આર્મી ડે / જનરલ નરવણેએ કહ્યું- ભારતીય સેના દેશની મૂલ્યવાન સંસ્થા, ચીન-પાકિસ્તાન સરહદ પર તહેનાત સૈનિક સતર્ક રહે

આર્મી ડેના અવસરે CDS બિપીન રાવત, સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણે, નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહ અને વાયુસેના પ્રમુખ એરચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી.
આજે 72માં સેના દિવસની ઉજવણી કરાઈ રહી છે.
આજે 72માં સેના દિવસની ઉજવણી કરાઈ રહી છે.

  • 72માં સેના દિવસના અવસરે પહેલી વખત મહિલા અધિકારી કેપ્ટન તાનિયા શેરગિલ પુરુષ પરેડનું નેતૃત્વ કરશે 
  • ફીલ્ડ માર્શલ કેએમ કરિયપ્પાના સન્માનમાં દર વર્ષે 15 જાન્યુઆરીએ સેના દિવસની ઉજવણી કરવામાં આવે છે 

Divyabhaskar.com

Jan 16, 2020, 11:48 AM IST

નવી દિલ્હીઃ દેશ આજે 72મા સેના દિવસની ઉજવણી કરી રહ્યો છે. સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ કહ્યું ભારતીય સેના દેશની મૂલ્યવાન સંસ્થા છે. આ અવસરે દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડમાં પરેડ થશે. જેમાં સેનાના કેપ્ટન તાનિયા શેરગિલ પુરુષ બટાલિયનનું નેતૃત્વ કરશે.

તાનિયા 2017માં ચેન્નાઈની ઓફિસર ટ્રેનિંગ એકેડમીમાં જોડાઈ હતી. તેમણે ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં બી ટેક કર્યું છે. તેમના પિતા, દાદા અને પરદાદા પણ સેનામાં સેવા આપી ચુક્યા છે. તે ચોથી પેઢીની પહેલી મહિલા અધિકારી છે, જે પુરુષોના પરેડનું નેતૃત્વ કરશે. ગત વર્ષે કેપ્ટન ભાવના કસ્તૂરીએ ગણતંત્ર દિવસ પર પુરુષ બટાલિયનનું નેતૃત્વ કર્યું હતું.

‘જવાનોની જરૂર કોઈ પણ કિંમતે પુરી કરીશું’
સેના દિવસની મોડી સાંજે જવાનોને સંબોધિત કરતા જનરલ નરવણે કહ્યું કે,ભારતીય સેના યુદ્ધ સંગઠન અથવા રાષ્ટ્રીય શક્તિનું સાધન નથી.તેનું દેશમાં એક વિશેષ સ્થાન છે. ચીન પાકિસ્તાન સરહદ પર તહેનાત સૈનિકો અને કાશ્મીરમાં ‘પ્રોક્સી વોર’લડનારાઓએ સતર્ક રહેવું જોઈએ. જવાનોની તમામ જરૂરિયાતો કોઈ પણ કિંમતે પુરી કરવામાં આવશે.

કરિયપ્પા સેનાના પહેલા કમાંડર ઈન ચીફ હતા
ફીલ્ડ માર્શલ કેએમ કરિયપ્પાના સન્માનમાં દર વર્ષે 15 જાન્યુઆરીએ સેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. કરિયપ્પા ભારતીય સેનાના પહેલા કમાંડર-ઈન-ચીફ હતા. તેમણે 1947ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પશ્વિમ સરહદ પર ભારતીય સેનાનું નેતૃત્વ કર્યું હતું. કરિયપ્પાએ 15 જાન્યુઆરી 1949ના રોજ સર ફ્રાંસિસ બુચર પાસેથી ચાર્જ સંભાળ્યો હતો.

X
આજે 72માં સેના દિવસની ઉજવણી કરાઈ રહી છે.આજે 72માં સેના દિવસની ઉજવણી કરાઈ રહી છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી