આગ ઝરતી તેજી / શેર કરતાં સોનું સવાયું, 12 દિવસમાં રૂ. 3200 વધી 39200

Gold reached Rs 38,900, 40,000 by Diwali

  • ટ્રેડવોર બાદ હવે કરન્સી વોર સર્જાતા સેફ હેવન સોનામાં તેજી જોવા મળી છે
  • 1 કિલો ગ્રામ ચાંદીનો ભાવ 44,300 રૂપિયા
  • 1 વર્ષમાં સોનામાં 25%નું રિટર્ન; ચાંદી 41300થી વધીને 45000 પર બંધ

Divyabhaskar.com

Aug 14, 2019, 01:27 AM IST

અમદાવાદ: સેફ હેવન સોનામાં શોર્ટટર્મ ટ્રેડર્સને ઘી-કેળાં જ્યારે ઇક્વિટીના ઇન્વેસ્ટર્સને બેન્ક એફડી કરતાં પણ નીચું રિટર્ન મળી રહ્યું છે. અમદાવાદ ખાતે 10 ગ્રામદીઠ સોનાનો ભાવ પહેલી ઓગસ્ટે રૂ.36000 હતું જે અત્યારે 39200 પહોંચ્યો છે આમ સરેરાશ 10 ગ્રામ દીઠ માત્ર 12 જ દિવસમાં રૂ.3200 ઉછળ્યું છે. જ્યારે ચાંદી પહેલી ઓગસ્ટના 41300થી 3700ના સુધારા સાથે 45000 બંધ રહી છે.

ડોલર સામે રૂપિયો ઘટી 71ની સપાટી ઉપર
શેર બજારમાં છેલ્લા એક માસમાં 5 ટકાની આવેલી મંદીના કારણે રોકાણકારોની મૂડીમાં સરેરાશ 10 લાખ કરોડનું ધોવાણ થઇ ચૂક્યું છે તેની સામે સોનામાં રોકાણકારોને 10 ટકાથી વધુનું રિટર્ન છૂટ્યું છે. ડોલર સામે રૂપિયો ઘટી 71ની સપાટી ઉપર પહોંચતા સ્થાનિક બજારમાં સોનામાં ઝડપી તેજી જ્યારે શેરબજારમાં નિરૂત્સાહી ટ્રેન્ડ રહ્યો છે. જિઓ પોલિટિકલ ક્રાઇસીસ, ટ્રેડવોર સહિતના કારણો પાછળ હેજફંડો, સેન્ટ્રલ બેન્ક-SPDR ગોલ્ડ ઇટીએફના હોલ્ડિંગમાં ઝડપી વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સવા છ વર્ષની ઉંચાઇએ 1542 ડોલર અને ચાંદી 17.45 ડોલરની સપાટીએ પહોંચી છે.

તેજીનાં મુખ્ય કારણો: રૂપિયાની નબળાઈ મુખ્ય કારણભૂત

  • જિઓ ટેન્શન, ટ્રેડવોર વકરતા સેફહેવન બાઇંગ વધ્યું
  • ઇક્વિટી-ડેટ, બોન્ડ માર્કેટમાંથી રોકાણકારો ગોલ્ડ તરફ વળ્યાં
  • હેજફંડો, સેન્ટ્રલ બેન્ક-SPDR ગોલ્ડ ઇટીએફનું વધતું હોલ્ડિંગ

સોના-ચાંદીની તેજી ઓવરબોટ પોઝિશનમાં

બીડી જ્વેલર્સના અશોક ચોક્સીના જણાવ્યા અનુસાર સોના-ચાંદીમાં તેજી માટેના તમામ કારણો પૂર્ણ થઇ ચૂક્યા છે. માર્કેટ ઓવરબોટ પોઝિશનમાં છે જેને ધ્યાનમાં લેતા સોનું 40000 થઇ પાછું ફરે તેવા સંકેતો છે. જોકે, ઘટાડામાં પણ 2000-2500થી વધુના કરેક્શનની શક્યતા નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું 50 ડોલર સુધી ઘટી શકે.

X
Gold reached Rs 38,900, 40,000 by Diwali
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી