જન્મદિવસ વિશેષ / ગમે તેટલા વ્યસ્ત કેમ ન હો, પરિવારને પુરતો ટાઈમ આપવાનો ગુણ દરેકમાં હોવો જોઈએઃ સુંદર પિચાઈ

Google CEO Sundar Pichai exclusive Interview with Divya Bhaskar on his 47th birthday
X
Google CEO Sundar Pichai exclusive Interview with Divya Bhaskar on his 47th birthday

  • ટેક્નોલોજીની દુનિયામાં હવે AI સૌથી મોટો ગેમચેન્જર હશે 
  • ભારતીય યુવાનોને એક વખત સિલિકોન વેલી જોવા જવું જોઈએ

Divyabhaskar.com

Jul 12, 2019, 02:06 PM IST

કેલિફોર્નિયાઃ આજે ગૂગલના CEO સુંદર પિચાઈ પોતાનો 47મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. છેલ્લા 15 વર્ષોમાં ગૂગલ સાથે સુંદરે જીવન અને દુનિયામાં ઘણા ઉતાર-ચઢાણ જોયા છે, ખાસ કરીને ટેકનોલોજીની દુનિયામાં. જન્મદિવસે ભાસ્કર માટે ગૂગલના પૂર્વ કર્મચારી અને વર્તમાનમાં યૂએનમાં કાર્યરત ટેક ગુરુ સિદ્ધાર્થ રાજહંસે તેમના કામ અને જીવનને સમજવાનો પ્રયાસ કર્યો. 

સુંદર કહે છે કે, હવે અમે ગૂગલની દરેક પ્રોડક્ટ અને સર્વિસ સાથે એ વાતનું ખાસ ધ્યાન રાખી શકાય કે તેનાથી દુનિયાની કોઈ પણ સમસ્યાનું સમાધાન લાવી શકાય. સાથે જ તમે ગમે તેટલા વ્યસ્ત કેમ ન હોય, પોતાન પરિવાર માટે સમય કાઢો. આ એક એવો ગુણ છે જે દરેક વ્યક્તિમાં હોવો જોઈએ.

 

ભાસ્કરના સવાલો અને પિચાઈના જવાબો

દુનિયામાં ત્રણ ફેરફારો ઝડપથી થઈ રહ્યા છે- 5જી, આર્ટિફિશીયલ ઈન્ટેલિજેન્સ અને ઈલેક્ટ્રિક વાહનો. આ ત્રણેયમાંથી કોણે ગેમ ચેન્જર માનો છો?

સુંદરઃ હું વ્યક્તિગત રીતે આ ત્રણેય માંથી AIના પક્ષમાં છું અને તેનું સમર્થન પણ કરું છું. મને લાગે છે કે એક જવાબદારી સાથે કંઈક નવું કરવું એટલે કે રિસ્પોન્સિબલ ઈનોવેશન ઈન્ડસ્ટ્રીમાં ગેમ ચેન્જર હશે. હું ગત દિવસોમાં બર્લિનની ટેકનિકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યો હતો ત્યારે પણ મેં આ વિષય પર જ મારા વિચારો રજૂ કર્યા હતા. મને લાગે છે કે 5જી એક સારુ પરિવર્તન છે, પરંતુ આ ફક્ત ટેકનોલોજીને એક ડગલું આગળ લાવશે-જેને હાલ કોમ્યુનિકેશન ઈન્ડસ્ટ્રીની ટેકનોલોજીનું અપગ્રેડ કહી શકાય છે. પરંતુ જે AIને હું ગેમ ચેન્જરનું નામ આપીશ. 

ગૂગલ અને દુનિયા માટે યોગદાન અંગે તમારા મનની વાત શું છે? 

સુંદરઃ હું 2004માં ગૂગલ સાથે જોડાયો હતો અને હું અહીંથી ઈનોવેશન અને પ્રોડક્ટ મેનેજમેન્ટના ઘણાં અનુભવોમાંથી પસાર થયો છું. મેં આ કંપનીને ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ, ક્રોમ બ્રાઉઝર, ગૂગલ ડ્રાઈવ, જીમેલ અને મેપ્સ જેવા નવા નવા વર્ટિકલ્સમાં બદલાતા જોઈ છે. મને લાગે છે કે ગૂગલ દુનિયાની એક અદ્વિતીય કંપની બની ગઈ છે અને આજે તે ઈન્ટરનેટનો પર્યાય છે. અમારું લક્ષ્ય આ જ આઈડિયોલોજીને વધુ આગળ લઈ જવાનું છે.

 

ગૂગલના સીઇઓ તરીકે 4 વર્ષથી રહ્યાં બાદ હવે જીવનમાં કેવા અને શું ફેરફારો થયાં છે?

સુંદરઃ હું કહીશ કે એક પદથી વધુ ભવિષ્ય બનાવવાની એક જવાબદારી છે. જેમાં ટેક્નોલોજીથી આગળ વધવાની ગતિને સંભાળવા અને તેના ઉપર ભવિષ્યનું નિર્માણ કરવાનું છે- આ રોમાંચક હોવાની સાથે જ પડકારભર્યું કામ છે. પરંતુ મારું જીવન લગભગ તેવું જ છે જેવું હતું- મારા સાથી, પરિવાર અને મિત્રો બધાં જ એવાં જ છે. હા, લોકો સુધી પહોંચવા અને તેમનું નેતૃત્વ કરવાની ક્ષમતા ઘણી ઝડપથી વધી છે અને તેના માટે હું કૃતજ્ઞ છું.

કોઈ ભારતીય યુવામાં એક ગુણ હોવો જોઈએ જેનાથી તે સુંદર પિચાઈ બની શકે?

સુંદરઃ મને લાગે છે કે જો તે શરૂઆતથી જ સખત મહેનત કરે અને સ્કલૂમાં ભણવા દરમિયાન જ રમત અને અભ્યાસ બંને પર બરાબરીથી ધ્યાન રાખીને સારું પ્રદર્શન કરે તો કોઈ પણ જીવનમાં આગળ વધી શકે છે. હું તો એક નાનું ઉદાહરણ છું, વિશ્વભરમાં, કેલિફોર્નિયાના બે-એરિયા (ખાડી ક્ષેત્ર)માં અનેક એવાં ભારતીયો છે જેઓએ ભારતીયનું સન્માન વધાર્યું છે. 

 

ત્રણ મોટા ફેરફારો જે CEO તરીકે તમે ગૂગલમાં લઈને આવ્યા છો? તમારા મતથી એવું કંઈ જે દરેક સફળ કંપની અને તેના કર્મચારીઓમાં હોવું જોઈએ?

સુંદરઃ હું માનું છું કે સારા લીડરને પોતાની કંપનીમાં થનારી દરેક વસ્તુ માટે જવાબદાર હોવું જોઈએ. તો મારા મતે આ પહેલો બદલાવ હશે- જવાબદારી- હું ગૂગલના સાથીઓ સાથે નિયમીતપણે ઈમેલ કે અન્ય રીતે વાત કરું છું. જેનાથી મને કંપનીને સંભાળવા મદદ મળે છે. 

  • મારા મતે પરિવર્તનનો બીજો પોઈન્ટ હશે સૌની ભાગીદારી દુનિયાભરમાં સમાચાર ફેલાયા હતા, જ્યારે મેં એક ગૂગલ કર્મચારીને કંપનીમાંથી કાઢી મૂક્યો હતો. આ કર્મચારીએ કહ્યું હતું કે, બાયોલોજિકલી મહિલાઓ ઘણા પ્રોજેક્ટ્સને પુરા કરવા માટે સક્ષમ હોતી નથી. હું દાવા સાથે આ વાત પર વિશ્વાસ કરું છું કે શારિરીક લક્ષણોના આધારે કોઈની ટીકા કરવી ખોટું હશે. એટલા માટે જ સૌને સાથે લઈને ચાલવું એક શ્રેષ્ઠ સીઈઓના ગુણ છે. 
  • ત્રીજો પોઈન્ટ, પોતાની કંપનીને આલ્ફાબેટના બેનર હેઠળ ફરીથી સંગઠિત કરવાનું,  અમારું દાયિત્વ એવી કોર ટેકનોલોજી પર ધ્યાન આપવાનું છે જે ગૂગલને ચલાવે છે. જેથી ટેકનોલોજી પર એક ક્લિયર વિઝન હોવું મારી લીડરશીપનો મહત્વનો ભાગ છે. 
  • મને લાગે છે કે આ કોર વેલ્યૂનું એક સારૂ મિશ્રણ કોઈ પણ સારી કંપનીને પ્રગતિના પંથે લઈ જશે.  
 

પીએમ મોદી બીજી વખત સત્તામાં આવ્યાં પછી વધુ ભારતીયોને નોકરીઓ આપવાનો કોઈ વિશેષ પ્લાન છે?

સુંદરઃ મને લાગે છે કે પીએમ મોદી ઘણું સારું કામ કરે છે. હું સામાન્ય રીત કોઈ રાજકીય વાત કરતાં પહેલાં તેને ટાળવાનો પ્રયાસ કરું છું. અમે સતત ભારતમાં અમારો  બેઝ વધારી રહ્યાં છીએ અને ત્યાં અમારા પોર્ટફોલિયોમાં નવા જોબ્સ પણ જોડાઈ રહ્યાં છે. અમે આ રીતે જ ભારતીયોને અમારી સાથે જોડાવવાનું ચાલુ રાખીશું અને હું વિચારું છું કે તે અમારા માટે ઘણાં જ જરૂરી ગૂગલર્સ છે.

યુવા ભારતીય માટે તમારો કોઈ મેસેજ?

સુંદરઃ પોતે ભારતીય છે તે વાત પર ગર્વ કરો અને સખત મહેનત કરતાં રહો. તે જરૂરી નથી કે તમને હંમેશા સફળતા જ મળશે કે તમને તે જ ડોમેન (ક્ષેત્ર)માં કામ કરવાની તક મળશે જેમાં તમે અભ્યાસ પૂર્ણ કર્યો હોય. હું પોતે મેટલર્જિકલ એન્જિનિયર છું અને આજે હું વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપનીનો એક હેડ છું. પોતાનું એક સપનું હોવું, એક વિઝન હોવું તે સારી વાત છે, પરંતુ સતત સખત મહેનત જ સફળતાના તાળાની ચાવી છે. 

 

 

10 વાતોઃ પિચાઈની પસંદ અને જીવન મૂલ્ય

1. કયા ગુણ હોવા જરૂરી?

'પોતાના પરિવારને પર્યાપ્ત(યોગ્ય) સમય આપવો.' મારા મતે એક પિતા માટે સૌથી જરૂરી ગુણ છે. સીઇઓ બન્યાં બાદ, મેં એક એવી આદત બનાવી છે કે બાળકો સુઈ જાય તે પહેલાં ઘરે પરત ફરું. મને લાગે છે કે એક સારો પિતા બનવાથી જ એક સારા સમાજનો પાયો નાંખી શકાય છે.

2. કોની સાથે સમય પસાર કરો છો?

મારા બાળકો, કિરણ અને કાવ્યાની સાથે સમય પસાર કરવો ઘણું જ ગમે છે. મારો પુત્ર કિરણ હાલમાં જ મારા બનાવેલા હોમ મેડ ગેમિંગ પીસીમાં ઈથીરિયમ નામની ક્રિપ્ટોકરન્સી માઈન કરી છે. ડિનર ટેબલ પર તેની સાથે એક આખા દિવસ અંગે તેમજ ઈકોનોમી વેલ્યૂ જેવી વાત પર ચર્ચા કરવાનું પસંદ કરું છું. મારી પત્ની અંજલી પણ ઘણી જ મોટી સપોર્ટર છે.

3. શું ગાઓ છો?

હું સારું ગાઈ શકતો નથી, પરંતુ હવે એવી આદત બની ગઈ છે કે જ્યારે ટાઈમ મળે ત્યારે યુટ્યુબ મ્યુઝિક પર ગીતો ચાલુ કરી દવ છું. મારા પ્લેલિસ્ટનાં ટ્રેન્ડમાં ચાલી રહેલા ટોપ 10 ગીતો હોય છે. મને બોલીવુડ પણ ખુબ જ ગમે છે. હું અમૂમન ગાઉ છું. અને એટલા માટે જ મને અમેરિકન સિંગર બ્રનો માર્સ ગમે છે.

4. કોના હાથનું જમવાનું પસંદ છે?

 હું શાકાહારી છું તેથી મને તે બધું જ પસંદ છે જે મા બનાવે છે. મને દહીં-ભાત સારા લાગે છે, ખાસ કરીને ચેન્નાઈવાળા.

 

5. પસંદગીની ફિલ્મ?

મને 'ધ મેન હૂ ન્યૂ ઇન્ફિનિટી' જોવી પસંદ છે. જેમાં એક દેવ પટેલે શ્રીનિવાસ રામાનુજની સારી ભૂમિકા ભજવી છે. હું ઈચ્છીશ કે તેને બીજી વખત જોઉં.

6. બોલીવુડમાં કોણ પસંદ છે?

 દીપિકા પાદુકોણ. હું તેમના કામની કદર કરું છું.
 

7. કોઈ પસંદગીની જગ્યા?

આમ તો તમારી સાઈટ ભારતીય માટે છે, તો હું ભારતના યુવાનો અને ટેક્નો ફ્રેન્ડલી લોકોને કહીશ કે સિલિકોન વેલી જોવી જોઈએ. ત્યાંની યાત્રા તમને ટેક્નોલોજી અને એન્ટપ્રેન્યોરશિપની દુનિયાનું નોલેજ વધારવાનો અનુભવ આપશે.

8. ગમતો સ્માર્ટફોન?

મને એક સમયે બ્લેકબેરી ગમતો હતો. જો કે આજે સ્માર્ટફોનની વર્તનાન જનરેશન પ્રમાણે કહું તો, હું પિક્સેલ 3XLનો ફેન છું. 

9. મનપસંદ ક્રિકેટર?

 

મને ક્રિકેટ ગમે છે. હું સ્કુલમાં ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો. હું ગાંડાની જેમ ક્રિકેટને ફોલો કરું છું મને લાગે છે કે કોહલી ઘણું સારું રમી રહ્યા છે. હું આઈસીસી વર્લ્ડકપ પણ જોઉ છું અને મને લાગે છે કે રોહિત શર્મા એ નામ છે જેના માટે મને ઘણી આશાઓ છે.

10. એક પ્રેરક વિચાર?

આ છે, "The Ability to empower others around you is a wondrful value" એટલે તમારી આસપાસના લોકોને સશક્ત બનાવવાની ક્ષમતા એક અદ્ભુત ગુણ છે. માત્ર એક દોડ તરીકે પ્રતિસ્પર્ધ કરવાની ભાવના આપણને બધાંને પાછળ છોડી દેશે. આ કંઈક એવું જ છે જેને હું સીઇઓ તરીકે પણ કરવાનો પ્રયાસ કરું છું. મારા માટે લોકોની સમસ્યાઓના ઉકેલ શોધવાનું કામ સૌથી જરૂરી છે. પ્રાઈવેસીના ઉલ્લંઘન વગર "ટેકનોલોજીનો જવાબદારપૂર્વક ઉપયોગ" કંઈક એવા વિચાર છે જે અંગે હું હાલ ઘણી જ ચર્ચા કરું છું. 

 

 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી