથોવેને કહ્યું કે તેને બચાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને ઘટાડવું પડશે. સાથે જ વૈશ્વિક અને સ્થાનિક સ્તર પર અસરદાર અને જોરદાર સ્તરે કામ કરવું પડશે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી