• Home
  • Db Original
  • Ganesh idol in Hyderabad is 61 feet high and 50 tonnes in weight, highest in the country

ડીબી ઓરિજિનલ / હૈદરાબાદમાં 1 કરોડ રૂપિયાથી બની 61 ફીટ ઉંચી અને 50 ટન વજન વાળી ગણેશ મૂર્તિ

Ganesh idol in Hyderabad is 61 feet high and 50 tonnes in weight, highest in the country
Ganesh idol in Hyderabad is 61 feet high and 50 tonnes in weight, highest in the country

  • 1954થી દર વર્ષે હૈદરાબાદના ખૈરતાબાદમાં સૌથી ઉંચા ગણપતિનું સ્થાપન થાય છે
  • આ વર્ષે બારમુખી દ્વાદશાદિત્ય મહાગણપતિ બિરાજમાન થશે
  • આખા દેશમાં ગણેશોત્સવમાં સ્થાપિત થનારી મૂર્તિઓમાં સૌથી મોટી મૂર્તી, ક્રેનથી વિસર્જન થશે

Divyabhaskar.com

Aug 31, 2019, 04:02 PM IST

શશિકાન્ત સાલ્વી: સોમવારથી ગણેસોત્સવ શરુ થઇ રહ્યો છે. હૈદરાબાદના ખૈરતાબાદમાં ગણપતિની 61 ફીટ ઉંચી મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. લગભગ 1 કરોડ રૂપિયાના ખર્ચાથી બનેલી આ મૂર્તિ 12 મુખી છે. તેને શ્રી દ્વાદશાદિત્ય મહાગણપતિ નામ આપવામાં આવ્યું છે. અહીં 1954થી લગાતાર દર વર્ષે ગણેશજીની વિશાળ મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે. આખા દેશમાં તે સૌથી ઉંચી મૂર્તિ છે.

સી.રાજેન્દ્રન, વેંકટ ગુવ્વાલા અને તેમની ટીમના 150 સભ્યોએ હૈદરાબાદમાં આ મૂર્તિ બનાવી છે. તેને બનાવવાની શરુઆત મે મહિનામાં થઇ હતી. તેમાં ત્રણ મહિનાથી વધારાનો સમય લાગ્યો છે. તેનું વજન લગભગ 50 ટન છે. પીઓપીની મદદથી આ મૂર્તિ બનાવવામાં આવી છે. આ દેશની સૌથી ઉંચી બારમુખી ગણેશ પ્રતિમા છે જે ગણેશ ઉત્સવ દરમિયાન સ્થાપિત કરવામાં આવશે. આ વર્ષે ગણેશજીની આ મૂર્તિ સૂર્યદેવના 12 સ્વરૂપોથી પ્રેરિત છે.

1954થી દર વર્ષે ગણેશ ઉત્સવ મનાવી રહ્યા છે

ખૈરતાબાદ ગણેશ ઉત્સવ સમિતિના જોઇન્ટ સેક્રેટરી સંદીપ રાજ પ્રમાણે, ઉત્સવ સમિતિનું ગઠન 1954માં સ્વતંત્રતા સંગ્રામના સેનાની એસ.શંકરય્યાએ કર્યું હતું. ત્યારથી દર વર્ષે અહીં ગણેશની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. એસ.શંકરય્યા બાદ તેમના ભાઇ એસ.સુદર્શન સાથે એસ.રાજકુમાર અને તેમનો પરિવાર ગણેશ ઉત્સવનું આયોજન કરે છે. અત્યાર સુધી અહીં સ્થાપિત થયેલી મૂર્તિઓની સરેરાશ ઉંચાઇ 60 ફીટ રહી છે. ગણેશ ઉત્સવ દરમિયાન આટલી ઉંચી પ્રતિમા દેશમાં બીજે ક્યાંય સ્થાપિત નથી કરવામાં આવતી.

રોજ 2થી 4 ટન ફૂલોની માળા ચડશે

આ ભવ્ય ગણેશ મૂર્તિ પર દરરોજ ચડતી ફૂલોની માળાનું વજન લગભગ 2 થી 4 ટન સુધી હશે. માળા બનાવવા માટે કેટલાય ફૂલોનો ઉપયોગ કરવાામાં આવ્યો છે. અહીં 10 દિવસ સુધી અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે.

70 હજારથી વધુ ભાવિકો રોજ દર્શન કરે છે

ગણેશજીની મૂર્તિ ખુલા અને ઉંચા સ્થાન પર સ્થાપિત કરવામાં આવે છે. સ્ટેજની ઉંચાઇ 65 ફીટ અને પહોળાઇ 30 ફીટ છે. સંદીપ રાજ જણાવે છે કે ગત વર્ષે અહીં ગણેશ ઉત્સવ દરમિયાન દર્શન કરવા રોજ લગભગ 70 હજારથી વધુ ભક્તો આવ્યા હતાં. આ વર્ષે આંકડો વધી શકે ચે. ભક્તોના દાનથી આ ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે. ગત વર્ષે ભક્તોએ દાનપેટીમાં લગભગ 70 લાખ રૂપિયા આપ્યા હતા. ભાવિકો માટે 24 કલાક દર્શનની વ્યવસ્થા રહે છે. મેનેજમેન્ટ માટે સમિતિના 200 સ્વયંસેવક સુરક્ષા અને વ્યવસ્થા માટે કાર્યરત રહે છે.

ક્રેનની મદદથી વિસર્જન થાય છે

આ મૂર્તિનું વિસર્જન અહીં હુસેન સાગર તળાવમાં કરવાામં આવે છે. તેના માટે ક્રેનની મદદ લેવામાં આવે છે. ઉત્સવના અંતિમ દિવસે વિસર્જનમાં મોટી સંખ્યામાં ભાવિકો સામેલ થાય છે.

X
Ganesh idol in Hyderabad is 61 feet high and 50 tonnes in weight, highest in the country
Ganesh idol in Hyderabad is 61 feet high and 50 tonnes in weight, highest in the country
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી