ભાસ્કર ઓરિજિનલ / અભિનંદનને મોકલાયેલા રેડિયો સંદેશા પાકિસ્તાને અટકાવ્યા, જેથી POKમાં પહોંચ્યાનો ખ્યાલ ન રહ્યો

અભિનંદન
અભિનંદન

  • વિંગ કમાન્ડર અભિનંદનનું મિગ-21 વિમાન પડવાની ઘટનામાં નવો ખુલાસો
  • ભારતીય વાયુદળની રેડિયો સંદેશો મોકલવાની ટેક્નોલોજી અસુરક્ષિત

Divyabhaskar.com

Sep 26, 2019, 03:51 AM IST

મુકેશ કૌશિક, નવી દિલ્હી: ગો કોલ્ડ... ગો કોલ્ડ... એટલે કે પાછા વળો... પાછા વળો...! આ રેડિયો સંદેશો 27 ફેબ્રુઆરીએ સવારે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને કમાન્ડ ઓફિસ તરફથી સતત મોકલાયો હતો પણ તેના સુધી તે પહોંચી શક્યો જ નહીં. મિગ-21 દ્વારા પાક.ના યુદ્ધ વિમાન એફ-16નો પીછો કરતા અભિનંદન પીઓકેમાં પહોંચી ગયા હતા. કમાન્ડ રૂમ તરફથી તેમને સતત પાછા ફરવાના સંદેશા મોકલાતા હતા. આ સમગ્ર ઘટનાની તપાસ દરમિયાન એવી વાત બહાર આવી છે કે પાક. વાયુદળે અભિનંદનને મોકલવામાં આવી રહેલા ભારતીય વાયુદળના રેડિયો સંદેશા સાંભળ્યા જેટલું જ નહીં બલ્કે તેને અભિનંદન સુધી પહોંચતા પણ અટકાવ્યા. તપાસ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે વાયુદળ પાસે જો સુરક્ષિત રેડિયો સંદેશા મોકલવાની વ્યવસ્થા હોત તો અભિનંદન પીઓકેમાં જતા બચી શક્યો હોત.

જ્યારે અભિનંદને આખરી સંદેશો સાંભળ્યો ત્યારે તે ભારતીય સરહદમાં હતા
બાલાકોટમાં આતંકી ઠેકાણા ઉપર એરસ્ટ્રાઈકના જવાબમાં પાકે. 24 વિમાનોની ફોર્મેશન દ્વારા હુમલો કર્યો હતો. તેમાંથી 12 વિમાનો જમ્મુ કાશ્મીર તરફ ગયા. અંબાલા સ્થિત ઇન્ટીગ્રેટેડ એર કમાન્ડર એન્ડ કન્ટ્રોલ સિસ્ટમે પાક. વાયુદળની આ હરકત જોઈ લીધી હતી. તે સમયે પીર પંજાલના દક્ષિણમાં બે સુખોઈ-30 અને બે મિરાજ 2000 પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં. આ ઉપરાંત 8 મિગ-21 વિમાનોને શ્રીનગર અને અવંતીપુરાથી રવાના કરાયા હતા. તેમાંથી એક મિગ-21 અભિનંદન ઉડાવી રહ્યાં હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર અભિનંદને જે આખરી સંદેશો સાંભળવાને સમર્થન આપ્યું તે સંદેશો એ હતો કે તેની પશ્ચિમે દુશ્મનનો વિસ્તાર છે. એટલે કે ત્યાં સુધી અભિનંદન આપણી સરહદમાં હતા. ત્યારપછી તેના વિમાનને સંદેશાનો જવાબ મળતો બંધ થઈ ગયો હતો.

એક્સપર્ટ વ્યૂ... (એર માર્શલ રવિકાંત શર્મા, વાયુદળના માજી નાયબ વડા)
વોટ્સએપની જેમ આ સંદેશા એન્ક્રિપ્ટેડ નથી હોતા

આજે વોટ્સએપના સંદેશા આપણે એન્ક્રિપ્ટેડ સ્વરૂપે મોકલીએ છીએ. પરંતુ વાયુદળના પાઈલટને જ્યારે રેડિયો સંદેશા મોકલાય છે તો તેને ડિકોડ કરી કોઈપણ સમજી શકે છે. દુશ્મન દેશ સોફ્ટવેર ડિફાઈન્ડ રેડિયો-એસડીઆર ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આ બિલકુલ એવું છે કે જેમ કોઈ ગીતની રેકોર્ડ પર સોઈ અટકી જાય પછી કંઈ સમજાતું નથી.

X
અભિનંદનઅભિનંદન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી