નેશનલ ડેસ્કઃભાજપના ભૂતપુર્વ નેતા અને જાણીતા પત્રકાર અરુણ શૌરીની તબીયત બગડતા તેમને પુણેની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 78 વર્ષિય ભૂતપુર્વ કેન્દ્રીય પ્રધાન રવિવારે રાત્રે બેભાન થઈ ગયા હતા બાદમાં તેમને રુબી હોલ ક્લિનિક ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, તેમ સારવાર કરી રહેલા ડોક્ટરોએ આજે જણાવ્યું હતું. જરૂરી તમામ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને હાલમાં તેઓ તબીબી દેખરેખ હેઠળ છે. અત્યારે તેઓ ભાનમાં છે, તેમ ડોક્ટોરએ જણાવ્યું હતું.