• Gujarati News
  • National
  • Government's 7 point Advisory Keep Schools, Colleges Closed, Work home Home By March 31

યૂરોપિયન યૂનિયન, તુર્કી અને બ્રિટનના પ્રવાસીઓની 18 માર્ચથી એન્ટ્રી બંધ; 31 માર્ચ સુધી દેશભરની સ્કૂલ-કોલેજ બંધ રાખવાની સલાહ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમવારે કન્યાકુમારીના સમુદ્રતટની તસવીર. અહીં હવે લોકોની ભીડ દેખાતી નથી - Divya Bhaskar
સોમવારે કન્યાકુમારીના સમુદ્રતટની તસવીર. અહીં હવે લોકોની ભીડ દેખાતી નથી
  • યૂરોપિયન યુનિયન, તુર્કી અને બ્રિટનથી ભારત આવનારા પ્રવાસીઓ પર 18 માર્ચથી રોક લગાવવામાં આવશે
  • સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે જો જરૂરી ન હોય તો લોકો બસ, ટ્રેન અને પ્લેનથી પ્રવાસ ન કરે

નવી દિલ્હી: દેશમાં કોરોનાવાયરસના કેસની સંખ્યા વધીને 117 પહોંચી ગઇ છે. સરકારે કોરના સામે લડવા માટે કડક નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે 7 પોઇન્ટની એડવાઇઝરી જાહેર કરીને કહ્યું કે દેશભરમાં 31 માર્ચ સુધી સ્કૂલ-કોલેજ બંધ રાખવામાં આવે અને તેમના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની મંજૂરી આપે. સરકારે યૂરોપિયન , તુર્કી અને બ્રિટનથી ભારત આવનારા પ્રવાસીઓ પર 18 માર્ચથી પ્રતિંબધ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયની બાદમાં સમીક્ષા કરવામાં આવશે. તે સિવાય UAE, કતર, ઓમાન અને કુવૈતથી આવનારા પ્રવાસીઓનો ક્વોરેન્ટાઇન પીરિયડ ઓછામાં ઓછા 14 દિવસનો હશે. 

સ્વાસ્થ્ય મંત્રાલયની એડવાઇઝરી
1. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સ કરી. મંત્રાલયે લોકોને અપીલ કરી કે 31 માર્ચ સુધી એકબીજા સાથે એક મીટરનું અંતર જાળવી રાખો. વધારે ખતરા વાળા વિસ્તારોમાં પ્રવાસ પર પ્રતિબંધ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. 
2. મંત્રાલયે અપીલ કરી કે જો જરૂરી ન હોય તો લોકો બસો, ટ્રેન અને પ્લેનના પ્રવાસથી દૂર રહે.
3. પ્રાઇવેટ સેક્ટરમાં સંસ્થાનોમાં જ્યાં સુધી શક્ય બને તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપે. 
4.  લોકલ પ્રશાસનને કહેવામાં આવ્યું છે કે તેઓ નેતાઓ, ધર્મગુરૂઓ સાથે તેમની સભાઓના સંચાલનને લઇને વાતચીત કરે. 
5. UAE, કતર, ઓમાન અને કુવૈતથી આવનારા પ્રવાસીઓને ઓછામાં ઓછા 14 દિવસના ક્વોરન્ટાઇન પીરિયડમાં મોકલવામાં આવશે. 
6. મંત્રાલયે કહ્યું- કોરોના વાયરસના પોઝિટીવ લોકો જેમના પણ સંપર્કમાં આવ્યા છે, તેમને કોન્ટેક્ટ ટ્રેસિંગ દ્વારા ઓળખવામાં આવી રહ્યા છે. આવા 5200 લોકોની ઓળખ કરવામાં આવી છે અને સૌ કોઇ દેખરેખમાં છે. 
7. મંત્રીઓની બેઠક બાદ સરકારે નિર્ણય લીધો કે કોરોનાના લીધે સામાજિક રીતે અંતર રાખવાના જરૂરી નિર્ણયને 31 માર્ચ સુધી યથાવત રાખવામાં આવશે. 

કોરોનાને લઇને ભારતે 74 કરોડનું ફન્ડ બનાવ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ પર રવિવારે સાત દેશના રાષ્ટ્રપ્રમુખ વીડિયો કોન્ફરન્સિંગમાં સામેલ થયા હતા. ભારત કોરોના સંકટથી નિપટવા માટે 10 મિલિયન ડોલર (74 કરોડ રૂપિયા)નું ઇમરજન્સી ફન્ડ બનાવશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા ટ્વીટ કરીને લોકોને કોરોના વાયરસ સામે લડાઇમાં સાથે આવવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું- આપણ ડોક્ટર, નર્સ, સ્વાસ્થ્ય કર્મચારીઓ સંક્રમણને રોકવાના સંપૂર્ણ પ્રયાસો કરી રહ્યા છે. તેઓ લોકોની મદદ કરી રહ્યા છે. જવાબદાર નાગરિકો આ લડાઇને તાકાત આપી શકે છે. 
ઈટાલી ગયેલી ટીમે સેમ્પલ એકત્ર કર્યા 
ભારતથી ઈટાલી ગયેલી મેડિકલ ટીમે રોમમાં પોતાનું મિશન પૂર્ણ કર્યું છે. ત્યાં હાજર ભારતીય વિદ્યાર્થીઓના સેમ્પલ એકત્ર કર્યા છે. હવે તેના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. જ્યાર બાદ ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત પોતાના ઘરે પરત ફરી શકશે. 

અન્ય સમાચારો પણ છે...