વિવાદાસ્પદ નિવેદન / ગિરિરાજે કહ્યું- મિશનરી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિદેશમાં જાય છે ત્યારે ગાયનું માંસ ખાય છે

બેગુસરાયથી ભાજપના સાંસદ ગિરિરાજ સિંહ (ફાઈલ ફોટો)
બેગુસરાયથી ભાજપના સાંસદ ગિરિરાજ સિંહ (ફાઈલ ફોટો)

  • કેન્દ્રીય પ્રધાને કહ્યું- બાળકોને એવા સંસ્કાર નથી મળી રહ્યા કે જેથી પોતાની સંસ્કૃતિને ઓળખી શકે
  • તેમણે બાળકોને શાળામાં ગીતાના શ્લોક અને હનુમાન ચાલીસાના અભ્યાસની તરફેણ કરી

Divyabhaskar.com

Jan 13, 2020, 12:39 PM IST

બેગુસરાયઃ કેન્દ્રીય પ્રધાન અને બેગુસરાયથી ભાજપના સાંસદ ગિરિરાજ સિંહે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. લોહિયાનગરમાં બુધવારે એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે મિશનરી શાળામાં અભ્યાસ કરતા બાળકો DM, SP, એન્જીનિયર તો બની જાય છે પણ જ્યારે તેઓ વિદેશમાં જાય છે તો 10 પૈકી 8-9 બાળકો ગાયના માંસનું સેવન કરવા લાગે છે. તેને લીધે તેમને એવા સંસ્કાર નથી મળતા કે જેને આધારે તેઓ પોતાની સનાતન સંસ્કૃતિને ઓળખી શકે. માટે જરૂરી છે કે બાળપણથી જ શાળામાં ગીતાના શ્લોક અને હનુમાન ચાલીસાનો અભ્યાસ કરાવામાં આવે.

સનાતન ધર્મમાં કટ્ટરતાને કોઈ સ્થાન નથી

ગિરિરાજે વધુમાં કહ્યુ હતું કે સનામત ધર્મને લીધે જ લોકતંત્ર જીવીત છે. તેમણે કહ્યું હતું કે લોકો અમને કટ્ટરપંથી કહે છે, છેવટે અમે ક્યાંથી કટ્ટરપંથી થવા લાગ્યા. અમારા સનાતન ધર્મમાં કટ્ટરતાને કોઈ જ સ્થાન નથી. અમને શીખવવામાં આવ્યું છે કે પક્ષીઓને દાણા અને છોડને પાણી આપવાથી પુણ્ય મળે છે. પરંતુ અમે જે સાપને સતત દૂધ પિવડાવી છીએ તે અમને જ ડંખવાનો પ્રયત્ન કરે છે.

ઓવૈસી પર લગાવ્યો હતો મુસ્લિમોને ઉશ્કેરવાનો આરોપ

આ અગાઉ ગિરિરાજે 30મી ડિસેમ્બરના રોજ AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી પર મુસ્લિમોને ઉશ્કેરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ગિરિરાજે કહ્યું હતું કે NRC અને NPR નામ પર વિપક્ષ દેશમાં માહોલને બગાડી રહ્યો છે. વિપક્ષ દેશમાં વર્ષ 1947 અગાઉ જેવી સ્થિતિનું નિર્માણ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. રાહુલ ગાંધી અને ટુકડે-ટુકડે ગેંગના લોકો વર્ષ 1947 અગાઉ જેવી સ્થિતિનું સર્જન કરવા ઈચ્છે છે. તેઓ દેશનું વિભાજન કરવા માગે ચે. ઓવૈસી જેવા લોકોથી ભારતના બંધારણને ગંભીર જોખમ છે. તેઓ મુસ્લિમોને ઉશ્કેરી રહ્યા છે.

રાહુલ ગાંધી પર લગાવ્યો હતો દેશના વિભાજનનો આરોપ

ગિરિરાજે 26મી ડિસેમ્બરના રોજ કહ્યું હતું કે મુઘલો અને અંગ્રેજોએ જે નથી કર્યું તે રાહુલ ગાંધી, કોંગ્રેસ અને અસદુદ્દીન ઓવૈસી જેવી ટુકડે-ટુકડે ગેંગના લોકો કરી રહ્યા છે. તેઓ ભારતને વિભાજીત કરવા માગે છે. તેઓ દેશમાં ગૃહ યુદ્ધ ઈચ્છે છે. જ્યારે રાષ્ટ્રગાન થાય છે ત્યારે ઓવૈસી ઉભા થઈને જતા રહે છે. ઓવૈસી ભારતને તોડવા માંગે છે. આ તમામ ટુકડે-ટુકડે ગેંગ છે, જે પાકિસ્તાનના એજન્ડા પર ચાલી રહ્યા છે.

X
બેગુસરાયથી ભાજપના સાંસદ ગિરિરાજ સિંહ (ફાઈલ ફોટો)બેગુસરાયથી ભાજપના સાંસદ ગિરિરાજ સિંહ (ફાઈલ ફોટો)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી