યોજના / સરકારની મંજૂરી મળતાં જ ગુજરાતથી દિલ્હી-હરિયાણા સુધી બનાવાશે 1400 કિમી લાંબી ‘ગ્રીન વોલ ઓફ ઈન્ડિયા’

Government plans 1,400km long great green wall from Gujarat to Delhi

  • ગ્રીન વોલથી અરવલ્લી વિસ્તારમાં જંગલોને ટકાવી રાખવામાં મદદ મળશે
  • પશ્ચિમી ભારત અને પાકિસ્તાનના રણથી દિલ્હી સુધી ઉડીને આવતી ધૂળને આ ગ્રીન વોલથી રોકી શકાશે

Divyabhaskar.com

Oct 10, 2019, 01:25 AM IST

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે દેશમાં પર્યાવરણને બચાવવા માટે અને હરીત ક્ષેત્રને વધારવા માટે 1400 કિમી લાંબી ગ્રીન વોલ બનાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતથી દિલ્હી-હરિયાણા બોર્ડર સુધી 1400 કિમી લાંબી અને 5 કિમીની પહોળાઈવાળી ગ્રીન વોલ બનાવવાની વિચારણા થઈ રહી છે. આફ્રિકામાં ક્લાઈમેટ ચેન્જ અને વધતા જતા રેગિસ્તાનથી છૂટકારો મેળવવા માટે હરિત પટ્ટી તૈયાર કરવામાં આવી રહી છે. તેને ‘ગ્રેટ ગ્રીન વોલ ઓફ સહારા’ પણ કહેવામાં આવે છે.

જોકે હજી કેન્દ્ર સરકાર તરફથી આ યોજનાની પ્રાથમિક તબક્કે વિચારણા શરૂ કરવામાં આવી છે. જો આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે તો તે ભારતમાં વધતા પ્રદૂષણને રોકવા માટે ખૂબ સફળ સાબીત થઈ શકે છે. આ ગ્રીન વોલ થાર રણના પૂર્વી તરફ બનાવવામાં આવશે. પોરબંદરથી પાનીપત સુધી બનનાર આ ગ્રીન બેલ્ટથી ઘટતા વન ક્ષેત્રમાં પણ સુધારો થશે. તે સિવાય ગુજરાત, રાજસ્થાન, હરિયાણાથી લઈને દિલ્હી સુધી ફેલાયલા અરવલ્લીના પહાડો પર ઘટતી જતી ગ્રીનરીનું સંકટ પણ ઓછું કરી શકાશે.
પશ્ચિમ ભારત અને પાકિસ્તાનના રણમાંથી આવતી ધૂળને રોકી શકાશે
પશ્ચિમી ભારત અને પાકિસ્તાનના રણથી દિલ્હી સુધી ઉડીને આવતી ધૂળને આ ગ્રીન વોલથી રોકી શકાશે. કેન્દ્ર સરકારના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, ભારતમાં વનની ઘટતી સંખ્યા અને વધતા રણને રોકવા માટેનો આ આઈડિયા તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્રની કોન્ફરન્સ (COP14)થી આવ્યો છે. જોકે હજુ આ આઈડિયા મંજૂરી માટે ફાઈનલ સ્ટેજમાં નથી પહોંચ્યો.
2030 સુધી કામ પૂરો કરવાનો લક્ષ્યાંક
આફ્રિકામાં ગ્રેટ ગ્રીન વોલ પર અંદાજે એક દશકા પહેલાંથી કામ શરૂ થયું છે. જોકે આ પ્રોજેક્ટમાં ઘણાં દેશોની ભાગીદારી હોવાથી અને તેમની અલગ-અલગ કાર્યપ્રણાલી હોવાના કારણે હજી પણ આ પ્રોજેક્ટ પૂરો થઈ શક્યો નથી. ભારત સરકાર આ આઈડિયાને 2030 સુધી રાષ્ટ્રીય પ્રાથમિકતામાં રાખીને આ પ્રોજેક્ટ પૂરો કરવાનો લક્ષ્યાંક છે. આ પ્રોજેક્ટથી 26 મિલિયન હેક્ટર જમીનને પ્રદૂષણ મુક્ત કરી શકાશે.
ગ્રીન વોલનો મહત્વનો હિસ્સો હશે અરવલ્લી રેન્જ
જોકે હજી આ પ્રોજેક્ટ ખૂબ પ્રાથમિક તબક્કે હોવાથી કેન્દ્ર સરકારમાં કોઈ પણ અધિકારી આ વિશે વાત કરવા તૈયાર નથી. અધિકારીઓનું કહેવું છે કે, આ પ્લાન અપ્રૂવલ સ્ટેજ પર નથી. તેથી હાલ આ પ્રોજેક્ટ વિશે વાત કરવી યોગ્ય નથી. જોકે અધિકારીઓનું કહેવું છે કે, આ ગ્રીન બેલ્ટ વોલથી અરવલ્લી રેન્જને મોટા ભાગમાં કવર કરવામાં આવશે જેથી બરબાદ થઈ ગયેલા વનને સંપૂર્ણ રીતે વિકસીત કરી શકાય. આ પ્લાનને મંજૂરી મળતાં જ અરવલ્લી રેન્જ અને અન્ય વિસ્તારોની જમીન પર કામ શરૂ કરવામાં આવશે. તે માટે જરૂર પડશે તો ખેડૂતોની જમીનનું પણ અધિગ્રહણ કરવામાં આવશે. ભારતમાં જે 26 મિલિયન હેક્ટર જમીનમાં ગ્રીનરી વિકસીત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે તેમાં અરવલ્લી પણ છે.
દિલ્હી, રાજસ્થાન અને ગુજરાતની હાલત વધારે ખરાબ
ઈસરોએ 2016માં એક નક્શો જાહેર કર્યો હતો. તે નક્શા પ્રમાણે ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી જેવા રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોમાં જ્યાં 50 ટકા કરતા વધારે જમીન હરિત ક્ષેત્રથી બહાર છે. આ સંજોગોમાં અહીં રણ વિસ્તાર વધે તેવી શક્યતા છે.
આફ્રિકામાં સેનેગલથી જિબુતી સુધી ગ્રીન વોલ
આફ્રિકામાં જે ગ્રીન વોલ બની રહી છે તે સેનેગલથી લઈ જિબુતી સુધી હશે. પર્યાવરણમાં પરિવર્તન અને વધતા રણને અટકાવવા માટે તેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ભારતમાં અલગ કારણથી આવી વોલ બનશે.

X
Government plans 1,400km long great green wall from Gujarat to Delhi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી