પંજાબ / ફિલિપાઈન્સથી દિકરાનો મૃતદેહ લાવવા પિતા પાસે પૈસા ન હોવાથી મિત્રોએ ત્યાં જ અંતિમ સંસ્કાર કર્યાઃ માતાએ વિડિયો કોલથી તે જોયા

માતા વિડિયો કોલ સમયે કહી રહી છે કે દિકરાને જોવા દો
માતા વિડિયો કોલ સમયે કહી રહી છે કે દિકરાને જોવા દો

  • 35 વર્ષના સુખજીત સિંહને અજ્ઞાત લોકોએ મનીલામાં 5 ફેબ્રુઆરીના રોજ ગોળી મારી દીધી હતી
  • પિતાએ કહ્યું દિકરાના અંતિમ સંસ્કાર તેના મિત્રોએ કર્યા, મૃતદેહને ભારત લાવવા જેટલા પૈસા ન હતા

Divyabhaskar.com

Feb 15, 2020, 03:42 PM IST

ફિરોજપુર (કપિલ સેઠી): પંજાબ સ્થિત ફિરોજપુરના ભૂતપુર્વ સૈનિકના પરિવાર માટે શુક્રવારનો દિવસ ખૂબ જ મુશ્કેલીભર્યો બની રહ્યો હતો. માતા સહિત સમગ્ર પરિવારે દિકરાના અંતિમ દર્શન વિડિયો મારફતે કર્યા. ફિરોજપુર જિલ્લાના મુદકીના રહેવાસી 35 વર્ષિય સુખજીત સિંહ દોધી 22 મહિના અગાઉ મનીલા ગયો હતો. 5 ફેબ્રુઆરીના રોજ અજ્ઞાત લોકોએ તેને ગોળી મારી હતી. 7 દિવસ સુધી ઈલાજ થયા બાદ 12 ફેબ્રુઆરીના રોજ તેનું મોત થયું હતું. પરિવાર પાસે પૈસા ન હોવાથી તેના મૃતદેહને ભારત પરત લાવી શક્યો ન હતો, જેથી મનિલામાં જ તેની અંત્યેષ્ઠી કરવામાં આવી હતી.

સુખજીત સિંહનો પરિવાર અને તેના સંબંધિઓ શુક્રવારે તેમના ઘરે એકઠા થયા હતા અને વિડિયો કોલ મારફતે અંતિમ સંસ્કાર જોયા હતા. સૌની આંખો આસુથી છલકાઈ ગઈ હતી. બેભાન જેવી સ્થિતિમાં રહેલી તેની માતા સતત કહી રહી હતી કે મારા દિકરાને એક વખત જોઈ લેવા દો, તેને સ્પર્શી લેવા દો.

પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી
પરિવારના સભ્યોએ કહ્યું કે સુખજીતના મિત્રોએ તેની સારવાર માટે ખર્ચ ઉઠાવ્યો હતો. મૃતદેહને ભારત લાવવા પાછળ ઘણો ખર્ચ થાય તેમ હતો, જેથી મનીલામાં જ તેના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. સુખજીતના પિતા નછતર સિંહ (60 વર્ષ) ભૂતપુર્વ સૈનિક છે. પરિવાર પાસે આશરે 2 એકર જમીન છે, જેના પર તે ખેતી કરી ગુજરાન ચલાવે છે. પરિવારની આર્થિક સ્થિતિ યોગ્ય ન હોવાથી તેમને મનીલા જવાનો નિર્ણય કર્યો હતો.

ફાયનાન્સ કંપનીમાં રિકવરીનું કામ કરતો હતો

સુખજીત 29મી એપ્રિલ 2018ના રોજ ફિલિપાઈન્સ ગયો હતો. જ્યાં તે એક ફાયનાન્સ કંપનીમાં રિકવરીનું કામ કરતો હતો. પિતાએ જણાવ્યું હતું કે સુખજીતના મિત્રોએ તમામ પ્રકારનો ઈલાજ કરાવ્યો પણ તેનો જીવ બચી શક્યો નહીં. તેમના મિત્રો તેના મૃતદેહને મોકલવા ઈચ્છતા હતા, પણ મે તેનો ઈન્કાર કર્યો. તે લોકો અગાઉથી જ ઘણોબધો ખર્ચ કરી ચુક્યા હતા. હું ઈચ્છતો ન હતો કે તેમના પર વધારે બોજ પડે. જ્યારે સુખજીત મનીલા ગયો ત્યારે પણ તેનો સંપૂર્ણ ખર્ચ મિત્રોએ જ ભોગવ્યો હતો.

X
માતા વિડિયો કોલ સમયે કહી રહી છે કે દિકરાને જોવા દોમાતા વિડિયો કોલ સમયે કહી રહી છે કે દિકરાને જોવા દો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી