ગોવા / ગાંધીજીએ નૈતિકતા અપનાવવાનો સંદેશ આપ્યો, પણ લોકો ધારાસભ્ય બન્યા બાદ પાગલ થઈ જાય છેઃ સત્યપાલ મલિક

Gandhiji asked people to adopt morality, but here man gets mad after being elected as a lawmaker: Satyapal Malik

  • ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકે ગાંધીજીની 150મી જન્મજયંતી પર યોજાયેલા કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું 
  • મલિકે કહ્યું- લોહિયાજી માનતા હતા કે ગોડસેએ માત્ર તેમના શરીરનું ખૂન કર્યું હતું, પણ તેમના વારસદારોએ તો તેમના આત્માને જ મારી નાંખી 

Divyabhaskar.com

Dec 03, 2019, 11:16 AM IST
પણજીઃ ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને રાજકારણમાં નૈતિકતા લાવવા માટે શ્રેય આપ્યો છે. રાજભવન તરફથી ગાંધીજીની 150મી જન્મજયંતી પર યોજાયેલા ક્રાર્યક્રમમાં મલિકે કહ્યું કે, ગાંધીજીએ દરેકને સાર્વજનિક જીવનમાં નૈતિકતાને અપનાવવાનો આગ્રહ કર્યો હતો, પણ આજે તો માણસ ધારાસભ્ય બનવાની પાછળ ગાંડો થઈ જાય છે.
મલિકે ગાંધી પરિવાર પર નિશાન સાધતા કહ્યું કે, ગાંધીજીના રાજકીય વારસદારો જ તેમના ગુણોને ભૂલી ચુક્યા છે. અમે ગાંધીજીને રામમનોહર લોહિયાની દ્રષ્ટિએ ઓળખ્યા છે. લોહિયા માનતા હતા કે, નથૂરામ ગોડસેએ માત્ર ગાંધીજીના ભૌતિક રૂપનું ખૂન કર્યું છે. પણ તેમના રાજકીય વારસદારોએ તો ગાંધીજીની આત્મનું જ ખૂન કરી દીધું હતું. તેમમે ગાંધીજીના ગુણોના સ્તરને માત્ર એક ચરખા સુધી સિમીત કરી દીધા હતા. બાપૂમાં કોઈ અભિમાન નહોતું. તેઓ સરળતાથી જીવન જીવવા વાળા માણસ હતા. આજે ભારતમાં કોઈ ધારાસભ્ય બને તો ઘેલો થઈ જાય છે. આવા લોકોએ ગાંધીજી પાસેથી શીખ લેવી જોઈએ.
મલિકે 3 નવેમ્બરે ગોવાના રાજ્યપાલ પદના શપથ લીધા
સત્યપાલ મલિકે 25 ઓક્ટોબરે કાશ્મીરથી હટાવીને ગોવાના રાજ્યપાલ બનાવાયા હતા. તેમણે 3જી નવેમ્બરે શપથ લીધા હતા. તાજેતરમાં જ તેમણે એક કાર્યક્રમ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં તેમના કાર્યકાળને યાદ કરતા કહ્યું હતું કે, જુની યાદો અત્યાર સુધી મનમાંથી ગઈ નથી. હું કાશ્મીરમાંથી થોડા દિવસ પહેલા જ ગોવા આવ્યો છું. મારી કાશ્મીરની ખુમારી હજુ સુધી ઓછી થઈ નથી.
X
Gandhiji asked people to adopt morality, but here man gets mad after being elected as a lawmaker: Satyapal Malik
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી