તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Four Convicted Dummies Were Hanged, Tihar Jail Officials Completed The Process Instead Of Executioner

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચારેય દોષિતોના ડમીને ફાંસી આપવામાં આવી, જલ્લાદની જગ્યાએ તિહાર જેલના અધિકારીઓએ પ્રક્રિયા પૂરી કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • 10 જાન્યુઆરીએ કોર્ટે ડેથ વોરંટ જાહેર કર્યો હતો
 • 22 જાન્યુઆરીએ ચારેય દોષિતોને ફાંસી આપવાનો હુકમ

નવી દિલ્હી: તિહાર જેલમાં રવિવારે નિર્ભયા ગેંગ રેપ કેસના ચારેય દોષિતોના ડમીને ફાંસી આપવામાં આવી હતી. આ પ્રક્રિયાને દોષિતોને ફાંસી આપવા પહેલાનું રિહર્સલ માનવામાં આવે છે. ચારેય દોષિતોની ડમીને તેમના વજન પ્રમાણે તૈયાર કરવામા આવી હતી. જેલમાં જ પથ્થરો અને અન્ય સામગ્રીથી દોષીના વજન પ્રમાણની બનેલી ડમીને ફાંસી આપવામાં આવી હતી. જોકે આ પ્રક્રિયા માટે કોઇ જલ્લાદને બોલાવવામાં આવ્યો ન હતો . જેલના અધિકારીઓએ જ આ પ્રક્રિયાને અંજામ આપ્યો હતો. કોર્ટે ચારેય દોષિતોનું ડેથ વોરંટ જાહેર કરી દીધું છે અને તેમને 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે ફાંસી આપવાની છે. 
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે નિર્ભયા કેસના ચારેય દોષિતો અક્ષય ઠાકુર (31) , પવન ગુપ્તા (25) , મુકેશ સિંહ (32) અને વિનય શર્મા (26) વિરુદ્ધ ડેથ વોરંટ જાહેર કર્યું હતું. કોર્ટે ચારેય દોષિતોને 22 જાન્યુઆરીના સવારે 7 વાગ્યે ફાંસી આપવાનો આદેશ કર્યો હતો. ચારેય દોષિતોને જેલ નંબર 3માં ફાંસી આપવામાં આવશે. ત્રણ દોષિતોને જેલ નંબર 2માં રાખવામાં આવ્યા છે અને એકને જેલ નંબર 4માં રાખવામાં આવ્યો છે. 

બે દોષિતોએ ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી
નિર્ભયા ગેંગરેપના ચાર ગુનેગારોમાંથી વિનયકુમાર શર્મા અને મુકેશ સિંહે ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી હતી જેના પર કોર્ટે સુનાવણી કરવાનો નિર્ણય લીધો. જસ્ટિસ એનવી રમના, અરુણ મિશ્રા, આરએફ નરીમાન, આર.ભાનુમતિ અને અશોક ભૂષણની બેન્ચ 14 જાન્યુઆરીએ આ મામલાની સુનાવણી કરશે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો