તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

4 વર્ષમાં ગાંધી વિષયમાં ગ્રેજ્યુએશન કરનારા 32 ટકા વધ્યા, એમ.ફિલ.માં 19 ટકા ઘટ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોહનદાસ કરમચંદ ગાંધી - ફાઇલ તસવીર - Divya Bhaskar
મોહનદાસ કરમચંદ ગાંધી - ફાઇલ તસવીર
  • કોઇ પણ યુનિવર્સિટીમાં ગાંધીના નામે વિશેષ પદ નથી

નવી દિલ્હીઃ બીજી ઓક્ટોબરે ગાંધીજીની 150મી જન્મજયંતી મનાવાશે ત્યારે ભાસ્કરે એ જાણ્યું કે ગાંધીજીના વિચારો અને તેને સંબંધિત વિષયો ભણવાના ટ્રેન્ડમાં છેલ્લા કેટલાક વર્ષોમાં શું પરિવર્તન આવ્યું છે? યુજીસીના દસ્તાવેજો અનુસાર છેલ્લા ચાર વર્ષમાં અન્ડરગ્રેજ્યુએટ કોર્સમાં તો ગાંધી વિષયોમાં ગ્રેજ્યુએશન કરનારા 32% વધ્યા છે પણ એમ.ફિલ. કરનારા 19% ઘટ્યા છે. પોસ્ટ ગ્રેજ્યુએશન કરનારાઓની સંખ્યામાં પણ 6.5%નો ઘટાડો થયો છે. બીજી તરફ હાલ દેશની કોઇ પણ યુનિવર્સિટીમાં ગાંધીજીના નામની ચેર (પ્રોફેસરને સમકક્ષ પદ) નથી. પત્રકાર કૃતિકા શર્માની આરટીઆઇ મુજબ યુજીસીએ યુનિવર્સિટીઓને ગાંધીજીના નામની ચેર બનાવવા કહ્યું હતું પણ એકેય યુનિવર્સિટીએ આ ચેર સ્થાપિત નથી કરી.

અન્ય સમાચારો પણ છે...