અવસાન / પર્યાવરણવિદ આર કે પચૌરીનું નિધન, તેમના કાર્યકાળમાં IPCCએ નોબેલ જીત્યો હતો

Former TERI chief and environmentalist RK Pachauri died; During his tenure, the IPCC won the Nobel

  • આરકે પચૌરીને ગત વર્ષે મેક્સિકોમાં સ્ટ્રોક આવ્યો હતો, ત્યારબાદ તેમની ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી હતી 

Divyabhaskar.com

Feb 14, 2020, 11:31 AM IST
નવી દિલ્હીઃ ધ એનર્જી એન્ડ રિસોર્સેજ ઈન્સ્ટીટ્યૂટના સંસ્થાપક ડો. આરકે પચૌરીનું લાંબી બિમારી બાદ ગુરુવારે નિધન થઈ ગયું છે. તેઓ 79 વર્ષના હતા. તેઓ હાર્ટની બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમણે બુધવારે લાઈફ સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. તેઓ દિલ્હીના એસ્કોર્ટ હાર્ટ ઈન્સ્ટીટ્યૂટમાં ભરતી હતા. ગત વર્ષે મેક્સિકોમાં સ્ટ્રોક આવ્યા બાદ પચૌરીની ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. પચૌરી 15 વર્ષ IPCCના ચેરમેન રહ્યા હતા. તેમના જ કાર્યકાળમાં સંસ્થાને નોબલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. ટેરીએ ડો. પચૌરીના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે,‘આખો ટેરી પરિવાર દુખની આ ઘડીમાં ડો. પચૌરીના પરિવાર સાથે ઊભો છે’ 2015માં પચૌરી બાદ ટેરી પ્રમુખ બન્યા ડો. અજય માથુરે કહ્યું કે ‘ટેરી આજે જે કંઈ પણ છે તે ડો. પચૌરીની મહેનતના કારણે છે. તેમણે આ સંસ્થાને આગળ વધારવામાં મહત્વનો ફાળો આપ્યો છે. જેના કારણે આ સંસ્થા દુનિયાની સૌથી શ્રેષ્ઠ અને મહત્વની સંસ્થાના રૂપમાં સામે આવી’ટેરીના ચેરમેન નિતિન દેસાઈએ ડો. પચૌરીના યોગદાનને વૈશ્વિક વિકાસ માટે અદ્ધિતિય ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ‘જળવાયુ પરિવર્તન પર અંતર સરકારી પેનલને આપેલા નેતૃત્વના કારણે જ આજે જળવાયું પરિવર્તન અંગે ચર્ચા થઈ રહી છે’ 2008માં પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા હતા 2015માં તેમની પર તેમની સહયોગી એક મહિલા પર યૌન શોષણનો આરોપ લગાવાયો હતો. ત્યારબાદ તેમણે 2015માં સંસ્થામાંથી રાજીનામું આપી દીધું હતું. 2018માં દિલ્હીની એક કોર્ટે તેમની પર લાગેલા આરોપોને સાચા ઠેરવ્યા હતા. જો કે ડો. પચૌરી સતત આ આરોપો ખોટા હોવાન વાત કરતા હતા. પચૌરી 2002 થી 2015 સુધી ઈન્ટરગર્વમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જના ચેરમેન પણ રહી ચુક્યા છે. તેમના કાર્યકાળમાં IPCCને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો. પર્યાવરણના ક્ષેત્રમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખતા ભારત સરકારે તેમણે 2001માં પદ્મ ભૂષણ અને 2008માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.
X
Former TERI chief and environmentalist RK Pachauri died; During his tenure, the IPCC won the Nobel
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી