અર્થવ્યવસ્થા / રિયલ એસ્ટેટમાં તેજી લાવવા સરકારની કવાયત, 25 હજાર કરોડના ફન્ડની જાહેરાત

Government announces boom in real estate, announcement of Rs 25,000 crore fund

Divyabhaskar.com

Nov 06, 2019, 08:58 PM IST

નેશનલ ડેસ્ક: નાણાંમંત્રી નિર્મલા સીતારમણે રિયલ એસ્ટેટ સેક્ટર માટે મોટી રાહતની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે દેશભરમાં અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ માટે સરકાર તરફથી 10 હજાર કરોડ રૂપિયાનું ફન્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે સિવાય તેમણે કહ્યું કે LIC હાઉસિંગ અને એસબીઆઇ તરફથી પણ તેમાં પૈસા ઉમેરવામાં આવશે. તેમણે કહ્યું કે કુલ ફંડ અત્યારે 25 હજાર કરોડ રૂપિયાનુ નક્કી કરવામાં આવ્યું છે.

નિર્મલા સીતારમણે કહ્યું કે સસ્તી અને સરળ શરતો પર ફન્ડ આપવામાં આવશે. તેમાં અફોર્ડેબલ અને લો કોસ્ટ હાઉસિંગ પ્રોજેક્ટને ફાયદો મળશે. તેમણે કહ્યું કે જે પ્રોજેક્ટ NPA થઇ ગયા છે અથવા તો NCLTમાં છે તેમને પણ તેનો ફાયદો મળશે. નિર્મલા સીતારમણે મંગળવારે કહ્યું હતું કે સરકાર અને ભારતીય રિઝર્વ બેન્ક આ સેક્ટરની મુશ્કેલીઓનું સમાધાન શોધવાની દિશામાં કામ કરી રહ્યા છે.

સરકાર દસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે
આ મકાનોના નિર્માણને પૂર્ણ કરવા માટે સરકાર એક વિશેષ વિન્ડો સ્થાપિત કરશે. આ કામમાં સરકાર પોતાના તરફથી દસ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેમાં 15 હજાર કરોડ રૂપિયા સ્ટેટ બેન્ક અને ભારતીય જીવન વીમા નિગમ પાસેથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

અધૂરા પડેલા મકાનોની કિંમત માર્કેટમાં 2 કરોડ રૂપિયા
સીતારમણે કહ્યું- આ રીતે 25 હજાર કરોડ રૂપિયાનું પ્રારંભિક વૈકલ્પિક રોકાણ ફન્જ બનાવવામાં આવશે. મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, બેંગલુરૂ, અમદાવાદ જેવા ઘણા શહેરોમાં હાઉસિંગ પ્રોજેક્ટ અધૂરા પડ્યા છે. તેમણે કહ્યું કે જે મકાન અધૂરા છે તેમની માર્કેટમાં કિંમત બે કરોડ રૂપિયા સુધી છે.

X
Government announces boom in real estate, announcement of Rs 25,000 crore fund
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી