પર્યાવરણ / ચેન્નાઇમાં વૃક્ષો પર ખીલા, જાહેરાતો, બેનર, લાઇટ લગાવવા બદલ ત્રણ વર્ષની જેલ, 25 હજાર રૂપિયા દંડ

વૃક્ષો પર ખીલા મારી લગાવેલ જાહેરાતો
વૃક્ષો પર ખીલા મારી લગાવેલ જાહેરાતો

  • વૃક્ષોની જાળવણી અને તેમની સુરક્ષા માટે ગ્રેટર ચેન્નાઇ કોર્પોરેશનની પહેલ 
  •  

Divyabhaskar.com

Sep 11, 2019, 02:58 AM IST

ચેન્નાઇ: ગ્રેટર ચેન્નાઇ કોર્પોરેશને રસ્તાની સાઇડ પરનાં વૃક્ષો પર જાહેરાતો, તાર કે લાઇટ્સ લગાવીને તેમને નુકસાન પહોંચાડનારા લોકો અને ખાનગી કંપનીઓને 25 હજાર રૂપિયા દંડ અને 3 વર્ષની જેલની સજાની જોગવાઇ કરી છે. વૃક્ષો પરથી જાહેરાતો 10 દિવસમાં હટાવવાનો આદેશ આપતાં ચેન્નઇ કોર્પોરેશને કહ્યું કે વૃક્ષો પર ખીલા મારવા એ પ્રકૃતિની વિરુદ્ધ છે. તેનાથી વૃક્ષોની આવરદા ઘટે છે.

વૃક્ષો પર લાઇટ લગાવવાથી તેમની પ્રજનનક્ષમતા પર અસર પડે છે
કોર્પોરેશનના કમિશનર જી. પ્રકાશે જણાવ્યું કે સ્થાનિકો વૃક્ષો પર જાહેરાત, હોર્ડિંગ વિરુદ્ધ નમ્મા ચેન્નાઇ એપ અને હેલ્પલાઇન (1913) પર પણ ફરિયાદ કરી શકે છે. આ એપની શરૂઆત નાગરિક સુવિધાઓમાં કોઇ પણ પ્રકારની અનિયમિતતાની ફરિયાદ માટે કરાઇ હતી. આ મામલે વનસ્પતિ વિજ્ઞાનના નિષ્ણાતોનું કહેવું છે કે વૃક્ષોને ખીલા મારવાથી, વૃક્ષો પર લાઇટો લગાવવાથી તેમને ઘણા પ્રકારના રોગ થઇ શકે છે. તેમના કામકાજ પર પણ અસર થાય છે. વૃક્ષ બહારથી ભલે બરાબર લાગતું હોય પણ અંદરથી ખોખલું થઇ જાય છે. વૃક્ષો પર લાઇટ લગાવવાથી તેમની ફોટોસિન્થેસિસ પ્રક્રિયા રાત્રે થવા લાગે છે. તેમની પ્રજનનક્ષમતા પર પણ અસર પડે છે. શહેરની સંસ્થા નિઝલે ‘ફ્રી ધ ટ્રી’ અભિયાન પણ ચલાવ્યું છે, જે અંતર્ગત વૃક્ષોને મુક્ત કરવા, નવા છોડ વાવવા, તેમની કાળજી રાખવી વગેરે જેવાં કામ કરાવાય છે. સંસ્થાના કાર્યકરો સમગ્ર શહેરમાં વૃક્ષો પરથી બેનર, પોસ્ટર, ખીલા, લાઇટ હટાવે છે. સંસ્થાની પ્રમુખ શોભા મેનને જણાવ્યું કે આ નિર્ણયથી વૃક્ષોનું સ્વાસ્થ્ય સુધારવામાં ઘણી મદદ મળશે.

મદ્રાસ હાઇકોર્ટે કોર્પોરેશનને એફિડેવિટ રજૂ કરવા કહ્યું હતું
ઓગસ્ટમાં મદ્રાસ હાઇકોર્ટે કોર્પોરેશનને વૃક્ષો પર ખીલા, જાહેરાત લગાવનારાઓ અને તેમના પરથી કેબલ-તાર લઇ જનારાઓ વિરુદ્ધ કાર્યવાહી મામલે એફિડેવિટ રજૂ કરવા કહ્યું હતું. આ આદેશ જાહેર હિતની અરજી પર અપાયો હતો, જેમાં જણાવાયું હતું કે વૃક્ષોની ખરાબ હાલત કરનારાઓ સામે કાર્યવાહીમાં કોર્પોરેશન-પોલીસ નિષ્ફળ ગયા છે.

X
વૃક્ષો પર ખીલા મારી લગાવેલ જાહેરાતોવૃક્ષો પર ખીલા મારી લગાવેલ જાહેરાતો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી